નવી એફએસઆઇ : શહેરને ફાયદો ગ્રાહકને નુકસાન

 

મુખ્ય પ્રધાનના મત પ્રમાણે પાર્કિંગ-પ્લૉટ કે અગાસી જેવી ખાલી જગ્યા માટેની રકમ બિલ્ડરે ચૂકવવી જોઈએ : જોકે એક્સપર્ટોનું કહેવું છે કે છેવટે તો બિલ્ડર ગ્રાહકો પાસેથી જ પૈસા વસૂલ કરશે


balcony-gardeningમહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન પૃથ્વીરાજ ચવાણે નોંધનીય વિકાસ માટે મુંબઈના સુધરાઈના વડા સુબોધ કુમાર દ્વારા અપાયેલો ડેવલપમેન્ટ કન્ટ્રોલ રૂલને બદલવાનો પ્રસ્તાવ મંજૂર કર્યો છે. આ નિયમને લીધે વધારાની જગ્યાનો ગેરલાભ બિલ્ડરો ઉઠાવી નહીં શકે.

ડેવલપમેન્ટ કન્ટ્રોલ રૂલમાં ફેરફાર થવાને લીધે હવે બિલ્ડિંગના લે-આઉટની જગ્યા જેવી વધારાની જગ્યા એફએસઆઇ (ફ્લોર સ્પેસ ઇન્ડેક્સ)માં ગણાઈ જશે. બાલ્કની, ફ્લાવર-બેડ અને અગાસી જેવો વિસ્તાર એફએસઆઇમાં નહોતો ગણાતો અને પાર્કિંગની જગ્યાને ખોટી રીતે બતાવી આવી વધારાની જગ્યાઓનો ઉપયોગ બિલ્ડર ફ્લૅટ બાંધવામાં કરી લેતા, પણ આ નવી પરિવર્તિત થયેલી પૉલિસીને કારણે બિલ્ડરે હવે રેસિડેન્શિયલ બાંધકામ માટે ૩૫ ટકા અને ઇન્ડસ્ટ્રિયલ બાંધકામ માટે ૨૦ ટકાનું પ્રીમિયમ ભરી એફએસઆઇ ખરીદવી પડશે.

ખુશીના સમાચાર એ છે કે હવે બિલ્ડિંગ બાંધકામના પ્રોજેક્ટો વધુ ઝડપથી અને વિલંબ વગર પૂરા થશે તેમ જ ખરીદનાર ગ્રાહકોને ઈએમઆઇ (ઇક્વેટેડ મન્થ્લી ઇન્સ્ટૉલમેન્ટ)ના બોજથી થોડીઘણી રાહત મળશે. આ ઉપરાંત તમે ઝડપથી ફ્લૅટનું પઝેશન પણ મેળવી શકશો. જોકે આને લીધે ગવર્નમેન્ટની આમદાની વધશે. જોકે ઉપર લીધેલાં પગલાંને કારણે પ્રૉપર્ટીનો ભાવ વધવાની પણ ઘણી શક્યતા છે.


ઘર ખરીદનારે વધુ પૈસા ચૂકવવા પડશે

એક ડેવલપર આનો વિરોધ દર્શાવતાં કહે છે, ‘ગવર્નમેન્ટ બિલ્ડિંગના એફએસઆઇ-ફ્રી વિસ્તાર માટે ચેકિંગ કરવાને બદલે એના પૈસા ચાર્જ કરે છે એને લીધે છેવટે તો આની અસર ભાવ પર પડે છે અને ભાવ વધે છે. એટલે મધ્યમવર્ગના માનવીને ઘર ખરીદતી વખતે હવે વધુ પૈસા હવે ચૂકવવા પડશે. માર્કેટની આવી પરિસ્થિતિને લીધે આ મુદ્દો ઘર ખરીદનારા મધ્યમવર્ગના લોકોને હચમચાવી જશે અને એની અસર તેમના પર પડશે.’

આ બાબતે અગ્રગણ્ય બિલ્ડર નિરંજન હીરાનંદાની ચિંતા વ્યક્ત કરતાં કહે છે, ‘ખરીદનાર ગ્રાહક પહેલેથી જ એક ઘર ખરીદવા પર ૩૨ ટકા જેટલી રકમ ટૅક્સ તરીકે ચૂકવતો હોય છે. આમ પણ હાઉસિંગ પરના ટૅક્સ બાબતે ખૂબ ગરબડ છે. ૬૫ ટકાના કરને બદલે ગવર્નમેન્ટે ફક્ત વીસથી પચીસ ટકાનો કર લગાડવો જોઈએ. ગવર્નમેન્ટની નજર તમે કેટલાં ઘર બાંધો છો એના પર નહીં પણ ગ્રાહકો પાસેથી કેટલા પૈસા ચૂસી શકાય એના પર છે. હાઉસિંગ હવે બધા માટે સારુંએવું દૂધ આપનારી ગાય જેવું બની ગયું છે. અમુક એક્સપર્ટો તો ચેતવણી આપવાના સૂરે કહે છે કે ઘર ખરીદનારા મધ્યમવર્ગના ગ્રાહકો કાયદાકીય રીતે બંધાયેલા અને જેની મંજૂરી મળી હોય એવા જ બાંધકામવાળા ઘર ખરીદવા માગે છે. એમ છતાં એનો ભાવ ઓછો કરવા માટે પણ ઘરાકોએ સખત મગજમારી કરવી પડશે.


અપાર્ટમેન્ટની સાઇઝમાં પરિવર્તન

આ નિર્ણયનું બીજું પરિણામ એ હશે કે જે ઘરાકોએ બંધાતા બિલ્ડિંગમાં ફ્લૅટ બુક કરાવ્યો છે તેમને ફ્લૅટની સાઇઝ અને લે-આઉટમાં થોડું સમાધાન કરવું પડશે. બાલ્કની, ફ્લાવર-બેડ જેવી ફ્રી એફએસઆઇ જેવી જગ્યાઓ હવે આ નવા નિયમને કારણે ઘરના લે-આઉટમાં નહીં ગણાઈ શકે અને એને લીધે મોટો ફેરફાર થશે. આ બાજુ ઘણા એક્સપર્ટોનું કહેવું છે કે આ પગલું રીડેવલપમેન્ટ યોજનાને દબાવવા માટે લેવાયેલું છે. તેમનું માનવું છે કે આજની પરિસ્થિતિમાં રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ હોય તો એને બેની એફએસઆઇ મળે છે અને એસઆરપી એટલે કે સ્લમ રીડેવલપમેન્ટ ઑથોરિટી પ્રોજેક્ટને ત્રણની એફએસઆઇ મળે છે. આ યોજના બધા માટે સમાન નથી. ખાસ કરીને શહેરમાંની નાની જમીન માટે રીડેવલપમેન્ટ કરવું યોગ્ય નહીં રહે.


બિલ્ડર વધુ જવાબદાર રહેશે

નવા કાયદા-કાનૂન પારદર્શકતા વધારી રિયલ એસ્ટેટના ક્ષેત્રે ચીટિંગની શક્યતા ઓછી કરાવશે. આ કાયદો મુંબઈમાં પ્રૉપર્ટી ખરીદનારા ગ્રાહકોના હિતમાં વિચારાયેલો છે. આ ફેરફારને લીધે મનફાવે એમ લેવામાં આવતા નર્ણિયો અટકશે અને ભાવમાં પણ સ્થિરતા આવશે. અહીં એક બીજો મુદ્દો પણ આપણે વિચારવા જેવો છે કે શહેર પર આની શું અસર થશે? પાણી, વીજળી, નાળાં, ફરજિયાત બગીચા અને વિકાસની બીજી સગવડો પર પણ ધ્યાન કેન્દ્રિત કરવું જરૂરી છે. મુંબઈને વધુ ફેલાવાની જગ્યા ન હોવાને કારણે એને હવે વધુ વિસ્તારવાની જરૂર નથી, પણ એની સુંદરતા કેવી રીતે ટકાવી રાખવી એ હવે જોવાનું છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK