હોટપ્રોપર્ટી : ફ્લૅટ માટે સૌથી સારી સોદાબાજી કરવાની ટ્રિક

મહિનાઓની રઝળપાટ અને સંખ્યાબંધ ફ્લૅટ જોયા પછી છેવટે તમને કોઈ ફ્લૅટ ગમી જાય તો શું કરશો?


કોઈ બીજો એ ફ્લૅટ ઝડપી લે એ પહેલાં બુક કરી લેશો, રાઇટ? રૉન્ગ. દલાલ કે વેચનારને જેવી ખબર પડશે કે તમને એ ફ્લૅટ ગમી ગયો છે એટલે તરત એ પ્રૉપર્ટી માટે સોદાબાજી કરવાની તમારી તક પર પાણી ફરી વળશે. એટલે સમજદારી એમાં છે કે કોઈ પ્રૉપર્ટી તમને ગમી જાય તો પણ તમને એ પસંદ નથી એવો દેખાવ કરવો. એ પ્રૉપર્ટી વિશે પુષ્કળ સવાલો પૂછો, માથું ખંજવાળતા રહો અને એવો દેખાવ કરો કે તમને ઘણા ફ્લૅટ ગમી ગયા છે પરંતુ કયો ફ્લૅટ  લેવો એ નક્કી નથી કરી શકતા. એક પ્રૉપર્ટી ગમી જાય ત્યારે શું કરવું અને શું ન કરવું એ માટેની ટિપ્સ.

તમારા સંજોગો કેવા છે એ ક્યારેય જાહેર ન કરો : તમારું નામ, સરનામું અને વ્યવસાય (એમાં પણ તમારો હોદ્દો જણાવવાની જરૂર નથી, શું સમજ્યા?) સિવાયની અંગત વિગતો દલાલને જણાવવાની જરૂર નથી. તમે રહેઠાણ ખરીદવાની ઉતાવળમાં હશો તો દલાલ તમારી પરિસ્થિતિનો લાભ ઉઠાવી તેને જે ફ્લૅટ વેચવો હશે એ ખરીદવાનો નર્ણિય લેવા તમારા પર દબાણ કરી શકે છે. તમારે જગ્યા ખરીદવાની ઉતાવળ છે અને તમારી પાસે બહુ વિકલ્પો નથી એ જાણીને કદાચ તે તમને ફ્લૅટનો ઊંચો ભાવ પણ કહી શકે છે. વાતનો સાર એટલો જ કે વધુપડતી અંગત માહિતી દલાલને ન કહો. તમારું કામ પ્રશ્નો પૂછવાનું છે, જવાબો આપવાનું નથી.

ફ્લૅટ પસંદ પડ્યો છે એ ક્યારેય કળાવા ન દો : એક ફ્લૅટ ગમી જાય તો પણ દલાલ કે વેચનારને તમારી લાગણી જાણવાનો મોકો ન આપો. એ ફ્લૅટ વિશે પુષ્કળ પ્રશ્નો પૂછો, પરંતુ તમારો આનંદ કે ઉત્સાહ તેની સામે વ્યક્ત ન કરો. તમારા માટે સારી તકો ઊભી કરવા એ ફ્લૅટનાં કેટલાંક નકારાત્મક પાસાં બતાવો.

તમે જો સારો સોદો કરવા માગતા હો અને ભાવમાં બાંધછોડ કરાવવા માગતા હો તો ફ્લૅટ ખરીદવા વિશેની તમારી તાલાવેલી ક્યારેય ન બતાવશો.

૩) જીવનસાથીને ફોન ન કરો : જોકે ફ્લૅટ ગમી જાય એટલે દલાલ કે વેચનારની સામે જ જીવનસાથીને ફોન કરીને એ ખુશખબર આપવાની જરૂર નથી. જે ક્ષણે તમે જીવનસાથીને ફોન કરશો એટલે તરત દલાલ સમજી જશે કે તમે એ ફ્લૅટ ખરીદવા આતુર છો અને ભાવની બાબતમાં સોદાબાજી કરવાની તમારી તકો પર પાણી ફરી વળશે. એટલે જરાય ઉત્સાહ ન બતાવો અને પૂછપરછ ચાલુ રાખો.

તરત ભાવ નક્કી ન કરો : એક ફ્લૅટ તમારા હાથમાંથી ચાલ્યો ન જાય એમ તમે ભલે ઇચ્છતા હો, છતાં ફ્લૅટ ગમી જાય એટલે તરત ભાવ નક્કી કરી લેવાની ઉતાવળ નુકસાનકારક છે. તમે ફ્લૅટની કિંમત પૂછી શકો છો. જોકે કિંમત જાણ્યા પછી તરત સોદાબાજી શરૂ કરી ન દેશો. પહેલાં નિરાંતે ઘરે જાઓ, શાંતિથી વિચાર કરો અને પછી એકબીજાની સામે ન હો એ રીતે ફોન પર સોદાબાજી કરો. એના પરથી તમને જરાય ઉતાવળ નથી અને તમે કોઈ ઉતાવળો નર્ણિય નહીં લો એવી છાપ સામેની પાર્ટી પર પડશે.

તમારું બજેટ ક્યારેય જાહેર ન કરો


એસ્ટેટ એજન્ટને જો તમે એમ કહેશો કે તમારું બજેટ ૫૦ લાખ રૂપિયાનું છે તો તે તમને બહુ ઊંચા ભાવના નહીં તો પણ ૫૫ લાખથી ૬૦ લાખ રૂપિયાની રેન્જના ફ્લૅટ બતાવશે. એટલે તમારું જે બજેટ હોય એમાં પાંચ લાખ ઓછા કરીને એજન્ટને જણાવજો. ઉપરાંત તમને કેટલી લોન મળી શકે એમ છે અને તમે કેટલું ડાઉન પેમેન્ટ કરી શકો એમ છો એ ક્યારેય જાહેર ન કરશો.

ફ્લૅટ માટે સૌથી સારી સોદાબાજી કરવાની ટ્રિક એ છે કે પહેલાં વેચનારને ફ્લૅટની ચાવી ટેબલ પર મૂકવા દો અને એ પછી જ તમારી પાસેનાં હુકમનાં પત્તાં ઊતરો.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK