રિયલ્ટી સેક્ટરને જીએસટીમાં સમાવવાની રિયલિટી હજી દૂર

 

 

રિયલ્ટી સેક્ટરને સૂચિત જીએસટી (ગુડ્સ ઍન્ડ સર્વિસ ટૅક્સ)ના માળખામાં સમાવી લેવામાં આવ્યા બાદ પ્રૉપર્ટીના ભાવોમાં ૧૫થી ૨૦ ટકા જેવો ઘટાડો આવી શકે એવા તાજેતરમાં વ્યક્ત થયેલા અભિપ્રાયને આવકાર મળે એ સ્વાભાવિક છે, પરંતુ હજી આ બાબતને હકીકત બનતાં લાંબો સમય લાગશે, કારણ કે આ વખતના બજેટમાં જીએસટી દાખલ થવાની સંભાવના જણાતી નથી.

propery-gstજયેશ ચિતલિયા

રિયલ્ટી સેક્ટરને સૂચિત જીએસટી (ગુડ્સ ઍન્ડ સર્વિસ ટૅક્સ)ના માળખામાં સમાવી લેવામાં આવ્યા બાદ પ્રૉપર્ટીના ભાવોમાં ૧૫થી ૨૦ ટકા જેવો ઘટાડો આવી શકે એવા તાજેતરમાં વ્યક્ત થયેલા અભિપ્રાયને આવકાર મળે એ સ્વાભાવિક છે, પરંતુ હજી આ બાબતને હકીકત બનતાં લાંબો સમય લાગશે, કારણ કે આ વખતના બજેટમાં જીએસટી દાખલ થવાની સંભાવના જણાતી નથી. જેથી રિયલ્ટીને જીએસટીમાં સમાવતા રિયલ એસ્ટેટના ભાવોમાં ૨૦ ટકા જેવો ઘટાડો થઈ જવાની આશા રાખવી અત્યારે તો અર્થહીન સાબિત થાય એવી છે. જોકે સરકાર લોકોને પોષણક્ષમ ભાવે ઘર મળી શકે, ખાસ કરીને નબળા વર્ગના લોકોનું પોતાના ઘરનું સ્વપ્ન સાકાર થાય એ માટે સરકાર તમામ સ્તરેથી પ્રયત્ન કરી રહી છે, પરંતુ વર્તમાન સમયમાં આ એક કપરું કાર્ય જણાય છે.

જીએસટીની લાક્ષણિકતા સમજાવતાં જાણકાર સાધનો કહે છે કે જીએસટી એ કરવેરાના ક્ષેત્રમાં સૌથી મહત્વનો સુધારો હશે. આના અમલ બાદ આખા દેશમાં એકસમાન માર્કેટ થઈ જશે. જેમાં વેચાણવેરો (જે હવે વૅલ્યુ ઍડેડ ટૅક્સ સ્વરૂપે છે) તેમ જ સર્વિસ-ટૅક્સ એક થઈ જશે. પરિણામે અત્યારે જે જુદાં-જુદાં રાજ્યો જુદા-જુદા વેરા દર લગાડે છે એ નાબૂદ થઈ જશે. આમ કરતી વખતે રાજ્યોને જે ખોટ જતી હશે એને કેન્દ્ર સરકાર ભરપાઈ કરી દેશે એવી ખાતરી આપવામાં આવી છે. વાસ્તવમાં ૧૩મા ફાઇનૅન્સ કમિશનના ચૅરમૅન વિજય કેળકરની સમિતિએ રિયલ્ટી સેક્ટરને જીએસટીમાં સમાવી લેવાની ભલામણ કરી છે. એને પગલે રિયલ્ટીમાં ભાવો નીચા જવાનો અભિપ્રાય વ્યક્ત થયો છે, પરંતુ આ બાબતને હજી અમલમાં આવતાં કમસે કમ એક વરસથી વધુ સમય લાગી શકે છે. સરકાર છેલ્લાં બે બજેટથી જીએસટી દાખલ કરવાની વાતો કરી રહી છે, પણ આમ થઈ નથી શક્યું. જાણકારોના મતે અત્યારના સંજોગોમાં પણ સરકાર તરફથી આ બજેટમાં એને રજૂ કરવાની સંભાવના નથી જણાતી. વિજય કેળકરે કહ્યું છે કે જો કોઈ વ્યવહારુ સમસ્યા જણાતી હશે તો જીએસટીનો બે તબક્કામાં અમલ કરવામાં આવશે અને રિયલ્ટીનો સમાવેશ બીજા વરસે કરાય એવું બની શકે. આ સિવાય એવું પણ થઈ શકે કે કમર્શિયલ પ્રૉપર્ટીના સોદાઓને પહેલાં જીએસટીમાં સમાવી લેવાય અને રેસિડેન્શિયલ પ્રૉપર્ટીનો પછીથી સમાવેશ થાય.

નિષ્ણાતના કહેવા અનુસાર અત્યારે પ્રૉપર્ટીના સોદાઓ પર સ્ટૅમ્પ-ડ્યુટી, સર્વિસ-ટૅક્સ, વૅટ (વૅલ્યુ ઍડેડ ટૅક્સ) વગેરે જેવા વેરા લાગુ થાય છે. જીએસટીના અમલ બાદ બધાનું એકત્રીકરણ થઈ જતાં એનો એકંદર બોજ ઘટશે અને એને પરિણામે પ્રૉપર્ટીના ભાવમાં ૧૫થી ૨૦ ટકાની રાહત થઈ શકે. જોકે રાજ્યોને સ્ટૅમ્પ-ડ્યુટીની ઊંચી આવક થતી હોવાથી છેલ્લે બે વરસોથી રાજ્યો જીએસટીની બાબતે સહમત થતાં ન હોવાનું જાણવા મળે છે. આને સરભર કરી દેવાની સરકારની તૈયારી હોવાથી વિવિધ રાજ્યો પાસેથી સહમતી મેળવવાની કોશિશ ચાલુ છે. જે કાર્ય આમ તો કપરું છે, કેમ કે સવાલ માત્ર રાજ્યની રેવન્યુનો નથી, આ કરવેરાની જાળમાં કરપ્શનનો મામલો પણ ગૂંચવાયેલો છે. એમાં સ્થાપિત હિતો સતત સક્રિય રહે છે. જોકે જીએસટી દાખલ થતાં આવી વિવિધ સમસ્યાનો ઘણે અંશે ઉકેલ આવી શકશે. વિજય કેળકરના મતે જીએસટીના અમલથી આપણા અર્થતંત્રને આશરે ૫૦૦ અબજ ડૉલર જેટલો લાભ થઈ શકે છે. હાલમાં જીએસટી જેવા માળખાને અભાવે દરેક ક્ષેત્રે વેરાગૂંચવણો છે અને એને લીધે અર્થતંત્રે સહન કરવાનું આવે છે.

જોકે રિયલ્ટી ક્ષેત્રને જીએસટીનો લાભ મળે એનો ફાયદો ગ્રાહક વર્ગ સુધી પહોંચે એ રિયલિટી માટે અત્યારે તો દિલ્હી દૂર છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK