ઘર બંધાઈ રહ્યું હોય ત્યારે જ કરી લેવા જેવું પ્લાનિંગ

તમે જ્યારે નવા પ્રોજેક્ટમાં ઘર ખરીદો ત્યારે તમારા ઘરને તમારી મરજી પ્રમાણે બંધાવવા માટે બિલ્ડરને મળીને તેની સાથે ચર્ચા કરવાનું લાભદાયક નીવડતું હોય છે. દિવાલોના રંગ કે ગ્રેનાઇટ કે ટાઇલ્સની આમાં વાત નથી. તમારું રહેવાનું સુવિધાજનક બને અને તમે જે ડેકોરેશન કરવા માંગો છો એમાં સરળતા રહે એ માટે ઉપયોગી નીવડે એવી કેટલીક વાતો જાણી લો.




દરવાજા કઈ દિશામાં ખૂલશે

વાસ્તુ ફેંગ શુઈની આમાં વાત નથી, પરંતુ કેટલીક વહેવારીક સુવિધાની વાત છે. તમે જે દરવાજાની નજીક કબાટ કે સેલ્ફ બનાવવા માંગતા હોવ તો દરવાજો કઈ દિશામાં અને કેટલ વધુ ખુલે છે એ મહત્વનું રહે છે. દરવાજો ખોલવાથી કબાટ તરફનો માર્ગ બંધ ન થવો જોઈએ.

ઇલેક્ટ્રિક પૉઇન્ટ્સ

ઇલેક્ટ્રિક પૉઇન્ટ્સની બાબતે હંમેશા મહત્વનો નિર્ણય લેવાતો હોય છે. પૉઇન્ટ્સ કઈ જગ્યાએ મુકાવશો- શું પૉઇન્ટ્સ પૂરતી સંખ્યામાં છે- કેટલી ઊંચાઈ પર એ હોવા જોઈએ. કિચન કે બાથરૂમમાં એ એવી જગ્યાએ ન હોવા જોઈએ, જ્યાં એના પર પાણીના છાંટા ઊડી શકે. અમુક સ્થાને તમે ટુ-વે સ્વીચીસ લગાવવાનું પણ પસંદ કરી શકો.

ઉપકરણો રાખવાની જગ્યા

ફ્રીજ, વોશિંગ મશીન, માઇક્રોવેવ વગેરે હવે જીવનની જરૂરિયાતો બની ગયા છે અને એના માટે યોગ્ય જગ્યા શોધવી જરૂરી છે. મકાન બંધાતુ હોય ત્યારે જ જો તમે એના સ્થાન નક્કી કરી શકો તો બિલ્ડર એના માટેની અભરાઈઓ, ઇલેક્ટ્રિક પૉઇન્ટ્સ અને પાણીના પૂરવઠાની જોગવાઈ કરી શકે.

કિચન પ્લૅટફૉર્મની ઊંચાઈ

કિચના પ્લેટફૉર્મની ઊંચાઈ દરેક વ્યક્તિને અલગ અલગ માફક આવે છે. જો તમે પહેલેથી આ નક્કી કરી લો તો બિલ્ડર એ પ્રમાણે જોગવાઈ કરી શકે. તમે મોડ્યુલર કિચન ઇચ્છતા હોવ તો એ પણ તમે આ તબક્કે નક્કી કરી શકો છો.

અભરાઈઓ

મકાન બંધાતુ હોય ત્યારે જ જો તમે અભરાઈઓને લગતી પૂર્વ સૂચના આપો તો પછીથી એના ડેકોરેશનમાં પણ ઉપયોગ થઈ શકે છે. આની ચોખવટ બાંધકામ થઈ રહ્યું હોય ત્યારે જ કરી લો.

બારીના પ્રકાર અને કદ

અનેક પ્રકારની બારીઓ ઉપલબ્ધ હોય છે. સ્લાઇડીંગ, રેગ્યુલર, લુવર્સ, સ્વીવેલ વગેરે. તમે રૂમમાં વધુ પ્રકાશ ઇચ્છો છો કે વધુ પ્રાઇવસી એના આધારે બારીના કદ પણ પહેલેથી નક્કી કરી લો.

ગ્રિલ્સ અને નેટિંગ

સલામતી તમારી પહેલી ચિંતા હોવી જોઈએ. બારી પર ગ્રિલ્સ અને દરવાજા પર કોલેપ્સેબલ ગ્રિલ્સ વધુ સલામતી આપે છે. બારી પર પ્રોટેક્ટિવ નેટ રાખવાથી જીવજંતુના ત્રાસમાંથી બચી શકાય છે.

પાણીની ટાંકી

મોટાભાગના વિસ્તારોમાં પાણીની સમસ્યા હોય છે. બાથરૂમમાં જેટ સ્પ્રે, કિચનમાં ગરમ પાણીનો નળ, વૉટર ફિલ્ટરમાં પાણી ભરતો નળ વગેરે જેવી સુવિધા તમે ઇચ્છતા હોવ તો એની સ્પષ્ટતા કરો. ઑવર હેડ પાણીની ટાંકી રાખવાથી બાલદીથી પાણી ભરવાની મુશ્કેલી ટાળી શકાશે.

વૉટર પ્યૉરિફાયરની જગ્યા

તમને નળની ક્યાં અને કેટલી જરૂરિયાત છે એ પહેલેથી વિચારી લો. વૉટર પ્યોરીફાયર એવી જગ્યાએ રાખવું જોઈએ કે જો પાણી ઑવરફ્લો થાય તો એ સીધુ ગટરની સિંકમાં પડે.

ફોન અને ગૅસ

લેન્ડલાઇન કનેકશન ક્યાં રાખવું અને ગૅસ સિલીન્ડર ક્યાં ગોઠવવું એ પહેલેથી નક્કી કરી લો, જેથી ગૅસના પાઇપને ગોઠવવાની જગ્યા પૂરતી રહે, અંદરનું બાંધકામ ચાલી રહ્યું હોય ત્યારે આ મુદ્દા વિશે વિચારવાનું જરૂરી છે.

ઉપર જણાવેલી બાબતો વિચારવા થોડું ઍડવાન્સ પ્લાનિંગ જરૂરી છે, પરંતુ એના ફાયદા અનેક છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK