હોમલોન લેતી વખતે ચાર સલાહ

ઘર માટે લીધેલી હોમલોન તમારા ઘરખર્ચનો એક હિસ્સો છે અને એ જવાબદારી તમારા નાણાકીય પ્રવાહ પર અનેક રીતે અસર કરે છે. આમ તો પોતાનું ઘર ખરીદવું અને ઘરના માલિક બનવું ખૂબ સારું લાગે છે, છતાં લોનની અસર આપણા ભવિષ્ય પર કેવી પડે છે એ પણ ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે.

homeloan

 

1


ઘર એક સ્થાવર મિલકત છે અને એની કિંમત ઘણી ઊંચી હોય છે. બે કારણોથી ઘરને વેચી નથી શકાતું : એક તો એની સાથે આપણી લાગણી જોડાયેલી હોય છે અને વ્યાવહારિક રીતે એને વેચવું ઘણું અઘરું હોય છે એટલે તમારે ખાતરી રાખવી જોઈએ કે ભવિષ્યમાં લોનની રકમ ચૂકવતી વખતે તમે તમારી બીજી જરૂરિયાતો સાથે તો સમાધાન નથી કરતાને અને તમારા બીજા લક્ષ્ય પર તો એની અસર નથી થતીને?

 

2

 

ઘર ખરીદવા માટે લેવામાં આવતી લોનને હિસાબે તમારી વધારાની આવક એમાં વપરાઈ જવાની શક્યતા રહે છે અને એને લીધે તમે બીજી કોઈ મિલકત ઊભી નહીં કરી શકો. તમારે એ પણ ધ્યાન રાખવું જોઈએ કે તમારી પાસે લોનની રકમ ચૂકવવા ઉપરાંત બીજી થોડી મિલકત હોવી જરૂરી છે; જેથી ડિપોઝિટ, મ્યુચ્યુઅલ ફન્ડ અને બીજા રોકાણમાં તમે એ રકમ રોકી શકો. એને લીધે તમે સુરક્ષિત રહેશો. દસ વર્ષથી લોનની રકમ ચૂકવી તમે ફક્ત એક જ જગ્યાએ કે એક જ મિલકત પર તો રોકાણ નથી કરતા અને જુદી-જુદી જગ્યાએ રોકાણ કરો છો એવી આડકતરી રાહત રહેશે. એક સામાન્ય નિયમ છે કે તમારી આવકના ૪૦ ટકાથી વધુ તમે તમારા ઈએમઆઇમાં ન ભરો.

 

3

 

ઈએમઆઇ ભરતા હો એ વર્ષ દરમ્યાન તમારી આવક વધવી જોઈએ. જો તમે જેનો ઈએમઆઇ ફિક્સ્ડ હોય છે એવી ફ્લોટિંગ રેટ લોન પર પસંદગી ઢોળો તો એની સમયમર્યાદા દર પ્રમાણે વધતી જાય છે અને એને લીધે તમારી પાસે બચત કરવાની શક્યતા રહે છે. એ ધ્યાન રાખવું જરૂરી છે કે તમે આ જે બીજી બચત કરો છો એ લિક્વિડ ઍસેટમાં કરવી જરૂરી છે, કારણ કે તમારું ઘર એ સ્થાવર મિલકત છે. એટલે જ્યારે કોઈ કૌટુંબિક ઉજવણી, રજામાં બહારગામ ફરવા જવાનું કે પછી દાગીનાની ખરીદી કરવા માટેનો કોઈ ગજા બહારનો ખર્ચ આવી જાય ત્યારે તમે આ રોકડ અસ્ક્યામત વેચી એનો ઉપયોગ કરી શકો.

 

4

 

હોમલોન લીધા પછી બૅન્ક પાસેથી બીજી ઉધાર રકમ લેવાની તમારી મર્યાદા ઓછી થઈ જાય છે, પણ જો તમે સમયસર તમારી લોનનો હપ્તો ભરતા રહો તો તમારી ક્રેડિટ-હિસ્ટરી સારી રહે છે. એટલે આવો સારો સંબંધ જાળવી રાખો. કોઈ પણ જાતના ડિફૉલ્ટ વગર તમે એે સમયસર ભરતા રહો. જો તમારી ક્રેડિટ-હિસ્ટરી સારી હશે તો આગળ ભવિષ્યમાં કદાચ તમને પર્સનલ લોનની જરૂર પડે તો તમને એ મળી શકશે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK