ઓસી લેતી વખતે આપેલા વચનનો કેટલાં બિલ્ડિંગો પાલન કરી રહ્યાં છે?

મુંબઈના મેયરે આપ્યો તપાસ કરવાનો આદેશ : વરસાદનો સંગ્રહ કરવાની શરતનું પાલન ન કરતી ઇમારતો સામે પગલાં લેવાશે

 

 

મેયર સુનીલ પ્રભુએ મહાનગરપાલિકાને નર્દિેશ આપ્યો છે કે એ તપાસ કરે કે કેટલી ઇમારતો ઑક્યુપેશન સર્ટિફિકેટ (ઓસી) મેળવવા માટેના નિયમોનું પાલન કરે છે. ઘણી ઇમારતોએ ઓસી લેતી વખતે એના વિસ્તારમાં વરસાદના પાણીનો સંગ્રહ કરવાની શરતનું પાલન કરવાનો વાયદો કર્યો છે, પણ ખરેખર કેટલા લોકો આ નિયમનું પાલન કરે છે અને પાલન ન કરતા લોકો સામે શું પગલાં લેવામાં આવ્યાં છે એ હવે મેયર જાણવા માગે છે.

 

સુધરાઈએ ઓસી મેળવવાના નિયમ પ્રમાણે જે ડેવલપર વરસાદના પાણીનો સંગ્રહ કરવાની વ્યવસ્થા ઊભી કરવામાં નિષ્ફળ ગયો હોય તેની સામે કડક પગલાં લેવાનું નક્કી કર્યું છે. સુધરાઈએ જણાવ્યું છે કે હવેથી આ નિયમનું યોગ્ય રીતે પાલન થાય છે કે નહીં એનું બરાબર ધ્યાન રાખવામાં આવશેેે અને એનું પાલન કરવામાં ન આવ્યું હોય એવા સંજોગોમાં ડેવલપરને ઓસી આપવામાં નહીં આવે. ડેવલપર આ નિયમનું પાલન કરે છે કે નહીં એ વાતનું ધ્યાન રાખવા માટે સુધરાઈમાં રેઇન વૉટર હાર્વેસ્ટિંગ સેલ નામનો અલાયદો વિભાગ પણ ઊભો કરવામાં આવશે.

 

સુધરાઈએ ૨૦૦૨થી શહેરમાં ઊભાં કરવામાં આવેલાં તમામ બિલ્ડિંગો માટે વરસાદના પાણીનો સંગ્રહ કરવાની વ્યવસ્થા ઊભી કરવાનું ફરજિયાત બનાવ્યું છે, પણ ભાગ્યે જ આ નિયમનું પાલન થાય છે. આંકડા પ્રમાણે છેલ્લાં દસ વર્ષમાં શહેરમાં ૬૮૫૫ નવી ઇમારતો બની છે જેમાંથી ૩૮૪૭ જેટલી ઇમારતોમાં વરસાદના પાણીનો સંગ્રહ કરવાની કોઈ જ વ્યવસ્થા નથી.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK