બજેટ પછી પ્રૉપર્ટીના ભાવ ઘટવાની આશા પર ફર્યું પાણી

નજીવી રાહત સામે બિલ્ડર-ડેવલપર અને ગ્રાહકો પર ટાવર જેવો ઊંચો બોજ

 

 

(જયેશ ચિતલિયા)


નાણાપ્રધાને રિયલ એસ્ટેટ ઉદ્યોગ માટે આ વખતના બજેટમાં નવું કે નક્કર કહી શકાય એવું કંઈ જ કર્યું નથી. હકીકતમાં તો સાવ જ નજીવી અથવા નામની રાહત આપીને મોટો બોજ નાખી દીધો છે જેને પરિણામે બજેટ પછી પ્રૉપર્ટીના ભાવ ઘટશે એવી આશાએ ઘર ખરીદવાનું ટાળનાર વર્ગ પણ દુ:ખી થયો છે, કારણ કે હવે આ વર્ગે સર્વિસ-ટૅક્સના વધારાનો ભાર પણ ઊંચકવાનો આવશે. આ ઉપરાંત કસ્ટમ્સ-ડ્યુટીની વૃદ્ધિની વિપરીત અસર પણ રિયલ એસ્ટેટ ઉદ્યોગની કંપનીઓ પર થશે. આમ રિયલ્ટી સેક્ટરમાં ગ્રાહકથી માંડી ડેવલપર અને સપ્લાયર સુધીનો દરેક વર્ગ નિરાશ થયો છે.

 

નજીકના વિસ્તારોમાં સ્કોપ

 

અલબત, ફાઇનૅન્સ મિનિસ્ટરે અફૉર્ડેબલ હાઉસિંગને પ્રોત્સાહન મળે એ માટે થોડી રાહત ઑફર કરી છે તેમ જ આવા પ્રોજેક્ટોને લો કૉસ્ટ હાઉસ બનાવવા માટે એક્સ્ટર્નલ કમર્શિયલ બૉરોઇંગ (ઈસીબી) મેળવવાની છૂટ આપી છે, પરંતુ હાઉસિંગની મહાકાય સમસ્યા સામે એનાથી કોઈ મોટું પરિણામ મળશે નહીં એવો અભિપ્રાય રિયલ એસ્ટેટ ઇન્ડસ્ટ્રીના અગ્રણીઓે વ્યક્ત કર્યો છે. બજેટ પછી મુંબઈમાં પ્રૉપર્ટીના ભાવ નીચા આવશે એવી આશા પર તો પાણી ફરી ગયું છે; પણ મુંબઈ નજીકના વિરાર, કર્જત, નાલાસોપારા, બોઇસર, ડોમ્બિવલી જેવા વિસ્તારોમાં લો કૉસ્ટ હાઉસિંગને અથવા અફૉર્ડેબલ હાઉસિંગને ઉત્તેજન મળી શકે છે. આ પ્રોજેક્ટો માટે ઈસીબી માર્ગે તુલનાત્મક રીતે સોંઘું ધિરાણ મળવાની આશા રહેશે.

 

અફૉર્ડેબલ હાઉસિંગને ટૂંકો ટેકો

 

જે પ્રૉપર્ટીની કિંમત પચીસ લાખ રૂપિયા સુધીની છે એવી પ્રૉપર્ટી માટે ૧૫ લાખ રૂપિયા સુધીની લોન પર એક ટકો વ્યાજની સબસિડીની સ્કીમ ચાલુ રખાઈ એ સારું કહેવાય, પરંતુ આનાથી માત્ર સીમિત વર્ગને લાભ થશે. જોકે હાઇવેઝ અને અન્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર્સને વેગ આપવાની બાબત મુંબઈ બહારના કે નજીકના વિસ્તારોમાં અફૉર્ડેબલ હાઉસિંગના પ્રકલ્પો માટે પૉઝિટિવ ઘટના રહેશે. આ ઉપરાંત મુંબઈ-દિલ્હી ઇન્ડસ્ટિÿયલ કૉરિડોર પ્રોજેક્ટને સેન્ટ્રલ સહાય અને જૅપનીઝ સહયોગથી પ્રોત્સાહન મળશે જે મુંબઈની આસપાસ આ કૉરિડોરમાં આવતી જમીનના ભાવ ઊંચા લઈ જઈ શકે છે.

 

સૌથી વધુ ભાવવૃદ્ધિ ભારતમાં

 

એક આંતરરાષ્ટ્રીય સંસ્થાના ગ્લોબલ અભ્યાસ મુજબ ભારતમાં છેલ્લાં દસ વર્ષમાં હાઉસિંગના ભાવ આખી દુનિયા કરતાં સૌથી વધુ ઊંચા ગયા છે. ૨૦૦૧થી અત્યાર સુધીમાં આ ભાવ ૨૮૪ ટકા જેટલા વધી ગયા છે. ચીનમાં આ જ સમયગાળામાં હાઉસિંગની કિંમત ૪૭ ટકા જેટલી ઊંચી ગઈ છે. ભારત પછી સૌથી મોટા ભાવઉછાળામાં રશિયાનું નામ આવે છે જ્યાં પ્રૉપર્ટીના ભાવ દસકામાં ૨૦૮ ટકા ઊંચા ગયા છે.

 

મોંઘા ફ્લૅટ વધુ મોંઘા

 

આમ દાયકામાં સૌથી વધુ ભાવ પછી પણ આ વખતના બજેટમાં નજીવી રાહત સામે સૌથી મોટો બોજ સર્વિસ-ટૅક્સનો નાખી દેવાતાં પ્રૉપર્ટીઝ પહેલાં કરતાં મોંઘી થઈ જશે જેની ગંભીર અસર મુંબઈનાં મોંઘાં મકાનોને વધુ થશે. આ ઉપરાંત પ્રૉપર્ટીના સોદામાં એક ટકાનો ટીડીએસ (ટૅક્સ-ડિડક્ટેડ ઍટ ર્સોસ) લાગુ કરવાની જોગવાઈ પણ ભારે પડે એવી છે. જોકે સર્વિસ-ટૅક્સ જુલાઈથી અને ટીડીએસની જોગવાઈ ઑક્ટોબરથી લાગુ થવાની સંભાવના છે.

 

ટીડીએસ કઈ રીતે લાગુ થશે?

 

નાણાપ્રધાને પ્રૉપર્ટીના સોદાઓમાં એવી રીતે ટીડીએસ લાગુ કર્યો છે કે પ્રૉપર્ટી ખરીદનારે સેલરને પેમેન્ટ કરતી વખતે એક ટકો ટીડીએસ કાપી લેવાનો, પરંતુ અન્ડર-કન્સ્ટ્રક્શનના કિસ્સામાં કઈ રકમ પર ટીડીએસ કાપવાનો, કુલ રકમ પર કે હપ્તાની રકમ પર? એ સ્પષ્ટ કરવામાં નથી આવ્યું એવો સવાલ ઉઠાવતાં ગ્લોબલ રિયલ એસ્ટેટ અસોસિએશનના ચૅરમૅન અશોક નારંગ કહે છે કે જ્યારે ફૅમિલી મેમ્બર્સ વચ્ચે પ્રૉપર્ટી ભેટમાં અપાય ત્યારે શું થાય એ પણ પ્રfન ઊભો રહે છે.

 

મૉલ્સના ડેવલપરો નિરુત્સાહી

 

જાણીતા પ્રૉપર્ટી એક્સપર્ટ્સનું કહેવું છે કે સરકારે મલ્ટિ-બ્રૅન્ડ રીટેલ સેક્ટરમાં સીધા વિદેશી રોકાણનો નર્ણિય પણ પેન્ડિંગ રાખતાં મૉલ્સ સેગમેન્ટમાં વિપરીત અસર થશે. મૉલ્સના ડેવલપરોના ભાગે નિરાશા ફેલાશે. જે મૉલ્સ સફળ રહ્યા છે એમાં ભાડાં વધી શકે છે, જ્યારે નિષ્ફળ રહેલા મૉલ્સના વિકાસની સંભાવના ઘટી શકે છે. મુંબઈમાં ઘણા આઇટી (ઇન્ફર્મેશન ટેક્નૉલૉજી) પાર્ક ખાલી જગ્યા ધરાવે છે. જો બજેટમાં આઇટી અને આઇટીઆધારિત સર્વિસોને કરરાહત આપવામાં આવી હોત તો આ સેગમેન્ટને પ્રોત્સાહન મળી શકત.

 

ઇન્ડસ્ટ્રી સ્ટેટસ ન મળ્યું

 

જેની બહુ આશા રખાઈ હતી એ હોમલોન પરના વ્યાજનું ડિડક્શન ૧.૫૦ લાખ રૂપિયાથી વધારવાની કોઈ વિચારણા કરાઈ નથી તેમ જ રિયલ એસ્ટેટ સેક્ટરને ઉદ્યોગનો દરજ્જો આપવાની લાંબા સમયથી પેન્ડિંગ રહેલી ડિમાન્ડને પણ ધ્યાનમાં લેવાઈ નથી. જો આ સેક્ટરને ઇન્ડસ્ટ્રીનું સ્ટેટસ મળે તો એને ધિરાણ મેળવવામાં સરળતા પડે એટલું જ નહીં, સોંઘું ધિરાણ પણ મળી શકે જેની અસર લાંબા ગાળે કે એકંદરે પ્રૉપર્ટીના ભાવ પર પડે.

 

રાહતની આશા સામે ભારે બોજ : એમસીએચઆઇ

 

મહારાષ્ટ્ર ચેમ્બર ઑફ હાઉસિંગ ઇન્ડસ્ટ્રી (એમસીએચઆઇ)એ પણ આ વખતના બજેટ પ્રત્યે ભારે નિરાશા વ્યક્ત કરી છે. હાઉસિંગ ક્ષેત્ર સાથે સંકળાયેલા અગ્રણી બિલ્ડર-ડેવલપરના આ સંગઠને કહ્યું હતું કે ‘ઇન્ડસ્ટ્રીને ભરપૂર અપેક્ષા હતી કે રિયલ્ટીમાં ઊંચા ગયેલા બાંધકામખર્ચને તેમ જ વિવિધ સમસ્યાઓને ધ્યાનમાં રાખીને સરકાર રાહતનાં પગલાં ભરશે. સ્ટીલ, સિમેન્ટ, લેબરના વધેલા ખર્ચ ઉપરાંત મલ્ટિપલ કરવેરાને લીધે ઉદ્યોગ ભીંસમાં છે ત્યારે રાહતને બદલે નવો બોજ આવી પડ્યો છે.’

 

એમસીએચઆઇના પ્રેસિડન્ટ પારસ ગુંડેચાએ કહ્યું હતું કે ‘અફૉર્ડેબલ હાઉસિંગ માટે અપાયેલી એક્સ્ટર્નલ કમર્શિયલ બૉરોઇંગની સુવિધા માત્ર દેખાવ પૂરતી છે. ખાસ કરીને મુંબઈ જેવા શહેરમાં તો અફૉર્ડેબલ હાઉસિંગની વ્યાખ્યા બદલાઈ ગઈ છે. રિયલ્ટી ઉદ્યોગને સરકારે હતાશા સિવાય કંઈ જ નથી આપ્યું.’

 

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK