MMRDA થાણેમાં ૧૭૦૦ ફ્લૅટ ભાડા પર આપશે

એમએમઆરડીએના અધિકારીઓ થાણે મ્યુનિસિપલ કૉર્પોરેશન (ટીઅમેસી) પાસેથી ઑક્યુપેશન સર્ટિફિકેટ (ઓસી) અને સ્ટેટ ગવર્નમેન્ટની લૉટરી સિસ્ટમની મંજૂરીની રાહ જોઈ રહ્યા છે. જે લોકો થાણેમાં ભાડેથી ઘર લેવા ઇચ્છતા હોય તેમને એમએમઆરડીએએ લૉટરી સિસ્ટમ દ્વારા રેન્ટલ હાઉસિંગ પ્રોજેક્ટ યોજના હેઠળ ૧૭૦૦ ફ્લૅટ ભાડે આપવાનો નર્ણિય કર્યો છે.

એમએમઆરડીએના અધિકારીઓ કહે છે, ‘થાણેમાં રેન્ટલ હાઉસિંગ પ્રોજેક્ટ હેઠળ એમણે બાંધેલાં લગભગ ૧૭૦૦ ઘર છે, જે પૂરાં થઈ ચૂક્યાં છે અને અમે ટીએમસી દ્વારા આપવામાં આવતા ઓસીની રાહ જોઈ રહ્યા છીએ. સરકાર દ્વારા નિમાયેલી રેન્ટલ હાઉસિંગ કમિટીએ પોતાનો અહેવાલ આપી દીધો છે અને હવે અમે સરકારના નર્ણિયની રાહ જોઈ રહ્યા છીએ. નર્ણિય લેવામાં આવશે એટલે તરત અમે લૉટરી સિસ્ટમની યોજના ઘડીશું.’

ઑગસ્ટ ૨૦૧૨માં એમએમઆરડીએ લગભગ ૩૦૦૦ ઘર ભાડેથી આપવાની હતી. મૂળ યોજના પ્રમાણે રેન્ટલ સ્કીમ હેઠળ એ બજારમાં પરવડી શકે એવા ૧૬૦ સ્ક્વેરફૂટ હિસાબે ફ્લૅટ ભાડે આપવાનાં હતાં પણ બિલ્ડિંગની જાળવણી તેમ જ ભાડું એકઠું કરવાની બાબતો થોડી કપરી હોવાને લીધે એમએમઆરડીએના સત્તાવાળાઓ આ ફ્લૅટો વચ્ચેની દીવાલ તોડી આ જગ્યાને બમણી કર્યા પછી એને ભાડે આપવાનો વિચાર કરી રહ્યા છે.

એમએમઆરડીએના ઉપરી અધિકારીઓએ જણાવ્યું હતું કે આશરે ૩૦૦૦ જેટલાં ભાડાનાં ઘર તૈયાર છે અને એને જાહેર જનતા સમક્ષ ખુલ્લા મૂકતાં પહેલાં એને મોટાં કરવાનું વિચારી રહ્યા છીએ. એમએમઆરડીએના સ્રોત દ્વારા જાણવા મળ્યું છે કે તેઓ બે ફ્લૅટ વચ્ચેની દીવાલ તોડી નાખીને ૧૬૦ સ્ક્વેરફૂટ જગ્યાને ૩૨૦ સ્ક્વેરફૂટ જગ્યામાં ફેરવી નાખી નાના ફ્લૅટને બમણા કરી દેશે.

એમએમઆરડીએએ સ્લમ પ્રિવેન્શન પ્રોગ્રામ હેઠળ આ મહત્વાકાંક્ષી રેન્ટલ હાઉસિંગ પ્રોજેક્ટ ચાર વર્ષ પહેલાં જાહેર કર્યો છે. આ યોજનાનો હેતુ ઠેકઠેકાણે ઊગી નીકળતા ઝૂંપડપટ્ટી વિસ્તારને રોકવા માટે હતો. પાંચ વર્ષમાં પાંચ લાખ ઘર બનાવવાનો નર્ણિય લેવામાં આવ્યો હતો. જોકે એમએમઆરડીએ માટે આ સપનું સંભવિત થવાની શક્યતા અત્યારે તરત તો બહુ દૂરની લાગે છે.



Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK