નવી મુંબઈ બની રહ્યું છે રોકાણકારોનું ફેવરિટ

કરંજાડે, ઉલ્વે અને દ્રોણગિરિ જેવા વિસ્તારોમાં લૉન્ચ થઈ રહ્યા છે પરવડે એવા આકર્ષક પ્રોજેક્ટ્સ




તાજેતરમાં રિયલ એસ્ટેટ સર્વિસના જાહેર થયેલા લેટેસ્ટ રર્પિોટ ‘માર્કેટ વ્યુ ઇન્ડિયા રેસિડેન્શિલ’ પ્રમાણે નવી મુંબઈ અને થાણે જેવા વિસ્તારોમાં સતત રોકાણકારોનો રસ વધી રહ્યો છે. આ વિસ્તારના ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો સારી રીતે વિકાસ થઈ રહ્યો છે અને નવી મુંબઈ પાસેના નવા પ્રસ્તાવિત ઍરર્પોટને કારણે રોકાણકારો અહીં રોકાણ કરવામાં સક્રિયતા દેખાડી રહ્યા છે. નવી મુંબઈના ઓછા જાણીતા કરંજાડે, ઉલ્વે અને દ્રોણગિરિ જેવા વિસ્તારોમાં હાલમાં સિડકો દ્વારા ડેવલપમેન્ટનું કામ હાથ ધરવામાં આવ્યું છે અને આ વિસ્તાર પ્રસ્તાવિત ઍરર્પોટથી બહુ નજીક હોવાને કારણે એમાં રોકાણકારોએ રસ દર્શાવ્યો છે.

આ વિશે વાત કરતાં હીરાનંદાની કન્સ્ટ્રક્શનના મૅનેજિંગ ડિરેક્ટર નિરંજન હીરાનંદાની કહે છે કે ‘જ્યારથી પનવેલના આસપાસના વિસ્તારની પસંદગી ઍરર્પોટ માટે થઈ છે ત્યારથી અહીં ભારે વિકાસ થઈ રહ્યો છે અને હવે પનવેલ વિકાસનું કેન્દ્ર બની ગયું છે. તળ મુંબઈમાં ડેવલપમેન્ટ માટે વિશાળ જગ્યા નથી અને આ કારણે ડેવલપમેન્ટને મુદ્દે ત્યાં એક સેચ્યુરેશન પૉઇન્ટ આવી ગયો છે. આની સરખામણીમાં પનવેલ જેવી જગ્યાએ પુષ્કળ જમીન ઉપલબ્ધ હોવાને કારણે વિકાસ માટે સારી એવી શક્યતાઓ છે. વળી, પનવેલની બીજી હકારાત્મક બાજુઓમાં સારું લોકેશન, કનેક્ટિવિટી અને સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કરી શકવાની ક્ષમતા છે.’

દર વીક-એન્ડમાં ઢગલાબંધ રોકાણકારો પોતાની કારોમાં બેસીને અહીં પ્રૉપર્ટી ખરીદવાની શક્યતા ચકાસવા આવે છે અને આ વાત જ પનવેલનો ઇન્વેસ્ટમેન્ટ માટેના વિકલ્પ તરીકે વધી રહેલા ગ્રાફને દર્શાવે છે. પનવેલમાં આદર્શ ઇન્વેસ્ટમેન્ટ ઑપ્શન માટેનાં બધાં જ પરિબળો હાજર છે. ઓછા બજેટમાં પ્રૉપર્ટી ખરીદવા માગતા ખરીદદારો પાસે વીસ લાખ કરતાં ઓછા બજેટમાં નજીકના વિચુમ્બે નામના વિસ્તારમાં એક બેડરૂમ હૉલ કિચનના ફ્લૅટનો વિકલ્પ ઉપલબ્ધ છે. આ તારણો વિશે કમેન્ટ કરતાં આ રિયલ એસ્ટેટ સર્વિસના ચીફ મૅનેજિંગ ડિરેક્ટર અંશુમાન મૅગેઝિન કહે છે કે ‘દેશમાં મુંબઈ ઇન્વેસ્ટમેન્ટ માટેનું મુખ્ય કેન્દ્ર બની રહ્યું છે ત્યારે અફૉર્ડબિલિટીનો મુદ્દો પણ મહત્વનો બની રહ્યો છે. બૅન્કોના વધી રહેલા વ્યાજદર અને પરિણામે રોકાણકારોના ઘટી રહેલા રસની રિયલ એસ્ટેટ સેક્ટર પર બહુ ખરાબ અસર પડી છે.’

નવી મુંબઈ પાસે નવું ઇન્ટરનૅશનલ ઍરર્પોટ બનાવવા માટે જમીન અંકે કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. આ ઍરર્પોટને કારણે જ આ વિસ્તારના ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને રિયલ એસ્ટેટ સેક્ટરમાં ઉછાળો આવ્યો છે. ૨૦૦૫માં જ અહીં ઍરર્પોટ બનવાનું હોવાની ચર્ચા શરૂ થઈ હતી, પણ આ વર્ષે વીસ હજાર કરોડ રૂપિયાના આ પ્રોજેક્ટને સેન્ટ્રલ ગવર્નમેન્ટની સત્તાવાર મંજૂરી મળી ગયો બાદ આ વિસ્તારના પ્રૉપર્ટી માર્કેટમાં જબરો ઉછાળો નોંધાયો છે. આ વિશે વાત કરતાં પ્રોગ્રેસિવ ગ્રુપના ડિરેક્ટર દેવાંગ ત્રિવેદી કહે છે કે મ્હાપેમાં આવેલા મિલેનિયમ બિઝનેસ પાર્ક અને ઐરોલીના આઇટી પાર્કથી નવી મુંબઈને ગ્લોબર સ્તરે સ્થાન મળ્યું છે.

અત્યાર સુધી વણખેડાયેલું પનવેલ હવે નવા ટ્રાન્સફૉર્મેશન માટે તૈયાર છે. અહીં તેમ જ આસપાસના વિસ્તારો કરંજાડે, ઉલ્વે અને દ્રોણગિરિમાં પણ સારા પ્રોજેક્ટ લૉન્ચ થઈ રહ્યા છે જેને કારણે વધારે ને વધારે રોકાણકારો એની તરફ આકર્ષાઈ રહ્યા છે.

સિડકો - CIDCO = ધ સિટી ઍન્ડ ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ કૉર્પોરેશન ઑફ મહારાષ્ટ્ર લિમિટેડ

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK