પોતાના બજેટમાં ન પ્રૉપર્ટી મળે છે, ન ચૉઇસના ફ્લૅટ

 

ભાવ ઘટવાની વાત ભૂલી જાઓ, વધે નહીં તો સારું : સ્ટીલ, સિમેન્ટ અને લેબર તેમ જ ફન્ડ-કૉસ્ટ બિલ્ડરોને ઘણાં જ ભારે પડી રહ્યાં છે : સર્વિસ-ટૅક્સ, સ્ટૅમ્પ-ડ્યુટી અને લોન-કૉસ્ટ ગ્રાહકોને ભારે પડશે

 

flat-in-budget(જયેશ ચિતલિયા)

 

કમલેશ ઠક્કર તેમના યુવાન પુત્રના ભવિષ્યને ધ્યાનમાં રાખી છેલ્લાં બે વરસથી કાંદિવલીમાં મોટો ફ્લૅટ શોધી રહ્યા છે, પરંતુ તેમને અતિ ઊંચા ભાવે ફ્લૅટ લેવાનું પોસાય એમ નહોતું એટલે તેમણે ભાવ ઘટવાની રાહ જોઈ. જોકે ભાવ ઘટવાને બદલે વધી ગયા. તેમણે ખેંચીને પોતાનું બજેટ વધાર્યું, પણ હવે ચૉઇસનો ફ્લૅટ મળતો નથી. અત્યારે કમલેશભાઈ પોતાની પાસે એક કરોડથી પણ વધુ રકમની વ્યવસ્થા કરીને સતત ફ્લૅટ શોધી રહ્યા છે. પરાંઓમાં જ નહીં, આખા શહેરમાં કમલેશભાઈ જેવા અનેક કિસ્સા છે. માત્ર બજેટમાં બેસે એવા જ નહીં, પોતાની ચૉઇસના ફ્લૅટ મેળવવા પણ હવે મુશ્કેલ બની રહ્યું છે. ક્યાંક બજેટ નડે છે તો ક્યાંક મનગમતી જગ્યા મળતી નથી. સમય જઈ રહ્યો છે અને ભાવ વધે એવા સંજોગો વધી રહ્યા છે. છેલ્લો ફટકો બજેટે મારી દીધો છે, જેની ખરી અસર તો જુલાઈમાં સર્વિસ-ટૅક્સ લાગુ થયા પછી સમજાશે. પચાસ લાખથી વધુ કિંમતની પ્રૉપર્ટીના વ્યવહારમાં ટીડીએસ (ટૅક્સ ડિડક્ટેડ ઍટ સોર્સ) લાગુ કરવાની જોગવાઈ પણ મુસીબત વધારવાની છે. વધુમાં રાજ્ય તરફથી સ્ટૅમ્પ-ડ્યુટીની તલવાર પણ લટકી રહી છે.

 

મુંબઈની રિયલ એસ્ટેટ માર્કેટમાં ગયા વષ્ોર્ નવાં ઘરોના વેચાણમાં આશરે ૪૦ ટકા જેટલો ઘટાડો થયો છે. એમાં હવે પછી આખા વરસ દરમ્યાન દસ ટકા જેવો સુધારો નોંધાય એવી સંભાવના છે. જોકે ચોક્કસ વિસ્તારો સિવાય પ્રૉપર્ટીના ભાવમાં કોઈ ઘટાડો થવાનાં એંધાણ વર્તાતાં નથી. પ્રૉપર્ટી માર્કેટનાં જાણકાર સાધનોની માહિતી મુજબ ડીસીઆર (ડેવલપમેન્ટ કન્ટ્રોલ રેગ્યુલેશન)ના સુધારા ઉપરાંત બાંધકામખર્ચ તેમ જ ધિરાણખર્ચ વધી જતાં આ વરસે પ્રૉપર્ટીના ભાવ હજી વધી શકે છે, પરંતુ ઘટવાની સંભાવના નહીંવત્ છે. એમ છતાં ૨૦૧૧ના એપ્રિલથી અત્યાર સુધીમાં નવાં ઘરોના વેચાણમાં થયેલા નોંધપાત્ર ઘટાડાને પગલે સાઉથ મુંબઈમાં નેપિયન સી રોડ, તાડદેવ, ઑપેરા હાઉસ અને પેડર રોડ જેવા વિસ્તારોમાં પ્રૉપર્ટીના ભાવ છથી સાત ટકા; વરલી, પ્રભાદેવી અને લોઅર પરેલ જેવા સેન્ટ્રલ મુંબઈના ભાગમાં ભાવ આઠથી દસ ટકા ઘટવાની શક્યતા જણાવાય છે.

 

પ્રાપ્ત્ા વિગતો પ્રમાણે ગયા વરસે બાંધકામખર્ચમાં પચીસ ટકા જેટલો વધારો થયો હતો, જ્યારે આ વરસે ૨૦૧૨માં વધુ સાતથી નવ ટકાનો વધારો થશે. આ રિસર્ચની ધારણા મુજબ મુંબઈમાં સિમેન્ટનો ભાવ પાંચ ટકા, સ્ટીલનો ભાવ સાતથી નવ ટકા અને લેબર-કૉસ્ટ ૧૦થી ૧૫ ટકા વધી શકે છે. બૅન્કધિરાણના અભાવે બિલ્ડરવર્ગે વૈકલ્પિક ધિરાણવ્યવસ્થા પર વધુ નિર્ભર રહેવું પડશે, જેને લીધે ફન્ડિંગ કૉસ્ટ પણ ઊંચી જ રહેશે. વધુમાં ડીસીઆરમાં કરવામાં આવેલા સુધારાને લીધે બિલ્ડરનો ખર્ચ ૧૫ ટકા ઊંચો જવાની સંભાવના પણ ઊભી છે. આ નવા રૂલ્સ જાન્યુઆરી ૨૦૧૨થી અમલમાં આવ્યા છે, જેમાં એફએસઆઇ (ફ્લોર સ્પેસ ઇન્ડેક્સ)ની ગણતરીમાં કરાયેલા ફેરફારને પગલે બિલ્ડરનો વેચાણનો કુલ એરિયા ઘટી જશે એટલે તેની આવકમાં ઘટાડો નોંધાશે. જોકે નવા રૂલ્સ મુજબ બિલ્ડર રેડી રેકનરના ભાવના ૬૦ ટકા પ્રમાણે ફી ચૂકવીને કરન્ટ એફએસઆઇના ૩૫ ટકા જેટલી વધારાની એફએસઆઇ ખરીદી શકશે. અલબત્ત, આમ કર્યા પછી તેનો ખર્ચ તો વધે જ છે.

 

રીડેવલપમેન્ટની રાહમાં

 

જ્યાં સુધી પરાંઓનો સવાલ છે ત્યાં સુધી જાણીતાં કે ડેવલપ્ડ પરાંઓમાં ડિમાન્ડ સતત રહે છે, પરંતુ ભાવ લોકોના ગજાબહાર ગયા હોવાથી ખરીદી ઓછી થાય છે. રીસેલ સોદાઓ પણ ઘટી રહ્યા છે. સંખ્યાબંધ મકાનો જૂનાં થયાં હોવાથી રીડેવલપેન્ટની રાહ જોઈ રહ્યાં છે. અનેક બિલ્ડરો-ડેવલપરો માટે રીડેવલપમેન્ટ એકંદરે સસ્તો માર્ગ છે જ્યાં તેઓ સારો નફો કરી શકે અને સામે પક્ષે એ મકાનના રહેવાસીઓ માટે પણ એ બેટર વિકલ્પ બની શકે છે, કારણ કે જો બન્ને પક્ષના પરસ્પર હિતમાં આ કામ થાય તો એની સફળતાની સંભાવના વધી જાય છે. જોકે આમ થઈ રહ્યું ન હોવાથી ઘરોમાં ડિમાન્ડ સામે સપ્લાય ઓછી જ રહે છે. આ કારણસર પણ ભાવ નીચા આવવાના ચાન્સ રહેતા નથી.

 

નિર્ણયો પાછળ ઠેલાયા

 

ઊંચા વ્યાજદર, આર્થિક મંદી, ધીમો પડેલો આર્થિક વિકાસ અને મોંઘવારીને પરિણામે ગ્રાહકો ખરીદીનો નિર્ણય લંબાવતા રહ્યા હતા. વળી ભાવ ઘટવાની આશાએ પણ ખરીદીનો નિર્ણય પાછળ ઠેલાતો રહ્યો હતો, પણ હવે જ્યારે ભાવ ઘટવાની સંભાવના ઓછી અને  વધવાની ઊંચી છે ત્યારે ગ્રાહકો તરફથી નવાં ઘરોની ડિમાન્ડ દસ ટકા જેટલી વધવાની આશા રખાય છે. ૨૦૧૧માં સેન્ટ્રલ અને સાઉથ મુંબઈમાં ભાવ અનુક્રમે ૨૦ અને ૧૦ ટકા ઘટ્યા હોવા છતાં હજી પરવડે એવા સ્તરે રહ્યા નથી એટલે એમાં વધુ ઘટાડાની અપેક્ષા છે, જ્યારે મુંબઈના બાકીના વિસ્તારોમાં ભાવ જ્યાં છે ત્યાં જળવાઈ રહેવાની ધારણા છે.

 

પરાંઓના પૉશ વિસ્તારો

 

મુંબઈના અમુક પૉશ વિસ્તારોની જેમ પરાંઓમાં પણ ચોક્કસ વિસ્તારો પૉશ કૅટેગરીમાં આવી ગયા છે, જ્યાં ભાવ એવા ઊંચા સ્તરે પહોંચી ગયા છે કે એની ખરીદી ૯૦ ટકા લોકોને પોસાય એવી રહી નથી. પરિણામે આ ૯૦ ટકામાંથી પચાસ ટકા લોકો તો બીજા વિસ્તારો તરફ ફંટાઈ રહ્યા છે, જ્યારે બાકીના લોકો ભાવ ઘટવાની રાહ જોઈ રહ્યા છે. ક્યાંક કોઈ પ્રૉપર્ટી વેચનારની ગરજે મળે જાય એવી આશાએ જગ્યા શોધતા રહે છે. રીડેવલપમેન્ટના કિસ્સામાં તો દસ બિલ્ડિંગ સાથે ચર્ચા કર્યા પછી માંડ એકાદ ફાઇનલ થાય એવી સ્થિતિ બને છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK