મુંબઈનો ડેવલપમેન્ટ પ્લાન રદ થતાં અનેક પ્રોજેક્ટ્સ સહિત ઇન્વેસ્ટમેન્ટ પણ અટવાઈ ગયાં

સપ્લાય પર અસર નિશ્ચિત, પરંતુ ભાવ વધવાની શક્યતા નહીંવત્

building


મુંબઈ ડેવલપમેન્ટ પ્લાનને સ્ક્રૅપ કરવાના મહારાષ્ટ્ર સરકારના નિર્ણયથી રિયલ્ટી માર્કેટની મુશ્કેલીઓમાં વધારો થશે. શહેરની વિકાસ યોજનામાં સ્પક્ટતાના અભાવે લૅન્ડ પાર્સલ, પુનર્વિકાસના પ્રોજેક્ટ્સ તેમ જ આ પ્રોજેક્ટ્સને ભંડોળ પૂરું પાડનારા પ્રાઇવેટ ઇક્વિટી ટ્રાન્ઝેક્શન્સ પણ અટવાઈ ગયાં છે. નવા લૉન્ચ થનારા પ્રોજેક્ટ્સની સંખ્યામાં ઘટાડો થશે, આ સાથે જ સપ્લાય પર પણ અસર વર્તાશે. જોકે આમ છતાં પણ લાંબા સમયથી મંદીની અસર હેઠળ રહેલા પ્રૉપર્ટી માર્કેટમાં ભાવ ઊંચકાવાની શક્યતા નથી. ફેબ્રુઆરીમાં મ્યુનિસિપલ કૉર્પોરેશન ઑફ ગ્રેટર મુંબઈ (MCGM)એ ન્યુ ડેવલપમેન્ટ પ્લાન-૨૦૩૪ જાહેર કર્યા બાદથી શહેરના અનેક પ્રોજેક્ટ્સ અટકી પડ્યા છે, પરંતુ યોજનામાં રહેલી ખામીઓને કારણે ટીકાપાત્ર બનતાં સરકારે એને પડતો મૂકવાની ફરજ પડી હતી.

એકથી ત્રણ વર્ષ કામકાજ ઠપ?

રાજ્ય સરકારે ૪ મહિનાના સમયગાળામાં સુધારિત યોજના રજૂ કરવાનો શહેર વિકાસ યોજના વિભાગને આદેશ આપ્યો છે. શહેરના અગ્રણી ડેવલપર્સના મત અનુસાર સંબંધિત યોજનામાં રહેલી ભૂલો ધ્યાન પર લઈ સરકાર એને સુધારી રહી છે એ અગત્યની બાબત છે, કદાચ હવે વધુ સારી યોજના તૈયાર થઈ શકશે. રાજ્ય સરકાર પાસેથી પ્રાપ્ત નિર્દેશાનુસાર શહેર વિકાસ યોજના વિભાગ શહેરમાં નવા પ્રોજેક્ટને મંજૂરી આપવા માટે વર્તમાન તેમ જ પ્રસ્તાવિત DP-૨૦૩૪ની જોગવાઈઓનું કડકપણે પાલન કરશે. આમ વર્તમાન પ્રોજેક્ટ્સને મંજૂરી નહીં મળી શકશે તેમ જ નવા પ્રોજેક્ટ્સ પણ હાથ પર નહીં લઈ શકાય એમ લગભગ એક વર્ષ માટે સંપૂર્ણ ઉદ્યોગમાં કામગીરી ઠપ થઈ જશે અને આને લીધે લગભગ ત્રણ વર્ષના ગાળા સુધી સપ્લાય પર પણ અસર પડશે.

હવે નવેસરથી થશે

DP-૨૦૩૪ની જાહેરાત પૂર્વે અનેક રિયલ્ટર્સે મુંબઈમાં પુનર્વિકાસ યોજનાઓની જાહેરાત કરી હતી, પરંતુ યોજનામાં સ્પક્ટતાના અભાવે પ્રોજેક્ટ તેમ જ એના મૂલ્યાંકનમાં વિલંબ થયો હતો. સરકારે અમુક ઝોન અને પ્લૉટ્સની ખોટી રીતે કરાયેલી ફાળવણીને ધ્યાન પર લઈ એને શહેર વિકાસ યોજના વિભાગે ફરીથી તૈયાર કરવાના આદેશ આપ્યા હતા. આ યોજના તૈયાર થયા બાદ એને નાગરિકોનાં સૂચન કે વાંધા માટે રજૂ કરવામાં આવશે. આ તમામ કાર્યવાહીમાં સહેજે એકાદ વર્ષનો સમય લાગશે.

કેટલા પ્રોજેક્ટને અસર?

ડેવલપમેન્ટ પ્લાનને રદ કરવાને કારણે આગામી ચાર મહિનામાં આશરે ૧૬૦૦ જેટલા પ્રોજેક્ટને અસર પડશે. ઇન્ડસ્ટ્રીના અનુમાન અનુસાર આશરે પચીસ ટકા પ્રોજેક્ટને આ નિર્ણયથી અસર પડી છે. દર પખવાડિયે સુધરાઈના બિલ્ડિંગ પ્રપોઝલ ડિપાર્ટમેન્ટમાં આશરે ૭૫૦થી ૯૦૦ જેટલી દરખાસ્તો આવે છે.

આર્કિટેક્ટો શું કહે છે?

આ વિશે આર્કિટેક્ટોનું કહેવું છે કે મુખ્ય પ્રધાને ડેવલપમેન્ટ પ્લાનમાં સુધારો કરવા કહ્યું છે. વળી કોઈ પણ પ્રોજેક્ટને પાસ કરવા માટે જૂના અને નવા એમ બન્ને ડેવલપમેન્ટ પ્લાનનો આધાર લેવાનો છે. નવા પ્લાનને આધારે રિઝર્વેશનો અને રોડ-વાઇડનિંગનું ધ્યાન રાખવાનું છે. આમ રિયલ એસ્ટેટ સેક્ટરને આ નિર્ણયથી ફટકો પડશે.

ઑર્ડરમાં શું કહેવાયું છે?


૨૩ એપ્રિલે અર્બન ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા બહાર પાડવામાં આવેલા આદેશ અનુસાર ડેવલપમેન્ટ પ્લાનમાં જરૂરી સુધારા કરીને પછી ચાર મહિનામાં એને ફરીથી રિલીઝ કરવામાં આવે. એ પછી એના વિશે લોકો પાસેથી સજેશન્સ અને ઑબ્જેક્શન્સ મગાવવામાં આવે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy