ઇન્વેસ્ટમેન્ટ ક્યાં કરવું જોઈએ? સોનામાં કે રિયલ્ટી માર્કેટમાં?

ગોલ્ડના ભાવ ઊતરી રહ્યા છે ત્યારે લોકોમાં ચર્ચા છે કે જગ્યામાં પૈસા રોકનારો વર્ગ હવે સોનામાં રોકાણ કરશે




સોનાના ભાવ તાજેતરમાં ઘટી ગયા પછી રોકાણકારોના મનમાં સવાલ છે કે પૈસા સોનામાં રોકવા જોઈએ કે રિયલ એસ્ટેટ માર્કેટમાં? ઘણા લોકોનું માનવું છે કે સોનાના ભાવ ઘટી ગયા હોવાથી એમાં રોકાણ કરવું સલામત છે, જ્યારે ઘણા લોકો કહે છે કે રિયલ્ટી માર્કેટમાં રોકાણ કરતી વખતે ઘણાં નાણાં જોઈએ. આથી નાની ક્વૉન્ટિટીમાં સોનામાં રોકાણ કરવું જોઈએ.

પુણેમાં રહેતા ઇન્ફર્મેશન ટેક્નૉલૉજી પ્રોફેશનલ પરીક્ષિત પુલેએ કહ્યું હતું કે ‘પહેલાં હું ઘણું સોનું ખરીદતો હતો, પણ એના ભાવ ઘટતાં હવે મેં સોનું વેચી દીધું છે. હવે હું સોનાને બદલે રિયલ્ટી માર્કેટમાં રોકાણ કરવાનું વિચારી રહ્યો છું.’

પરીક્ષિત પુલેની જેમ ઘણા લોકો પણ આ વિકલ્પ ભણી વળી રહ્યા છે. જોકે કેટલાકનું માનવું છે કે રોકાણ માટે સોનું અને રિયલ્ટી સેક્ટર બન્ને અલગ-અલગ છે.

વાત બિલ્ડરની

એક બિલ્ડરે કહ્યું હતું કે ‘આ બન્ને રીતે કરવામાં આવતું રોકાણ અલગ-અલગ છે. સોનું નાની-નાની ક્વૉન્ટિટીમાં ખરીદી શકાય છે. તહેવારો અથવા પ્રસંગોમાં સોનું ખરીદાય છે. લોકો પાસે વધારાના પૈસા હોય ત્યારે તેઓ સોનું ખરીદે છે. ઘર ખરીદવાની વાત આવે ત્યારે એમાં ઘણા રૂપિયાની જરૂર પડે છે. લોકોને જરૂર પડે ત્યારે તેઓ ઘર ખરીદતા હોય છે. મોટી કિંમતે ઘર ખરીદવામાં આવે ત્યારે એના હપ્તા પણ ઘણાં વર્ષ સુધી ભરવા પડે છે.’

મુંબઈમાં રિયલ એસ્ટેટ માર્કેટમાં મંદી છે. ઘણા લોકો સોનું સસ્તું થયું ત્યારે ખરીદી કરવા નીકળ્યા હતા, પણ ઘણા ઇન્વેસ્ટરો સોનાને બદલે બીજી કૉમોડિટી ખરીદે છે. જો સોનાના ભાવ આ રીતે ઘટતા રહે તો જ કેટલાક લોકો સોનામાં ઇન્વેસ્ટમેન્ટ કરતાં અચકાશે. એવા સમયે વિકલ્પ તરીકે લોકો રિયલ એસ્ટેટમાં રોકાણ કરશે.

સોનું વર્સસ ઘર

મધ્યમ વર્ગનાં એક ઇન્વેસ્ટર લક્ષ્મી માનેએ કહ્યું હતું કે ‘હું ઘર ખરીદવાને બદલે સોનું ખરીદવાનું પસંદ કરું છું, કારણ કે એ નાની-નાની ક્વૉન્ટિટીમાં ખરીદી શકાય છે. સોનામાં ભાવની ચડઊતર થાય છે, પણ ઘણા લોકો માને છે કે સોનાનો ભાવ લાંબા ગાળે વધતો જ રહેશે. રિયલ એસ્ટેટમાં રોકાણ કરતા માણસ પાસે ઘણો પૈસો હોવો જરૂરી છે. તેને એ માર્કેટનું જ્ઞાન હોવું જરૂરી છે. વળી રેસિડેન્શિયલ પ્રૉપર્ટીના ભાવ દરેક શહેરમાં અલગ-અલગ છે. એમાં ડિમાન્ડ અને સપ્લાયનો નિયમ લાગુ થવા ઉપરાંત ઇન્ફ્રાસ્ટ્રક્ચર કેવું છે અને એ વિસ્તારમાં નોકરીની તકો કેવી છે એના પર વધુ આધાર રાખે છે. વળી બૅન્કો પણ રિયલ એસ્ટેટમાં રોકાણને વધુ પ્રાધાન્ય આપતી નથી.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK