હોટ પ્રોપર્ટી : ઓછા બજેટમાં ફ્લૅટ ખરીદવા માટે સેન્ટ્રલ સબર્બ્સ સૌથી શ્રેષ્ઠ

સેન્ટ્રલ રેલવેમાં કલ્યાણથી બદલાપુર વચ્ચેનો વિસ્તાર એવો છે જ્યાં ૨૦થી ૩૦ લાખ રૂપિયામાં ફ્લૅટ મળી શકે છે. એથી મિડલ-ક્લાસના લોકો હવે અંબરનાથ, બદલાપુર અને ઉલ્હાસનગરમાં શિફ્ટ થઈ રહ્યા છે.


central suburb


અત્યાર સુધી માત્ર લોકલ બિલ્ડરો આ વિસ્તારમાં બિલ્ડિંગો બનાવતા હતા, પણ હવે નામાંકિત ડેવલપરો પણ પહોંચી ગયા છે અને તેઓ મોટી ટાઉનશિપો બાંધી રહ્યા છે. બદલાપુરથી આગળ આવેલા વાંગણીમાં પણ મોટા પ્રોજેક્ટો આવી રહ્યા છે અને આમ એને પણ વધારે મહત્વ મળી રહ્યું છે.

આ વિસ્તારમાં ફ્લૅટ ૪૦૦૦થી ૬૦૦૦ રૂપિયા પ્રતિ સ્ક્વેર ફુટના ભાવે ઉપલબ્ધ છે. આવો ભાવ મુંબઈમાં વિચારી પણ નથી શકાતો. આ વિસ્તારમાં જવા માટે ટ્રેનોની કનેક્ટિવિટી સારી છે. વળી ત્યાં પણ રોજગારની તકો ઉપલબ્ધ છે. ઓછા બજેટમાં વધારે મોટાં અને સારાં ઘરો મળી શકે છે અને આધુનિક લાઇફ-સ્ટાઇલથી જીવી શકાય છે.

થાણે અને કલ્યાણમાં નાના ફ્લૅટ્સ વેચીને લોકો આ વિસ્તારમાં મોટા ફ્લૅટ્સમાં શિફ્ટ થઈ રહ્યા છે. કલ્યાણ અને ડોમ્બિવલીમાં અનેક ઇન્ડસ્ટ્રિયલ યુનિટો છે અને એથી રોજગારની તકો પણ છે. જેમને ત્યાં જ નોકરી છે એવા લોકો માટે ઘણા સારા વિકલ્પ મળી રહે છે.

આ વિસ્તારની સુધરાઈ ભવિષ્યમાં આવનારા સારા દિવસો માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચરના પ્રોજેક્ટો લાવી રહી છે એથી અહીં વિકાસની અપાર તકો છે. સિટી ઍન્ડ ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ કૉર્પોરેશન (સિડકો)એ બેલાપુર-તળોજા મેટ્રો રેલ સર્વિસને ઉલ્હાસનગરથી બદલાપુર સુધી લંબાવવાના પ્લાન બનાવ્યા છે. આના કારણે આ વિસ્તારમાં પણ જગ્યાના ભાવ વધારે ઉપર જવાની આશા છે. કલ્યાણમાં ૨૯ કિલોમીટરનો રિંગ રોડ બાંધવાની યોજના છે. એથી પણ ઘણા ઇન્વેસ્ટરો આ વિસ્તારમાં નાણાં રોકી રહ્યા છે.

કલ્યાણમાં ગત પાંચ વર્ષમાં ઘણા મોટા પ્રોજેક્ટ શરૂ થઈ ગયા છે. બદલાપુરના કાત્રપ, માંજરલી અને હેન્દ્રેપાડામાં પણ ઘણા પ્રોજેક્ટો આવ્યા છે. અહીં તો જગ્યા ૩૫૦૦થી ૪૦૦૦ રૂપિયે સ્ક્વેર ફુટના ભાવે ઉપલબ્ધ છે. અંબરનાથમાં મિડલ-ક્લાસને પરવડે એવા ફ્લૅટ્સ મળે છે અને એની મુંબઈ અને નવી મુંબઈ સાથેની કનેક્ટિવિટીને કારણે એ રહેવા માટે ઉપયોગી વિસ્તાર બની ગયો છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy