૨૦૧૨માં નવા ઘર માટેના પૈસા શી રીતે ઊભા કરશો?

તમારા સપનાનું ઘર ખરીદવું હવે પહેલાં કરતાં વધુ સરળ બની ગયું છે. વધુ ને વધુ લોકો તેમની યુવા વયમાં જ હવે નવું ઘર ખરીદી રહ્યા છે.

 

આનું એક મુખ્ય કારણ અને હકીકત એ પણ છે કે હવે હોમલોન મળવી સરળ થઈ ગઈ છે. પહેલાં કરતાં હવે હોમલોનના અનેક વિકલ્પો પણ ઉપલબ્ધ છે. જો તમે બધી બૅન્ક અને હાઉસિંગ ફાઇનૅન્સ કંપનીઓને એમાં ઉમેરી દો તો ઓછામાં ઓછા સોથી વધુ હોમલોન લેવા માટેના વિકલ્પો દેખાશે. આવા સમયે કોઈ કેવી રીતે નર્ણિય કરે કે કયા હોમલોન આપનારા સાથે જવું? અહીં એક યાદી આપેલી છે. કોઈ પણ નર્ણિય લેતાં પહેલાં નીચેની વિગતો પર એક નજર કરી લેજો.

 

 

લોન રકમ

 

લોન આપતી જુદી-જુદી કંપનીઓ વિભિન્ન પ્રકારે વ્યક્તિગત રીતે લોનની રકમ ફાળવે છે. એવા સમયે જો તમને તમારી જરૂરિયાત પ્રમાણે લોન આપનારા તરફથી લોન ન મળતી હોય તો તમે બીજા એક કે બે લોન ફાળવનારા પાસે પહોંચીને તપાસ કરી લેજો. તમે જે પ્રૉપર્ટી ખરીદવા ઇચ્છતા હોય એની કિંમતના ૮૦ ટકા સુધીની લોનની રકમ ફાળવવામાં આવે છે.

 

મોટા ભાગના લોન લેનારાઓ તેમની લોન બને એટલી જલદી ચૂકવી દેવા ઇચ્છતા હોય છે અને ટૂંકા સમયમાં વધુ ઈએમઆઇ (ઇક્વેટેડ મન્થ્લી ઇન્સ્ટૉલમેન્ટ) ભરી લોન પૂરી કરવા ઇચ્છતા હોય છે. જોકે લોન લેનારા યુવાનોને એ સલાહ છે કે તેઓ લાંબા સમય માટે લોન લઈ એનો ઈએમઆઇ ઓછો રાખે. તમારી પાસે જ્યારે પણ પૂરતું ફન્ડ એકઠું થઈ જાય તો પછી તમે લોનને સમય કરતાં પહેલાં ચૂકવી દઈ શકો છો. આજે મોટા ભાગના લોન ફાળવનારાઓ તમે જો લોન સમય કરતાં પહેલાં ચૂકવી દેવા માગતા હો તો કોઈ પણ પ્રકારની પેનલ્ટી રકમ ચાર્જ નથી કરતા.

 

દર, ફી અને ચાર્જિસ

 

તમારે તમારી લોનનો ખર્ચ કેટલો થશે એ જુદા-જુદા હેડ નીચે જોઈ પછી એમાંથી એક પર પસંદગી ઉતારવી જોઈએ. આમાં તમારે લોન પર ચૂકવાતો વ્યાજનો દર, એક વખતની ફી, ડૉક્યુમેન્ટેશન અથવા  સ્ટૅમ્પિંગની ફી અને લોન જો સમય પહેલાં ચૂકવી દેવામાં આવે તો એની પણ ફી કેટલી ભરવાની રહેશે એ બધું તપાસી લેવું જોઈએ.

 

ઇકૉનૉમીમાં વ્યાજનો દર

 

છેલ્લા દોઢ વર્ષથી આરબીઆઇ (રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા)એ એના પૉલિસીદર અનેક વાર વધાર્યા છે. મુખ્ય લોન લેનારા માટે હોમલોન દર ૨૦૧૦માં ૮.૨૫ ટકાથી વધીને હવે ૧૧.૨૫ ટકા થઈ ગયા છે. આના પરિણામે ઈએમઆઇ પચીસ ટકા જેટલું વધી ગયું છે એટલે લોન લેનારે લોન લેતી વખતે વ્યાજદર વધુ ઉપર જવાની શક્યતાની ગણતરી મનોમન રાખીને એના ઈએમઆઇમાં પણ વધારો થશે એવા બજેટની તૈયારી રાખવી પડશે.

 

હોમલોનનો વીમો કઢાવી લો

 

હોમલોનનો વીમો કરાવી લેવો સલાહ ભરેલું છે, જેથી કોઈ કમનસીબ ઘટના બને તો તમારા કુટુંબીજનો પર આ વધારાનો આર્થિક એટલે કે હોમલોનના હપ્તા ચૂકવવાનો બોજ ન રહે. ઇન્શ્યૉરન્સ પ્રીમિયમ પણ હોમલોન ફાળવનાર જ આપે છે, જેને તમે તમારા મહિનાના હોમલોનના હપ્તા સાથે ચૂકવી શકો છો.

 

લોનની રકમ અને એના વ્યાજ પર ટૅક્સના લાભ

 

હોમલોનની મૂળ રકમ અને સાથે એના વ્યાજ પર પણ ટૅક્સનો લાભ મળે છે. ખુદના વપરાશ માટે અથવા તો ભાડા પર આપવા માટેની પ્રૉપર્ટી એમ બન્ને પર એનો લાભ મળે છે. તમે હોમલોન લો ત્યારે આ ટૅક્સ-લાભ વિશે સમજવું ખૂબ જરૂરી છે. આ રીતે બચાવેલી ટૅક્સની રકમ તમે ફરી વધુ રકમની લોન લેવા માટે ઉપયોગમાં લઈ શકો છો.

 

આ બધી બાબતોને ધ્યાનમાં રાખવા ઉપરાંત તમારે એ વાતની પૂરેપૂરી તૈયારી રાખવી જરૂરી છે કે તમારી આર્થિક પરિસ્થિતિ યોગ્ય છે કે નહીં.

 

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK