ફ્લૅટ ખરીદો ત્યારે તમે ચૂકવતા પૈસાનું વળતર મેળવવા આટલું તો હોવું મસ્ટ

ફ્લૅટની સાથે ફૅન્ટૅસ્ટિક લૅન્ડસ્કેપિંગ, ફાઉન્ટન સાથેનો પાર્ક, સ્વિમિંગ-પૂલ જેવી અનેક સુવિધાઓ ઑફર કરવામાં આવતી હોય છે. ખરીદદાર ઘણી વાર કઈ સુવિધા સાથેનો ફ્લૅટ પસંદ કરવો એ નક્કી નથી કરી શકતા. પૈસા જેમાં ખરી રીતે વસૂલ થઈ જાય એવી પાંચ સુવિધાઓ જોઈએ.

 

 

ફાયર અલાર્મ સિસ્ટમ


તમે રહેતા હો એ સ્થળની સંપૂર્ણ વિગતો અને તમારો સંપર્ક કઈ રીતે કરવો એને લગતી વિગતો સાથેના એક પ્રાઇમરી સ્ટેશન સાથે ફાયર અલાર્મ સિસ્ટમ જોડાયેલી હોય છે. આનો અર્થ એ થયો કે જો આગ લાગે તો આ કેન્દ્ર શક્ય એટલી વધુ ઝડપથી તમારો સંપર્ક કરે અને તમને બચાવવાની કોશિશ શરૂ કરી દે. તમારું બિલ્ડિંગ આવી સિસ્ટમમાં પૈસા ઇન્વેસ્ટ કરે એ જરૂરી છે. મોટે ભાગે આ કામ અનુભવી ફાયર અલાર્મ મૉનિટરિંગ કંપની કે તંત્રને સોંપવામાં આવે છે. મશીનરી જૂની થાય તો એની જગ્યાએ નવી લાવવાનું કામ પણ આ કંપની જ કરશે, જેથી માર્કેટમાં ઉપલબ્ધ છેલ્લામાં છેલ્લાં સાધનો તમારા બિલ્ડિંગમાં આવી જાય.

 

રેઇનવૉટર હાર્વેસ્ટિંગ


આજકાલ બધી જ સોસાયટીઓ પર્યાવરણ બાબતે સજાગ બની રહી છે અથવા તો એવો દાવો કરી રહી છે. તમારા કૉમ્પ્લેક્સમાં કોઈક સસ્ટેનેબલ પ્રોસેસ હોવી જોઈએ. વરસાદનું પાણી ગટરમાં વહી જાય એને બદલે એનો સંગ્રહ કરીને પછીથી એને ઉપયોગમાં લેવામાં આવે તો ઘણું સારું પડે. મુંબઈ જેવાં પાણીની અછત ધરાવતાં શહેરોમાં રેઇનવૉટર હાર્વેસ્ટિંગનું વિશેષ મહત્વ છે. રેઇનવૉટર હાર્વેસ્ટિંગને લીધે પાણીને લગતી સલામતી વધે છે. જો આપણે પાણીને સીધું જ મેળવીને એનો સંગ્રહ કરીએ તો પછી ડૅમની જરૂર નહીં પડે. આ ઉપરાંત વરસાદનું પાણી રસ્તા પર નહીં વહે એટલે શહેરમાં પાણી ભરાવાની ઘટના પણ ઓછી બનશે.

 

પાવર બૅક-અપ


મુંબઈમાં વીજળી વિના કેવી રીતે ચાલે? ઘર ખરીદતાં પહેલાં તમે જરા શાંતિથી વિચારશો તો જણાશે કે વીજળીના બૅક-અપની વ્યવસ્થામાં તમારા પૈસાનું પૂરું વળતર મળે છે. જો તમારી પાસે પૂરતું પાવર બૅક-અપ ન હોય તો પાવરકટ અને લોડશેડિંગમાં તમે હેરાનપરેશાન થઈ જશો. આવી કટોકટીની પૂરી વ્યવસ્થા તમારા બિલ્ડિંગમાં હોવી જરૂરી છે.

 

એક સારું ક્લબહાઉસ


દોડધામભર્યા આ શહેરમાં તમારે કસરત કરવા, સ્વિમિંગ કરવા કે હળવાશ અનુભવવા માટે સંઘર્ષ કરવો ન પડે એટલી વ્યવસ્થા તો હોવી જ જોઈએ. ઘણાં ક્લબહાઉસો હંમેશાં ભરચક રહેતાં હોય છે અને કસરત માટેનાં સાધનો મોટા ભાગે બીજા કોઈના વપરાશમાં જ રહેતાં હોય છે. ક્લબહાઉસમાં એક સાધનદીઠ કેટલા ઉપયોગકર્તા છે એનો રેશિયો તપાસી જુઓ. એ જ રીતે સ્વિમિંગ પૂલનાં ટાઇમિંગ્સ, એની સ્વચ્છતા અને નિયમો પહેલાં જાણી લો. મોટા ભાગની સોસાયટીઓનું ક્લબહાઉસ શરૂઆતમાં ભવ્ય હોય છે અને છેવટે એ ખંડેર જેવું બની જતું હોય છે.

 

પાર્કિંગની સુવિધા


ઘરદીઠ કારની સંખ્યા વધી રહી હોવાને લીધે તમારા પરિવારને કમસે કમ બે કારપાર્કિંગ એરિયા અલૉટ કરવામાં આવે એની તકેદારી રાખવી જોઈએ.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK