મુમ્બ્રાની દુર્ઘટનાથી જાગેલી મ્હાડા એનાં બધાં બિલ્ડિંગનું સ્ટ્રક્ચરલ ઑડિટ કરાવશે

જરૂર લાગશે ત્યાં મકાન ખાલી કરાવવામાં આવશે અને રી-ડેવલપમેન્ટ પણ કરવામાં આવશે



મુમ્બ્રામાં બિલ્ડિંગ તૂટી પડ્યા પછી મ્હાડા એકાએક જાગી ગઈ છે અને એની તમામ હાઉસિંગ કૉલોનીઓમાં રહેલાં બિલ્ડિંગોનું સ્ટ્રક્ચરલ ઑડિટ કરાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મ્હાડાની ૫૬ સોસાયટીઓમાં ૩૦૭૧ બિલ્ડિંગો છે અને સોમવારે બાંદરામાં મળેલી બેઠકમાં ઉપરોક્ત નિર્ણય લેવામાં આવ્યો હતો. સ્ટ્રક્ચરલ ઑડિટમાં જે બિલ્ડિંગો જોખમી લાગશે એ ખાલી કરાવીને એનું રી-ડેવલપમેન્ટ કરવામાં આવશે.

મ્હાડાના મુંબઈ બોર્ડના ચીફ ઑફિસર એન. કે. સુધાંશુએ કહ્યું હતું કે ‘મુમ્બ્રાની ઘટના પછી આ નિર્ણય લેવામાં આવ્યો હતો. મુંબઈમાં મ્હાડાનાં જે બિલ્ડિંગો જોખમી હશે એનું વર્તમાન નિયમો અનુસાર રી-ડેવલપમેન્ટ કરવાનો નિર્ણય સૈદ્ધાંતિક રીતે લેવામાં આવ્યો છે.’

મ્હાડાના એક અધિકારીએ કહ્યું હતું કે ‘સોમવારે થયેલી મ્હાડા હેડ ઑફ ડિપાર્ટમેન્ટની બેઠકમાં મુમ્બ્રામાં તૂટી પડેલા બિલ્ડિંગનો મુદ્દો છવાયેલો રહ્યો હતો. મ્હાડાનાં પણ ઘણાં બિલ્ડિંગો જોખમી અને પડી જાય એવી સ્થિતિમાં છે. સાઉથ મુંબઈમાં પણ સેસવાળાં ૧૬,૦૦૦ બિલ્ડિંગો પણ જોખમી અવસ્થામાં છે. આથી એમાં રહેતા લોકોની સલામતી માટે સ્ટ્રક્ચરલ ઑડિટ જરૂરી છે.’

બહુમાળી બિલ્ડિંગો માટેની ગાઇડલાઇન્સને માત્ર સલાહ તરીકે જ માન્યતા આપવી

મુંબઈમાં બહુમાળી બિલ્ડિંગ માટેના પ્રસ્તાવોને મંજૂરી આપતી વખતે યુનિયન મિનિસ્ટ્રી ઑફ એન્વાયર્નમેન્ટ ઍન્ડ ફૉરેસ્ટ્સે બનાવેલાં કડક દિશાસૂચનોને માત્ર સલાહ તરીકે જ માન્ય ગણવાં એમ સ્ટેટ એન્વાયર્નમેન્ટ અપ્રેઝલ કમિટી-૨ને સ્ટેટ એન્વાયર્નમેન્ટ સેક્રેટરી વલસા નાયર સિંહે જણાવ્યું હતું. એથી આ ગાઇડલાઇન્સને આધારે અગાઉ રદ કરેલા પ્રસ્તાવોને પણ આઠ સપ્તાહની અંદર ફરી વિચારણા માટે લેવા. આ ગાઇડલાઇન્સના ફરજિયાત અમલીકરણ સામે મહારાષ્ટ્ર ચેમ્બર ઑફ હાઉસિંગ ઇન્ડસ્ટ્રીએ હાઈ ર્કોટમાં અરજી કરી હતી. ૧૪ જૂને આ કેસની હાઈ ર્કોટમાં ફરીથી સુનાવણી છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK