હરાજીમાં મળતા ઘરને ખરીદતાં પહેલાં આટલું ધ્યાન જરૂર રાખો

જગ્યા જ્યારે ઑક્શનમાં મળતી હોય ત્યારે એનો ભાવ માર્કેટભાવ કરતાં ઓછો હોય છે. આમ છતાં તમારે એવું ઘર લેતાં પહેલાં કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવાની જરૂર છે




હરાજીમાં મળતા ઘરની કલ્પના કોઈએ ડ્રીમ હાઉસ તરીકે કરી નહીં હોય, પણ હવે આ વિકલ્પ પણ ઘણા લોકો માટે ઉપલબ્ધ થયો છે. બૉલીવુડની જૂની ફિલ્મોમાં આવી રીતે ઘરની હરાજી થતી હોય એવાં દૃશ્યો જોવા મળતાં હતાં. જોકે હવે ઘણા લોકો બૅન્કલોન પર પ્રૉપર્ટી ખરીદે છે. ઘણી વાર એની લોનના હપ્તા ચૂકવી ન શકવાથી આવી પ્રૉપર્ટીની હરાજી કરવામાં આવે છે અને ઘણા લોકો આવી પ્રૉપર્ટી ખરીદતા હોય છે, કારણ કે એમાં પેપરવર્ક અગાઉ જ થઈ ચૂક્યું હોય છે અને બૅન્ક સીધી વેચાણકર્તા હોવાથી ઘણા લોકોને એવી પ્રૉપર્ટી ખરીદવામાં વાંધો આવતો નથી. જોકે આવી રીતે ઘર ખરીદતાં પહેલાં કેટલીક બાબતોનો વિચાર જરૂરી છે.

ડાઉન પેમેન્ટ

બૅન્ક જ્યારે કોઈ પણ પ્રૉપર્ટી વેચતી હોય તો એ એના ફસાયેલા પૈસા કઢાવવા માટે એની હરાજી કરતી હોય છે. આથી જ્યારે હરાજીની પ્રક્રિયા પૂરી થાય ત્યારે બૅન્કને ઘરની કિંમતના આશરે ૨૫ ટકા રકમ ડાઉન પેમેન્ટ તરીકે ચૂકવવી પડે છે. આમ આટલી રકમની સગવડ પહેલાં કરી રાખવી જરૂરી છે.

અગાઉનાં બાકી બિલ

જે વ્યક્તિના ઘરની હરાજી થતી હોય તેણે કોઈ પેમેન્ટ બાકી રાખ્યાં છે કે નહીં એ ચેક કરવું જરૂરી છે. લાઇટ-કનેક્શન, ટેલિફોન, સોસાયટીનું મેઇન્ટેનન્સ, પાણીનું બિલ બાકી નથીને એ પણ જોઈ લેવું જોઈએ. ઘણી વાર આવાં બિલ બાકી રહ્યાં હોય તો નવા ખરીદનારે એની ચુકવણી કરવી પડે છે અને એને એ કનેક્શન મેળવતાં વાર લાગે છે.

શા માટે થઈ હરાજી?

ઘણી વાર લોકો ઊંચા મેઇન્ટેનન્સને કારણે લીધેલા ફ્લૅટ પર ધ્યાન આપતા નથી અને છેવટે એની હરાજી થાય છે. ઘણી વાર ઘરમાં પાણી લીકેજની સમસ્યા હોય છે અને બીજો કોઈ પ્રૉબ્લેમ પણ હોય છે. ઘણી વાર પ્રૉપર્ટી ખરીદનારને એની આશા મુજબ રિટર્ન ન મળ્યું હોય અને ભવિષ્યમાં પણ એનું રિટર્ન આવે એવું નહીં લાગતાં ફ્લૅટની હરાજી થવા દે છે. આથી આવું ઘર હરાજીમાં ખરીદતાં પહેલાં આ બાબતો પણ ચેક કરી લેવી જોઈએ.

ચેક કરવા જેવી બીજી બાબતો

હરાજીમાં મળતા ઘરને આગળના માલિકે ખાલી કર્યું છે કે નહીં એ પણ જોવું જરૂરી છે. તેણે તેની તમામ ચીજવસ્તુઓ લઈ લીધી છે કે નહીં? ઘણી વાર આવી બાબતો માટે પણ પછીથી સમસ્યા ઊભી થતી હોય છે એટલે એ પણ ચકાસી લેવું જોઈએ.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK