હવે થાણે પણ હોમ બાયર્સ માટે ફેવરિટ બની રહ્યું છે

ઇન્ફ્રાસ્ટ્રક્ચર ને સુવિધાના વિકાસ સાથે જ હવે ઘોડબંદર રોડ અને કાપુરબાવડી પણ હૉટ-સ્પૉટ બની ગયા છે


Thane



મુંબઈની જેમ થાણે પણ હવે હોમ બાયર્સ માટે ફેવરિટ બની રહ્યું છે. આનું કારણ એ છે કે વેસ્ટર્ન મહારાષ્ટ્રમાં મુંબઈ મેટ્રોપૉલિટન રીજન અંતર્ગતનું આ શહેર હવે મુંબઈ અને નવી મુંબઈ સાથે તમામ પ્રકારની કનેક્ટિવિટી ધરાવે છે અને ત્યાં લાઇફ-સ્ટાઇલ એમેનિટીઝ અને હાઉસિંગના અપાર ઑપ્શન પણ છે. એમાંય ઘોડબંદર રોડ આકર્ષક કિંમતે હાઉસિંગ પ્રોજેક્ટ્સ માટે ખૂબ જ અગત્યનો અને મુંબઈ રીજનનો કેન્દ્રવર્તી વિસ્તાર બની રહ્યો છે.

‘મિડ-ડે’એ થાણે (વેસ્ટ)ના વિવિયાના મૉલમાં ૨૬થી ૨૮ સપ્ટેમ્બર સુધી ત્રણ દિવસનું હૉટ પ્રોપર્ટી એક્ઝિબિશન રાખ્યું છે, જેમાં થાણે અને આસપાસના વિસ્તારોની પ્રૉપર્ટીની વિસ્તૃત માહિતી અને માર્ગદર્શન મળી રહેશે. આવો જોઈએ એક પ્રૉપર્ટી ડેસ્ટિનેશન તરીકે મુંબઈનું પાડોશી થાણે કેવું છે?

કનેક્ટિવિટી

થાણેમાં રોડ અને રેલ કનેક્ટિવિટી ખરેખર સારી છે. મુંબઈ કે નવી મુંબઈથી કોઈ પણ વ્યક્તિ લોકલ ટ્રેન દ્વારા ગમે ત્યારે સરળતાથી થાણે સુધી પહોંચી શકે છે. મુંબઈનાં વેસ્ટર્ન સબર્બની હદમાં આવેલા મીરા રોડથી થાણે સુધી પહોંચવા ઘોડબંદર રોડ જાણીતો છે. આ ઉપરાંત મુંબઈ, થાણે અને કલ્યાણ-ડોમ્બિવલી સુધરાઈની લોકલ બસ-સર્વિસ પણ થાણેના વિવિધ વિસ્તારો સાથે કનેક્ટિવિટી ધરાવે છે. દિવા રેલવે-સ્ટેશનને કારણે પણ રહેવાસીઓનો પ્રવાસ સરળ બની રહ્યો છે. કાપુરબાવડી જંક્શન પર ફ્લાયઓવરને કારણે પણ થાણેમાં ટ્રાફિકને રાહત છે. કાપુરબાવડી જંક્શન પર ઘોડબંદર રોડ અને ભિવંડી બાયપાસને જોડતા ર્પોશનને પણ આ વર્ષે જૂનમાં ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. આ ઉપરાંત થાણે સુધરાઈએ પણ શહેરભરમાં રોડને પહોળો કરવાનો પ્રોજેક્ટ હાથ ધરવાનું નક્કી કર્યું છે.

લાઇફ-સ્ટાઇલ ફીચર્સ

મૉલ-કલ્ચર વિકસતાં થાણેના રહેવાસીઓની લાઇફ-સ્ટાઇલ ખૂબ કમ્ફર્ટ બની રહી છે. થાણેમાં વિવિયાના, કોરમ, ઇટર્નિટી અને વન્ડર મૉલ જેવાં આધુનિક સંકુલો છે. વિવિયાના મૉલ એક જ સંકુલમાં બેસ્ટ બ્રૅન્ડેડ આઉટલેટ્સ ધરાવતા દેશના સૌથી વિશાળ મૉલની શ્રેણી અંતર્ગતનો છે. થાણેના આ તમામ મૉલમાં મલ્ટિપ્લેક્સ પણ આવેલાં છે. ડાન્સ, ડ્રામા અને આર્ટના શો માટે થાણેમાં ગડકરી રંગાયતન જાણીતો હૉલ છે. આ ઉપરાંત મુંબઈમાં જાણીતી ફૂડ-ચેઇન્સ અને જાણીતી રેસ્ટોરાંની બ્રાન્ચિસ થાણેમાં પણ ખૂલી છે.

રિયલ્ટી હબ

થાણેમાં ઘોડબંદર રોડ રિયલ્ટી હૉટ-સ્પૉટ બની રહ્યું છે. ઘોડબંદર રોડ પર કાપુરબાવડી એરિયામાં ચોમેર સંખ્યાબંધ રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ્સ તૈયાર થઈ રહ્યા છે. એ ઉપરાંત આ રોડ પરના વાઘબિળ, કોલશેત રોડ અને કાસરવડવલી સહિતના એરિયામાં પણ રેસિડેન્શિયલ પ્રોજેક્ટ્સ બંધાઈ રહ્યા છે. આ ઉપરાંત થાણેમાં માજીવાડા અને પોખરણ રોડ નંબર વન અને ટૂની આસપાસ પણ આધુનિક પ્રોજેક્ટ્સ થઈ રહ્યા છે.

જોન્સ લૅન્ગ લસાલ ઇન્ડિયાના સ્ટ્રૅટેજિક ડેવલપમેન્ટ ઇનિશ્યેટિવ્સના નૅશનલ ડિરેક્ટર જૉય સાન્યાલે કહ્યું હતું કે ‘થાણેમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધારાથી છેલ્લા દાયકામાં ઘોડબંદર રોડ અને કાપુરબાવડી જેવા એરિયા કેન્દ્રસ્થાને આવી ગયા છે. શહેરના મૂળ એરિયામાં વસ્તી વધવાની સાથે જ રિયલ એસ્ટેટ ક્ષેત્રે કિંમતો ખૂબ વધી ગઈ હોવાથી વાજબી કિંમતે ઘર ખરીદનારાઓને ઘોડબંદર રોડ જેવા એરિયા વધુ માફક આવે છે. ૨૦૧૦-’૧૨ વચ્ચે થાણેના લગભગ તમામ વિસ્તારોમાં જમીન અને મકાનની કિંમતોમાં ભારે વધારો થયો છે એની સરખામણીએ ઘોડબંદર રોડની આસપાસના વિસ્તારમાં હજીયે પરવડી શકે એવી કિંમતે સુવિધાયુક્ત ફ્લૅટ્સ મળી રહે છે.

પ્રાઇસ ટ્રેન્ડ્સ

ઘોડબંદર રોડ એરિયામાં આ વર્ષની શરૂઆતમાં ઍવરેજ રિયલ્ટી પ્રાઇસ સ્ક્વેર ફૂટદીઠ ૮૫૦૦ રૂપિયા હતી. કાપુરબાવડી પછીના માનપાડા એરિયામાં સ્ક્વેર ફૂટદીઠ સરેરાશ ૧૦,૫૦૦ રૂપિયાની કિંમતે ફ્લૅટ મળી શકે છે. છેલ્લા છ મહિનામાં થાણેમાં પ્રૉપર્ટીની કિંમતોમાં ૨૫-૩૦ ટકાનો ઉછાળો આવ્યો છે. થાણેમાં કેટલાય લોકો ભાડાની જગ્યામાં રહેવાનું પસંદ કરે છે એનું એક કારણ આ પણ છે. થાણેમાં પણ રુસ્તમજી, લોઢા, હીરાનંદાની, દોસ્તી ગ્રુપ, રોસા ગ્રુપ, પલાસિયા ગ્રુપ અને વિજય ગ્રુપ સહિતના જાણીતા બિલ્ડરોના પ્રોજેક્ટ્સ ચાલી રહ્યા છે.



Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK