ખારઘરના ૧૨૨૪ ફ્લૅટ માટે સિડકોએ બહાર પાડી બુકલેટ

ફૉર્મ સાથેના આ પૅમ્ફલેટની કિંમત સવાપાંચસો રૂપિયા: ભરીને આપવાની અંતિમ તારીખ ૨૦ ફેબ્રુઆરી


સિડકોએ ૧૬ જાન્યુઆરીથી ખારઘરમાં સેક્ટર ૩૬માં બની રહેલી વૅલી શિલ્પ હાઉસિંગ સ્કીમનાં ૧૦૦૦થી વધુ ઘર વેચવા માટેની એક બુકલેટ બહાર પાડી છે. રસ ધરાવનાર ખરીદદારોએ આ ફ્લૅટો વિશેની માહિતી આપતું પૅમ્ફ્લેટ-કમ-ફૉર્મ ૫૨૫ રૂપિયામાં ખરીદવાનું રહેશે.

જોકે આ અરજી આપતી વખતે ખરીદદારે ફ્લૅટની ટોટલ વૅલ્યુના ૧૦ ટકા અર્નેસ્ટ મની ડિપોઝિટ (EMD) તરીકે ચૂકવવાના રહેશે.

આ બુકલેટ સિડકો ભવનના ગ્રાઉન્ડ ફ્લોર પર, CBD બેલાપુરના રાયગડ ભવન તેમ જ નરીમાન પૉઇન્ટના નર્મિલ ભવનના અગિયારમા માળેથી મેળવવાની રહેશે. એ ઉપરાંત મહારાષ્ટ્રની તમામ થાણે જનતા સહકારી બૅન્ક (TJSB)માં એ ઉપલબ્ધ થશે.

આ તમામ ઘર મિડલ ઇન્કમ ગ્રુપ (MIG) અને હાઈ ઇન્કમ ગ્રુપ્સ (HIG) એમ બે કૅટેગરીમાં વહેંચાયેલાં છે. સિડકોના માર્કેટિંગ મૅનેજર વિવેક મરાઠેએ કહ્યું હતું કે ‘કુલ ૧૨૨૪ ફ્લૅટ છે જેમાંથી ૮૦૨ ફ્લૅટ MIGના અને ૪૨૨ ફ્લૅટ HIGના છે. વળી લોકો તરફથી અમને હંમેશાં સારો પ્રતિભાવ મળ્યો છે એટલે આ વખતે પણ અમારા સિડકોના ફ્લૅટ માટે અમને સારો રિસ્પૉન્સ મળશે એવું લાગે છે.’

ફ્લૅટના ભાવ તેમ જ સાઇઝ અલગ-અલગ છે (માહિતી માટે જુઓ બૉક્સ). સિડકો બોર્ડ તરફથી મંજૂરી મળી હોવાને લીધે આ હાઉસિંગ સ્કીમમાંના અમુક અપાર્ટમેન્ટ્સ વિભિન્ન કૅટેગરીમાં ગવર્નમેન્ટની રિઝર્વેશન પૉલિસી માટે ફાળવ્યાં છે. MLA/MLCs, નવી મુંબઈના પત્રકારો અને નવી મુંબઈના પ્રોજેક્ટ અફેક્ટેડ પર્સન્સ (PAP) માટે કેટલાક ફ્લૅટ્સ રિઝર્વ્ડ છે. ઍપ્લિકેશન-ફૉર્મ સાથેની EMD ‘સિડકો લિમિટેડ’ના નામે ડિમાન્ડ ડ્રાફ્ટ અથવા તો પે-ઑર્ડરથી જ ચૂકવવાની રહેશે. એ ઉપરાંત કોઈ પણ નવી મુંબઈની TJSB બ્રાન્ચમાં ૨૦ ફેબ્રુઆરી પહેલાં એ ભરવાની રહેશે. આ સ્કીમ હેઠળના ફ્લૅટ્સનું અલૉટમેન્ટ કમ્પ્યુટરાઇઝ્ડ ડ્રૉ દ્વારા થશે.

જોકે સિડકોના અધિકારીઓ સ્પષ્ટપણે જણાવે છે કે ડ્રૉમાં ફ્લૅટ મેળવનાર નસીબદાર ગ્રાહકોને ફ્લૅટની ચાવી દિવાળી પહેલાં નહીં મળી શકે. આ સ્કીમ હેઠળ જેમને ફ્લૅટ ફાળવાયા છે તેઓ પણ આ વર્ષના અંત સુધી ફ્લૅટમાં રહેવા જઈ શકશે નહીં.

આ ફૉર્મ ભરવા માટે કોઈ પણ પ્રકારની ઑનલાઇન સુવિધા નથી. MIG કે HIG  બન્ને માટે ફિઝિકલી જઈને ઍપ્લિકેશન-ફૉર્મ ભરવું પડશે. 

ફ્લૅટ વિશેની માહિતી

MIG ફ્લૅટ્સ

ભાવ : ૪૯ લાખથી ૬૦ લાખ રૂપિયા

બિલ્ટ-અપ એરિયા : ૧૦૧૫.૪૨ સ્ક્વેર ફીટ +  ૫૫. ૯૬ સ્ક્વેર ફીટ (ડ્રાય એરિયા)

કાર્પેટ એરિયા ૬૦૯ સ્ક્વેર ફીટ + ૪૫. ૧૯ સ્ક્વેર ફીટ (ડ્રાય એરિયા)

HIG ફ્લૅટ્સ

ભાવ : ૯૬ લાખથી ૧. ૦૭ કરોડ રૂપિયા

બિલ્ટ-અપ એરિયા : ૧૫૧૫.૭૬ સ્ક્વેર ફીટ + ૫૮. ૧૮ સ્ક્વેર ફીટ (ડ્રાય એરિયા)

કાર્પેટ એરિયા ૧૦૨૪.૫૬ સ્ક્વેર ફીટ + ૫૮.૧૮ સ્ક્વેર ફીટ (ડ્રાય એરિયા)

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK