સેકન્ડ હોમ ખરીદતાં પહેલાં ગાંઠે બાંધી લો આ ૮ સૂચનો

પહેલું ઘર ખરીદવા કરતાં વધુ એક્સાઇટમેન્ટ સેકન્ડ હોમ ખરીદવામાં મળે છે. એ વેકેશન હોમ હોય કે નજીકમાં ઝડપથી વિકસી રહેલા શહેરમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાનું હોય - બીજું ઘર ખરીદવાનું પગલું અત્યંત મહત્વનું છે. આજના હોમલોનના યુગમાં ખરીદશક્તિ વધી રહી છે ત્યારે બીજું ઘર ખરીદવાનું તમે ધારો છો એટલું મુશ્કેલ નથી. વધુ ને વધુ યુવાન પ્રોફેશનલો શહેરના રોજિંદા ધમાલિયા વાતાવરણથી દૂર વિશાળ સેકન્ડ હોમમાં પૈસા રોકવાનું પ્લાનિંગ કરી રહ્યા છે. એટલે તમારા બીજું ઘરમાં પૈસાનું રોકાણ કરો ત્યારે તમારે જાણી લેવી જોઈએ એવી કેટલીક બાબતોની યાદી અહીં આપી છે:


૧. કિંમતનું મહત્વ ઘણું

તમારું બીજું ઘર ખરીદો ત્યારે એમાં કિંમતનું પાસું ઘણું મહત્વનું ગણાય છે. જોકે જગ્યાના ભાવ ક્યારે આસમાન પર પહોંચી જશે એની આગાહી તો કોઈ કરી ન શકે. દિશા ડિરેક્ટના ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર સંતોષ નાઈક કહે છે કે તમને રસ હોય એવા સ્થળની યોગ્ય તપાસ કરો, આસપાસના એરિયામાં ફરો અને પ્રૉપર્ટીની રીસેલ વૅલ્યુ વિશે પૂરતી તપાસ કરી લો.

એરિયા કે પ્રોજેક્ટ હજી ડેવલપ થઈ રહ્યો હોય, પરંતુ સંપૂર્ણ ડેવલપ થયો ન હોય એ સમય પ્રૉપર્ટીની સોદાબાજી માટે શ્રેષ્ઠ ગણાય.

૨. લોકેશન

તમારા વર્તમાન રહેઠાણથી એ સ્થળ કેટલું દૂર છે એ જાણી લો. સેકન્ડ હોમની અવારનવાર મુલાકાત લેવાનું તમારા માટે શક્ય બનશે કે નહીં એ બરાબર સમજી લો. એ એરિયામાં વારંવાર મુલાકાત લઈ શકાય એવું કોઈ સ્થળ છે કે નહીં વગેરે બાબતો પણ જાણી લો. એવા સ્થળમાં જો તમે ફ્લૅટમાં ઇન્વેસ્ટમેન્ટ કરી શકતા હશો તો ભવિષ્યમાં એ ભાડેથી આપવા તમને ભાડૂત પણ મળી જશે. સૉફ્ટ કૉર્નરના મૅનેજિંગ ડિરેક્ટર ડી. એસ. કુલકર્ણી કહે છે કે સૌથી મોટો લાભ એ છે કે વ્યુ અને લોકેશનને કારણે પ્રૉપર્ટીની કિંમતમાં વીસ ટકાનો વધારો થઈ જાય છે.

૩. એસ્ટેટ એજન્ટ રોકો

 એરિયાનો સારો જાણકાર હોય એવા રિયલ એસ્ટેટ એજન્ટને રોકો. સ્થાનિક એસ્ટેટ એજન્ટ આસપાસમાં હૉટ લોકેશન કયું છે એ આસાનીથી શોધી શકશે. સ્થાનિક પ્રૉપર્ટીની કિંમત કેટલી ગણાય એ વિશે પણ તે તમને માર્ગદર્શન આપી શકશે. અગરવાલ ગ્રુપના ડિરેક્ટર પંકજ એલ. અગરવાલ કહે છે, ‘એજન્ટે છેલ્લા થોડા સમયમાં કયા સોદા કરાવ્યા છે એની યાદી માગો. એ યાદી પરથી એ એજન્ટ કઈ રેન્જમાં સોદા કરવી શકે છે એનો ખ્યાલ આવશે. તમે જે રેન્જમાં ફ્લૅટ ખરીદવા ઇચ્છતા હો એ રેન્જમાં ચોક્કસ એજન્ટ સોદા કરવી ન શકતો હોય તો બીજો એજન્ટ શોધો.’

૪. સંશોધન અગત્યનું

જે સ્થળે બીજું ઘર ખરીદવા ઇચ્છતા હો એનો ઇતિહાસ જાણી લો. એ સ્થળમાં કુદરતી આફતો આવે છે કે કેમ એ વિશેની માહિતી મેળવો. સામાન્ય કુદરતી આફતોને આવરી લે એવા વીમાનું કવચ તમે લઈ શકશો કે નહીં એનો પણ વિચાર કરો.

૫ ઇન્ફ્રાસ્ટ્રક્ચર

સંબંધિત પ્રોજેક્ટ પાછળ કામ કરતા લોકો સાથે ચોક્કસપણે વાતચીત કરી લેજો. ભવિષ્યમાં નાહકની મગજમારી ન થાય એ માટે બિનકૃષિ જમીન હોય એની પણ તકેદારી રાખજો. તમારા ફ્લૅટ સુધી જતા રોડની હાલત કેવી છે એની તપાસ કરી લેજો. સાથોસાથ એ વિસ્તારમાં પાણીપુરવઠો અને વીજળીનો પુરવઠો બરાબર મળે છે કે નહીં એ પણ જાણી લેવાની સલાહ છે.

૬ ટૅક્સ વિશે પણ વિચારો

 તમારા સેકન્ડ હોમનો તમે કેવો ઉપયોગ કરો છો એના પર તમારા ટૅક્સિસનો આધાર છે. દાખલા તરીકે જો તમે બીજું ઘર ભાડેથી આપવાના હો, પરંતુ ઓછામાં ઓછાં બે અઠવાડિયાં એમાં રહેવાના હો તો તમે મૉર્ગેજ ઇન્ટરેસ્ટ અને પ્રૉપર્ટી ટૅક્સનું ડિડક્શન મેળવી શકો છો. સંતોષ નાઈક કહે છે, ‘જો ઘર ભાડે આપ્યું હોય અને એનો પોતાના રહેવા માટે ક્યારેય ઉપયોગ કરવામાં ન આવ્યો હોય તો એના માટે ટૅક્સ ડિડક્શનનાં અલગ સ્ટાન્ડર્ડ લાગુ પડે છે. એટલે સોદો કરતાં પહેલાં ચાર્ટર્ડ અકાઉન્ટન્ટની સલાહ લઈ લો.’

૭. ભાડેથી આપવાની શક્યતા  ડી. એસ. કુલકર્ણી કહે છે કે વર્ષ દરમ્યાન થોડો સમય જગ્યા ભાડેથી આપવાનો તમારો પ્લાન હોય તો એ એરિયામાં જગ્યાની સીઝનલ ડિમાન્ડ કેવી છે એ જાણી લેવું જરૂરી છે.

૮. મેઇન્ટેનન્સ

સેકન્ડ હોમને મેઇન્ટેઇન કરવાની તકલીફને કારણે મોટા ભાગના લોકોએ એ વેચી નાખવું પડે છે. ઇન્વેસ્ટમેન્ટ કરતાં પહેલાં વધારાનું ઘર જાળવવા માટે કેટલા સમયનો ભોગ આપવો પડશે અને ખર્ચ કેટલો કરવો પડશે એનો વિચાર કરી લેજો. સીઝનલ હોમ મોસમ પ્રમાણે ખુલ્લું રાખવું પડે છે અને પછી બંધ કરી દેવું પડે છે. ઉપરાંત ઘરમાં નિયમિત સાફ-સફાઈ અને અન્ય પરચૂરણ બાબતોની કાળજી પણ લેવી પડે છે. જોકે એ માટે માણસો રાખી શકાય છે, પરંતુ એ મોંઘા પડે છે. એટલે જો બીજું ઘર ખરીદતા હો તો એની જાળવણીની જવાબદારી પણ લેવાની તૈયારી રાખજો.

તમારા બીજા ઘરની કિંમતને અસર કરી શકે એવાં પાસાં

રીસેલ કરવાના એકમાત્ર ઇરાદાથી જો બીજું ઘર ખરીદતા હો તો આ પાસાંઓ ધ્યાનમાં રાખો:

મોટા શહેરથી ડ્રાઇવિંગ કરીને પહોંચી શકાય એટલા અંતરે આવેલી પ્રૉપર્ટીની વેચવાલીની શક્યતા ઘણી ગણાય.

શૉપિંગ ઍવન્યુ, રેસ્ટોરાં અને સ્થાનિક દૃષ્ટિએ આકર્ષક ગણાતી પ્રૉપર્ટી હૉટ કેકની માફક વેચાઈ જાય છે.

એક કરતાં વધુ સીઝનમાં રેક્રીએશન ઍક્ટિવિટી માટે ઉપયોગમાં લઈ શકાય એવો એરિયો સંભવિત ગ્રાહકોના વિશાળ વર્ગને અપીલ કરે છે.

આકર્ષક અને સારી રીતે જાળવણી કરવામાં આવી હોય એવી પ્રૉપર્ટી હંમેશાં ઝડપથી વેચાઈ જાય છે. એટલે તમારા સેકન્ડ હોમની બરાબર દેખભાળ કરો એ જરૂરી છે.

ઇન્વેસ્ટમેન્ટની શક્યતાને ધ્યાનમાં રાખીને ભૂતકાળમાં જે પ્રૉપર્ટીમાં સારું ભાડું મળ્યું હોય એ ખરીદવી યોગ્ય ગણાય.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK