અફૉર્ડેબલ હાઉસિંગને ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો દરજ્જો આપવાનું પગલું ગ્રાહકોના હિતમાં છે : ક્રેડાઇ

કેન્દ્રના ગૃહનિર્માણપ્રધાન અજય માકેને અફૉર્ડેબલ હાઉસિંગને ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો દરજ્જો આપ્યો એને આવકારતાં રિયલ્ટર્સની સર્વોચ્ચ સંસ્થા ક્રેડાઇએ સંપૂર્ણ ક્ષેત્ર માટે આવી જ નીતિ અપનાવવા માટે હવે માગણી કરી છે.

કેન્દ્ર દ્વારા ડેવલપરો અને ગ્રાહકોના હિતમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. ક્રેડાઇના રાષ્ટ્રીય પ્રમુખ લલિતકુમાર જૈને કહ્યું હતું કે ‘આ ક્ષેત્રની અડધી સમસ્યા ટળી છે એ બદલ કેન્દ્ર સરકારનો અમે આભાર માનીએ છીએ. હવે આસાન ફાઇનૅન્સિંગ અને અન્ય લાભો તથા માનવીની ખાદ્ય અને જળ પછીની સૌથી મહત્વપૂર્ણ જરૂર એવા ગૃહનિર્માણ ક્ષેત્રને પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર દરજ્જો આપવો જોઈએ.’

ક્રેડાઇનાં દેશભરમાં ૧૦૦ શહેરોમાં ૧૦,૦૦૦ સભ્યો અને અસોસિએશનો છે. લલિતકુમાર જૈને કહ્યું હતું કે ‘અજય માકેને મુંબઈની આંતરરાષ્ટ્રીય પરિષદમાં કરેલી જાહેરાત ઉત્તમ શરૂઆત છે અને તેઓ હકારાત્મક દિશામાં આગળ વધશે એવી અમને આશા છે. હવે ગૃહનિર્માણ ક્ષેત્રને પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો દરજ્જો આપવો જોઈએ અને એસઈઝેડની જેમ કરરાહતો સાથે સ્પેશ્યલ હાઉસિંગ ઝોન્સ પણ નિર્માણ કરવા જોઈએ.’

અમે સતત એ વાત પર ભાર આપી રહ્યા છીએ કે લોકો વષોર્થી જ્યાં રહેતા હોય ત્યાંથી તેમને કોઈ હટાવશે નહીં અને તેમની આવકનો સ્રોત છીનવાય નહીં એનું પણ ધ્યાન રખાશે એમ જણાવીને લલિતકુમાર જૈને કહ્યું હતું કે ‘જોકે આવા લોકો લાખોની સંખ્યામાં છે, જેને કારણે ટ્રોવેલિંગ જેવા વર્તમાન ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર વધારાનું દબાણ આવી રહ્યું છે એ પણ ધ્યાનમાં લેવું જોઈએ. અડધું મુંબઈ આજે ઝૂંપડાંઓમાં રહે છે અને ગૃહનિર્માણની અછત એના કરતાં અનેકગણી છે. આથી પરિવર્તિત થઈ શકે એવી નોકરી સાથેના લોકોના લાભાર્થે સમુદાય રેન્ટલ હાઉસિંગ અને પોતાનું ઘર તાત્કાલિક લઈ ન શકે એવા લોકો માટે અફૉર્ડેબલ હાઉસિંગ આર્શીવાદરૂપ બની શકે છે. એ માટે એફએસઆઇની મર્યાદા વધારવી જોઈએ અને નવી મુંબઈ, થાણે, મીરા-ભાઈંદર જેવા વિસ્તારોમાં સ્પેશ્યલ હાઉસિંગ ઝોન્સ બનાવવા જોઈએ, જે અમુક વ્યવહારુ ઉપાયો છે.’

સરકારે બૅન્કિંગ અને વહીવટી તંત્રને આવરી લેતા રિયલ્ટી સુધારણા પણ લાવવી જોઈએ એમ જણાવીને લલિતકુમાર જૈને કહ્યું હતું કે ‘અફૉર્ડેબલ હાઉસિંગ માટે અફૉર્ડેબલ ફાઇનૅન્સ અને ઝડપી અથવા સિંગલ વિન્ડો સિસ્ટમ હેઠળ મંજૂરીઓને લવાય તો પ્રકલ્પોની મંજૂરી પ્રક્રિયા ઝડપી બનશે. કેન્દ્ર હવે આ દિશામાં હકારાત્મક પગલાં લેવાનું ચાલુ રાખશે અને ગૃહનિર્માણ ક્ષેત્રને ગતિ આપવા માટે વ્યવહારુ અને આશાસ્પદ પગલાં લેશે એવી અપેક્ષા છે.’

એસઈઝેડ = સ્પેશ્યલ ઇકૉનૉમિક ઝોન

ક્રેડાઇ = કૉન્ફેડરેશન ઑફ રિયલ એસ્ટેટ ડેવલપર્સ અસોસિએશન્સ ઑફ ઇન્ડિયા


Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK