પ્રૉપર્ટી ખરીદતી વખતે થતી શંકાઓનું આ રહ્યું સમાધાન

જે પ્રૉપર્ટી ખરીદવાની ઇચ્છા હોય એનો સોદો ફાઇનલ કરતી વખતે ગ્રાહકના મનમાં અનેક પ્રકારની શંકાઓ જન્મે એ સ્વાભાવિક છે. મુંબઈમાં ઘર ખરીદવા માટે ઘણીબધી મગજમારી કરવી પડે છે અને જીવનભરની બચત તેમ જ બીજું ઘણુંબધું દાવ પર લગાવવું પડે છે એ બાબત ધ્યાનમાં લેતાં પ્રૉપર્ટી ખરીદનાર વ્યક્તિ જ્યારે છેવટનો નર્ણિય લે છે ત્યારે તેની કેટલીક રાતોની ઊંઘ હરામ થઈ જાય એ કુદરતી છે. વાંચકોના મનમાંથી એ બધી શંકાઓ દૂર કરવાના ઇરાદાથી ઘર ખરીદતી વખતે ગ્રાહકના મનમાં જન્મતી કેટલીક સર્વસામાન્ય શંકાઓ અને એનાં કેટલાંક સમાધાન અહીં રજૂ કરીએ છીએ:




સોદામાં આગળ વધવું સલામત છે?

ઘર ખરીદવાની પ્રક્રિયા દરમ્યાન એક યા બીજા તબક્કે, ખાસ તો સોદો નક્કી થઈ ગયા બાદ બધા ગ્રાહકોના મનમાં આવો વિચાર જન્મે છે. મૂળ તો તમને સોદો યોગ્ય અને સ્પષ્ટ ન હોવાની શંકા જતી હોય તો પ્રૉપર્ટીનાં પેપર્સ જોવા માગો અને કોઈ કાનૂની નિષ્ણાતને એ બતાવી જુઓ. કોઈ પણ પેપર પર સહી કરતાં પહેલાં એનઓસી, કન્વેયન્સનું ડીડ, પ્રૉપર્ટીનું ટાઇટલ, ઍગ્રીમેન્ટ ટેમ્પ્લેટ વગેરે તપાસી લો.

આદર્શ બાબત તો એ ગણાશે કે બૅન્ક મારફતે પ્રૉપર્ટી વેચનાર સુધી પહોંચો, કારણ કે બધી જ લિગાલિટી વ્યવસ્થિત હશે તો જ બૅન્ક એ પ્રૉપર્ટીની ભલામણ કરશે અથવા લોન મંજૂર કરશે.

પૂરતી હોમ લોન મળશે?

તમને કેટલી રકમની લોન મળશે એની ચિંતા કરવાની જરૂર નથી. એક બૅન્કનો સંપર્ક કરો અને અગાઉથી લોન મંજૂર થઈ શકશે કે કેમ એ વિશે પૂછપરછ કરો. એમ ન કરવું હોય તો લોન માટે અરજી કરતાં પહેલાં બૅન્કના પ્રૉપર્ટી વૅલ્યુ અપ્રીશિએશન એક્સપર્ટને તમે જે પ્રૉપર્ટી ખરીદવા માગો છો એ બતાવવા તમારી સાથે લઈ જાઓ અને તમારે કેટલી લોન માટે અરજી કરવી જોઈએ એ વિશે તેમનો અભિપ્રાય મેળવો. તમને કેટલી લોન મળી શકશે એ વિશે તેઓ તમને માર્ગદર્શન પણ આપશે.

આજે હોમ લોન મંજૂર કરાવવાની બાબતમાં તમારે જરાય ચિંતા કરવા જેવું નથી. કઈ બૅન્ક કે ઇન્સ્ટિટ્યુશનમાં હોમ લોન માટે અરજી કરવી અને કેટલી લોન મંજૂર કરાવવી એ ચિંતાની બાબત બની શકે છે. જોકે અહીં સાવધાની એ વાતની રાખવાની છે કે કોઈ અજાણી ઇન્સ્ટિટ્યુશન પાસેથી લોન ન લેવી. ઓછા વ્યાજની લાલચમાં ઘણા લોકો એવી ઇન્સ્ટિટ્યુશનોનાં કૌભાંડોના ભોગ બને છે.

મારું સ્વપ્નનું ઘર આ જ છે?


લગ્ન માટે જીવનસાથીની પસંદગીમાં ઘણા લોકોને જેવો અનુભવ થાય છે એવી જ આ શંકા છે. લગ્ન માટે યોગ્ય પાત્રની પસંદગી વેળા ઘણા લોકોને એમ થાય છે કે મારા જીવનસાથી તરીકે આ પાત્ર યોગ્ય રહેશે કે હજી સારું પાત્ર મને મળશે? વાસ્તવિકતા એ છે કે પર્ફેક્ટ જીવનસાથી કે પર્ફેક્ટ ઘર જેવું કંઈ નથી. મુંબઈમાં કાનૂની ગૂંચ ન હોય તો કોઈ પ્રૉપર્ટીનો સોદો ખોટો નથી. થોડા વધુ વિકલ્પો વિચારવામાં સમય બરબાદ કરવો કે પછી આના કરતાં સારી પ્રૉપર્ટી મળશે કે કેમ એની ચિંતા કરવાને બદલે તમારા બજેટમાં બેસતી હોય અને તમારી ૭૦ ટકા ઇચ્છા સંતોષાઈ જતી હોય એવી પ્રૉપર્ટી ઝડપી લેવી સારી.

બજેટ મુજબની અને મોટા ભાગની ઇચ્છા સંતોષાવા છતાં મનમાં શંકા રહેતી હોય તો જીવનસાથીને તમારી સાથે લઈ જાઓ અને એ વિસ્તારમાં સેટલ થઈ ગયા પછી ત્યાંનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર તમને માફક આવશે કે નહીં એ તપાસી લો.

પઝેશન મળશે કે નહીં?


બધું પેમેન્ટ કરી દીધું હોવા છતાં તમને ઘરની ચાવી કેમ નથી મળી એ વિશે ચિંતા થતી હોય તો સમજી લેજો કે આવા સંજોગોમાં ધીરજ રાખવી જરૂરી છે. ઘરનું પઝેશન આપતાં પહેલાં ડેવલપરે ઘણી કાયદાકીય વિધિઓ અને ફૉર્માલિટી પાર પાડવાની હોય છે. જોકે મુંબઈ સુધરાઈનું ઑક્યુપેશન સર્ટિફિકેટ મળ્યાં પહેલાં જો તમે ઘરનું પઝેશન લેવાનો આગ્રહ રાખશો તો અનિયમિત પાણીપુરવઠો અને ઇલેક્ટ્રિક સપ્લાયથી ચલાવી લેવું પડશે અથવા તો એવું પણ બને કે તમારે પાણી કે વીજળીના પુરવઠા વિના ચલાવી લેવું પડે.

જોકે પ્રૉપર્ટી વેચનાર, ફાઇનૅન્શિયલ ઇન્સ્ટિટ્યુશન અને તમારી વચ્ચે સ્પષ્ટ સંવાદિતા જળવાય એની કાળજી લેજો તેમ જ તમારા પક્ષે કોઈ મુશ્કેલીને કારણે પઝેશન વિલંબમાં ન મુકાય એનું ધ્યાન રાખજો.


Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK