મ્હાડા કૉમન મૅન માટે પણ ૧૫,૦૦૦ ફ્લૅટો બાંધશે

ધારાવી રીડેવલપમેન્ટ યોજના, ફ્રી લૅન્ડ અને ચારની જ્લ્ત્થી મ્હાડા હોંશે-હોંશે પરવડી શકે એવાં ઘર બાંધશે



ધારાવીના સેક્ટર નંબર પાંચમાં દસ હજાર જેટલા ઝૂંપડાવાસીનું રીહૅબિલિટેશન થયા બાદ મ્હાડા પાસે કૉમન મૅન માટેનાં ૧૫,૦૦૦ ઘરની યોજના છે. ધારાવી રીડેવલપમેન્ટ પ્રોજેક્ટના ભાગરૂપે સેક્ટર પાંચનું રીડેવલપમેન્ટ મ્હાડા દ્વારા થશે અને આ કામ શરૂ પણ થઈ ચૂક્યું છે. આ સેક્ટરના રીડેવલપમેન્ટ માટે કુલ ૬.૨૦ લાખ સ્ક્વેર મીટર જગ્યામાંથી મ્હાડાએ ૨.૩૨ લાખ સ્ક્વેર મીટરમાં જ્યારે બાકીની જગ્યામાં પ્રાઇવેટ પાર્ટીઓએ રીડેવલપમેન્ટ કરવાનું છે. મ્હાડાને ચારની ફ્લોર સ્પેસ ઇન્ડેક્સ (જ્લ્ત્) મળી છે એથી ત્યાં મ્હાડા ચાર ગણું બાંધકામ કરી શકશે અને સેક્ટર પાંચમાં મ્હાડા કુલ ૧૦.૮૦ લાખ સ્ક્વેર મીટરનું બાંધકામ કરશે. ધારાવી સેક્ટર પાંચનાં ૯૩૮૭ ઝૂંપડાંના રીહૅબિલિટેશન માટે મ્હાડાને ૪.૬૩ લાખ સ્ક્વેર મીટર જગ્યાની જ જરૂર પડશે, બાકીની ૬.૧૭ લાખ સ્ક્વેર મીટર જગ્યા મ્હાડા વેચી શકશે.

આ ૬.૧૭ લાખ સ્ક્વેર મીટર જગ્યામાં મ્હાડા ૪૨૫ સ્ક્વેર ફૂટના વન-ગ્ણ્ધ્ ફ્લૅટો બાંધશે જેની સંખ્યા ૧૫,૦૦૦ની હશે. મ્હાડા એનું વેચાણ કરશે. આ ઉપરાંત મ્હાડા કેટલીક જગ્યાને કમર્શિયલ સ્પેસ તરીકે પણ વેચશે.

આટલા વિશાળ પ્રોજેક્ટ માટે મ્હાડાને જમીનના પૈસા ચૂકવવા નથી પડ્યા એથી મ્હાડા કન્સ્ટ્રક્શન અને અન્ય સુવિધાઓના ખર્ચની ગણતરી કરીને આ ફ્લૅટ્સ પરવડી શકે એવી કિંમતે વેચશે. મ્હાડાના એક સિનિયર અધિકારીએ કહ્યું હતું કે ‘પ્રાઇવેટ બિલ્ડરોને જમીન માટે પણ મોટી રકમ ચૂકવવી પડે છે એથી પ્રાઇવેટ બિલ્ડિંગમાં ફ્લૅટની કિંમતો ઊંચી જ રહે છે જ્યારે મ્હાડાને તો જમીન ફ્રીમાં મળે છે જેમાં ઝૂંપડાવાસીઓનું રીહૅબિલિટેશન કર્યા બાદ પણ મ્હાડા પાસે દોઢસો ટકા જમીન બાકી રહે છે. મ્હાડા પ્રૉફિટ-મેકિંગ કંપની નથી એથી અમે આ ફ્લૅટો સસ્તા દરે એટલે કે પરવડી શકે એવી કિંમતે વેચીશું.’

આ યોજનાના પ્રથમ તબક્કામાં મ્હાડાએ સ્ટિલ્ટ પ્લસ ૧૮ માળનાં બિલ્ડિંગો બાંધવાનું શરૂ કર્યું છે જેમાં ૩૦૦ સ્ક્વેર ફૂટના ૩૫૬ ફ્લૅટ્સ હશે. આ ફ્લૅટ્સ ઝૂંપડાવાસીઓ માટેના હશે.

મ્હાડાના વાઇસ પ્રેસિડન્ટ અને ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર સતીશ ગવઈએ આ સમાચારને સમર્થન આપતાં કહ્યું હતું કે ‘ઝૂંપડાવાસીઓનું રીહૅબિલિટેશન કર્યા બાદ જગ્યા વેચાણમાં મૂકવામાં આવશે. એમાં નફો કમાવાની કોઈ વાત નથી એથી પરવડી શકે એવા ભાવ હશે. મ્હાડાએ આ પ્રોજેક્ટ સામાજિક જવાબદારી સમજીને હાથ પર લીધો છે. હજી સુધી બાકીની જગ્યાના રેટ નક્કી નથી કર્યા, પરંતુ એ પરવડી શકે એવા હશે. અમે આ એરિયાની ગીચતા ટાળવા ઉત્સુક છીએ અને આવી બાબતોના નિર્ણય ચીફ મિનિસ્ટર સાથે વાતચીત કર્યા બાદ લેવામાં આવશે.’

દાયકા બાદ મ્હાડા જાગ્યું : જૂના અરજદારોને ત્રણ લાખની કિંમતના ફ્લૅટ ૧૧ લાખ રૂપિયામાં જોઈતા હોય તો નવેસરથી અરજી કરવાનું કહ્યું 

મીરા રોડ ખાતે સસ્તા ઘર માટેની ડિપોઝિટની રકમ અંકે કરી લીધાના એક દાયકા બાદ મ્હાડાએ છેક હવે આ યોજનાને પુનર્જીવિત કરી છે. જોકે આ ફ્લૅટની લૉટરી સિસ્ટમમાં રસ ધરાવતા તમામ જૂના અરજદારોએ મ્હાડાના ૨૬૪ સ્ક્વેર ફૂટના ફ્લૅટ અઢીથી ત્રણ લાખ રૂપિયાને બદલે ૧૦થી ૧૧ લાખ રૂપિયામાં પડશે.

મ્હાડાના કોંકણ બોર્ડે વર્ષ ૧૯૯૯થી ૨૦૦૬ વચ્ચે ત્રણ વાર જાહેરાત કરીને અઢીથી ત્રણ લાખ રૂપિયામાં ફ્લૅટની સ્કીમ મૂકી હતી જેમાં માત્ર ૨૭૨ અરજીઓ જ મળી હતી અને નબળા પ્રતિસાદને પગલે યોજના પડતી મૂકવામાં આવી હતી, પરંતુ અરજદારોને ડિપોઝિટની રકમ પરત કરવામાં નહોતી આવી. હવે ફરીથી મ્હાડાએ આ યોજના પુનર્જીવિત કરી છે અને જૂના અરજદારોને ૧૦.૬૮ લાખ રૂપિયાના ફ્લૅટ લૉટરી સિસ્ટમથી મેળવવા માટે નવેસરથી અરજી કરવાનું જણાવ્યું છે. હા, તેમને ડિપોઝિટની રકમ ફરીથી ચૂકવવી નહીં પડે એટલી રાહત છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK