હોટ પ્રોપર્ટી : અફૉર્ડેબલ હાઉસિંગને બજેટમાં વધુ પ્રોત્સાહન આપવામાં આવશે

નબળા-મધ્યમ વર્ગના લોકો માટેના આવા પ્રોજેક્ટને ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો દરજ્જો મળવાની તૈયારી



જયેશ ચિતલિયા


રિયલ્ટી સેક્ટરમાં હવે પછી પ્રવર્તમાન સમસ્યાના ઉકેલની દિશામાં નક્કર પગલાં નહીં લેવાય તો એનાં ગંભીર પરિણામો આવી શકે છે. આ હકીકતને ધ્યાનમાં રાખીને આ વખતે બજેટમાં સરકાર આ વિષયમાં વધુ પ્રોત્સાહક પગલાં ભરવા પ્રેરાશે એ નક્કી મનાય છે. એટલું જ નહીં, રાજ્યોને પણ આ સેક્ટરમાં સચોટ પગલાં ભરવા દબાણ કરવામાં આવશે એવા સંકેતો મળી રહ્યા છે. વિશેષ કરીને પોસાય એવા ભાવનાં ઘરો બનાવવાની પ્રવૃત્તિને વેગ તથા પ્રોત્સાહન પ્રાપ્તા થાય એવી નીતિ પર જોર અપાશે. અર્થાત્ આગામી દિવસોમાં રિયલ્ટી સેક્ટરમાં નોંધપાત્ર નીતિવિષયક પગલાં આવવાની આશા રખાય છે.

રિયલ એસ્ટેટ ક્ષેત્રે કરન્ટ આવે અને ઘરોની સમસ્યા ખરા અર્થમાં ઉકેલવાની દિશામાં સફળતા મળે એ હેતુ સાથે સતત એક પછી એક પગલાં લઈ રહેલી સરકારને આ મામલે અત્યાર સુધી ખાસ સફળતા મળી નથી; પરંતુ હવે સરકાર કેટલાંક વધુ કદમ ભરવાનું  વિચારે છે, જેને પરિણામે કમસે કમ નબળા-મધ્યમ વર્ગના લોકોને ઘર મેળવવામાં ટેકો મળે એવી શક્યતા આકાર લેશે એમ જણાય છે.

પ્રાપ્તા માહિતી મુજબ સરકાર મુંબઈ, દિલ્હી વગેરે સમાન મોટાં શહેરોમાં અફૉર્ડેબલ હાઉસિંગના પ્રોજેક્ટ્સને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટનો  દરજ્જો આપવાની તૈયારી કરી રહી છે. એને લીધે આવા પ્રોજેક્ટોને નાણાં ઊભાં કરવામાં આસાની થશે. તાજેતરમાં મુંબઈની મુલાકાતે આવેલા યુનિયન હાઉસિંગ મિનિસ્ટર અજય માકેને આ વિશે સ્પષ્ટ સંકેત આપ્યો હતો અને રાજ્યોને પણ હાઉસિંગ સમસ્યાના ઉકેલની દિશામાં સક્રિય થવા જણાવ્યું હતું.

જાણકારોની માહિતી અનુસાર તેમણે મહારાષ્ટ્ર સરકારને ખાસ મુંબઈ માટે એફએસઆઇ (ફ્લોર સ્પેસ ઇન્ડેક્સ) પૉલિસીમાં ફેરફાર કરવા સૂચવ્યું હતું, જેને પગલે મુંબઈમાં જગ્યાની સમસ્યામાં નોંધપાત્ર ફરક પડી શકે અને ખાસ કરીને અફૉર્ડેબલ હાઉસિંગને પ્રોત્સાહન મળી શકે. કહેવાય છે કે મુંબઈની પચાસ ટકા પ્રજા સ્લમમાં રહે છે. દિલ્હીમાં પણ ઘરની સમસ્યા આવી જ વિકરાળ છે અને અસંખ્ય લોકો પાસે પોતાનું ઘર નથી.

અફૉર્ડેબલ હાઉસિંગને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટનો દરજ્જો મળે તો એના માટે ફન્ડ ઊભું કરવાનું સરળ બનવાનું કારણ આપતાં સાધનો કહે છે, ‘પછી એને કરરાહતો સાથે અન્ય નીતિવિષયક સુવિધા પણ મળે અને એનું ક્લિયરન્સ પણ ઝડપી બને. ઇન્ફ્રાસ્ટ્રક્ચરના મોટા ભાગના લાભ એને મળે. આમ કરવા માટે અફૉર્ડેબલ હાઉસિંગને રિયલ્ટી સેક્ટરના સબ-સેક્ટર તરીકે ઓળખ આપી શકાય અને સબ-સેક્ટરને ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું સ્ટેટસ આપી શકાય છે.’

અત્યારે મુંબઈમાં હજારોની સંખ્યામાં બંધાયેલાં ઘરો ખાલી પડ્યાં છે, કારણ કે એ લોકોની ખરીદશક્તિની બહાર પહોંચી ગયાં છે. એમ છતાં નવાં બિલ્ડિંગો બની રહ્યાં છે, પણ એના ભાવ સુધ્ધાં ઊંચા હોવાથી બહુ ઓછા લોકો એ ખરીદી શકે છે. બીજી બાજુ શહેરીકરણ સતત પૂરઝડપે વધી રહ્યું છે, જેને લીધે સામાજિક તથા આર્થિક સમસ્યા સર્જાઈ રહી છે. આમ આગામી બજેટમાં કેન્દ્ર સરકારે અને જે-તે રાજ્ય સરકારે પણ હાઉસિંગની સમસ્યા પર ગંભીરપણે ધ્યાન આપી નક્કર પગલાં ભરવાં પડે એવો માહોલ રચાયો છે. આ મામલે હવે દરેક પ્રકારની ઢીલ મોંઘી પડતી જાય છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK