કલ્યાણ-ડોમ્બિવલી પ્રૉપર્ટી એક્ઝિબિશનને સારો પ્રતિસાદ

‘ભવિષ્યનાં શહેરો’ થીમને ધ્યાનમાં રાખીને સતત વિકસતા સબર્બ્સના વિસ્તારો માટેના એમસીએચઆઇ-ક્રેડાઇના ત્રીજા સબર્બન ૨૦૧૩ કલ્યાણ-ડોમ્બિવલી એક્ઝિબિશનને ઘણો સારો પ્રતિસાદ મળી રહ્યો છે.


૨૪ જાન્યુઆરીથી કલ્યાણ (વેસ્ટ)ના એપીએમસી ગ્રાઉન્ડમાં ખૂબ જ મોટા પ્રમાણમાં આ પ્રથમ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે, જે ચાર દિવસ ચાલશે. ૫૦ જેટલા ડેવલપર પોતાના ૪૦૦થી વધુ પ્રોજેક્ટનું એમાં પ્રદર્શન કરી રહ્યા છે. એમાં તમામ પ્રકારના ગ્રાહકો માટે ૧૦,૦૦૦ રેસિડેન્શિયલ તથા કમર્શિયલ યુનિટ્સ પ્રદર્શિત કરવામાં આવશે. ૫૦,૦૦૦ સ્ક્વેરફૂટ વિસ્તારમાં ફેલાયેલા આ પ્રદર્શનમાં અંદાજે ૫૦૦ જેટલી કારના પાર્કિંગ વ્યવસ્થા પણ રાખવામાં આવી છે.

ભવિષ્યનાં શહેરોમાં સંભવિત ખરીદદારો માટે આ પ્રદર્શનમાં ઢગલાબંધ પ્રોજેક્ટ છે જેમાં વન, ટૂ, થ્રી, ફોર, ફાઇવ બીએચકે, સ્ટુડિયો અપાર્ટમેન્ટ, ડુપ્લેક્સ, પેન્ટહાઉસ, રૉ-હાઉસ, સેકન્ડ હોમ, હૉલિડે હોમ, એનએ પ્લૉટ, મૉલ તથા મલ્ટિપ્લેક્સમાં રીટેલ આઉટલેટ્સ, કમર્શિયલ શૉપ, ઇન્ડસ્ટ્રિયલ ગાળા, ઑફિસ પ્રિમાઇસિસ, કૉર્પોરેટ પાર્ક, આઇટી પાર્ક તથા લ્ચ્ક્ષ્નો સમાવેશ છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK