મુંબઈ અને સબર્બ્સમાં હોમ બાયર્સે વધારે સ્ટૅમ્પ-ડ્યુટી ચૂકવવી પડશે

રેડી રેકનર રેટ્સમાં ૦-૨૫ ટકાના વધારાથી ૨૦૧૪માં સપનાનું ઘર વધુ મોંઘું બનવાનું છે



૨૦૧૪માં ઘર ખરીદનારાઓ માટે માઠા સમાચાર છે. રિયલ્ટી સૂત્રોના જણાવ્યા પ્રમાણે નવા વર્ષના પહેલા દિવસથી જ મુંબઈ સિટી અને સબર્બ્સમાં રેડી રેકનર રેટ્સમાં ૦-૨૫ ટકાનો વધારો થશે. આનો સીધો અર્થ એ થયો કે હોમ બાયર્સે અત્યાર સુધી ચૂકવવી પડતી સ્ટૅમ્પ-ડ્યુટીમાં વધારો થશે. એ ઉપરાંત હવે બિલ્ડરો પણ ફ્લોર સ્પેસ ઇન્ડેક્સ ખરીદવા માટે સુધરાઈને રેડી રેકનર રેટ્સ પ્રમાણે પ્રીમિયમ ચૂકવે છે એથી આ રકમમાં પણ એ ઉમેરાશે અને એ બોજ ઘર ખરીદનારાઓ પર આવશે.

રેડી રેકનર રેટ્સ પર નજર રાખતા ઍડ્વોકેટ વિનોદ સંપટે કહ્યું હતું કે ‘છેલ્લા થોડા સમયથી રેડી રેકનર રેટ્સ વધી રહ્યા છે. એ વિશે કોઈ પાકી માહિતી નથી, પરંતુ સ્ટૅમ્પ-ડ્યુટી અને રજિસ્ટ્રાર ઑફિસનાં સૂત્રોના જણાવ્યા પ્રમાણે મુંબઈ અને સબર્બ્સમાં રેડી રેકનર રેટ્સમાં ૦-૨૫ ટકાનો વધારો થઈ શકે છે.’

છેલ્લા એક વર્ષમાં કલ્યાણ, પનવેલ, થાણે અને અન્ય જગ્યાએ પણ રેડી રેકનર રેટ્સમાં ધરખમ વધારો થયા બાદ હવે મુંબઈ સબર્બ્સમાં પણ આ રેટ્સમાં વધારો થશે. કે. કર્મા રિયલ્ટર્સના પ્રકાશ રોહેરાએ કહ્યું હતું કે ‘બાંદરામાં રેડી રેકનર રેટ ૧૦-૧૫ ટકા વધ્યો હતો, જ્યારે કલ્યાણમાં આ રેટ ૪૦ ટકા જેટલો વધ્યો હતો. રિયલ્ટીમાં કિંમત ઊંચી છે એ હકીકત છે, પરંતુ ઍક્ચ્યુઅલ સેલ્સ નથી એ પણ સાચું છે.’

પ્રકાશ રોહેરાના જણાવ્યા પ્રમાણે ‘હવે બિલ્ડરો પણ રેડી રેકનર રેટ્સના આધારે જ વધુ ફ્લોર સ્પેસ ઇન્ડેક્સ માટે પ્રીમિયમ ચૂકવે છે એથી એનો વધારો આખરે તો ફ્લૅટ ખરીદનારાઓ પર જ આવશે. આમ આગામી વર્ષથી ઘર ખરીદનારાઓએ વધુ રકમ ચૂકવવાની તૈયારી રાખવી પડશે.’

દરેક સોદામાં બાયરે ફ્લૅટની કુલ કિંમતની પાંચ ટકા સ્ટૅમ્પ-ડ્યુટી ચૂકવવી પડે છે અને રેડી રેકનરના આધારે આ કિંમત નક્કી થાય છે.

એક રિયલ્ટીનિષ્ણાતના જણાવ્યા પ્રમાણે ‘રિયલ્ટી ક્ષેત્રે કિંમતો ઊંચી હોવાથી માર્કેટ ઠપ છે એથી સ્ટૅમ્પ-ડ્યુટી રદ કરવી જોઈએ. હવે જો રેડી રેકનર રેટ્સ વધારાય તો મંદી વધશે એથી સ્ટૅમ્પ-ડ્યુટી રદ કરવાનો આ યોગ્ય સમય છે.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK