આ વર્ષે તમે મ્હાડાની લૉટરી જીતશો તો પણ કદાચ ઘર નહીં મળી શકે

જાહેરખબરમાં કહેવાયું છે કે ઘર માટેની લૉટરીના અરજદારને ફ્લૅટ લાગ્યા બાદ પણ ઘરની કિંમત, એરિયા અને લૉટરીને પાત્ર ઘરની સંખ્યામાં ફેરફાર થઈ શકે છે : મ્હાડાએ વીજળી અને પાણીનો પુરવઠો આપવાની જવાબદારીમાંથી હાથ ખંખેરી લીધા



વરુણ સિંહ

મ્હાડાએ આ વર્ષે લગભગ ૨૭૦૦ ઘર માટેની લૉટરી કાઢવા સંબંધે આપેલી જાહેરખબર પરથી જાણવા મળ્યું છે કે રાજ્યની ગૃહનિર્માણ સંસ્થા હવે મુંબઈના બિલ્ડરો જેવી ચાલબાજી કરવા લાગી છે.

 જાહેરખબરની કલમ ક્રમાંક ૨ મુજબ લૉટરીમાં લાગેલા ઘરનો એરિયા અને ભાવમાં ફેરફાર કરવામાં આવી શકે છે. ફ્લૅટની સંખ્યામાં પણ ફરક આવી શકે છે. આના પરથી કહી શકાય કે તમને લૉટરી લાગ્યા પછી પણ મ્હાડા તમારી પાસે ઘરના વધારે પૈસા માગી શકે છે અથવા તમને નાનું ઘર આપી શકે છે. મુંબઈગરાને બિલ્ડરોનો આવો જ કડવો અનુભવ થઈ ચૂક્યો છે.

ઘરની એકંદર સંખ્યા પણ ઘટાડવામાં આવી શકે છે. જાહેરખબરની કલમ ક્રમાંક પાંચમાં કહેવાયું છે કે પાણી અને વીજળીનો પુરવઠો કરનારી સંસ્થાઓ અલગ હોવાથી હાઉસિંગ સંસ્થા એના પુરવઠાની કોઈ બાંયધરી આપી શકે એમ નથી. પાણી અને વીજળીનાં જોડાણો મળવામાં વિલંબ પણ થઈ શકે છે. મ્હાડાએ લૉટરીના વિજેતાઓને ફાળવેલાં ઘરોમાં પાણી ન આવતું હોવાના દાખલા અગાઉ બની ચૂક્યા છે. વળી, મ્હાડાએ એમ પણ કહ્યું છે કે બિલ્ટ અપ એરિયા અને કાર્પેટ એરિયા બદલવામાં આવી શકે છે. બિલ્ડરો પણ આવું કરે છે. તેમણે કાર્પેટ એરિયાના હિસાબે જ ઘર વેચવાનાં હોય છે, પણ તેઓ બિલ્ટ અપ એરિયા લાગુ કરે છે.

આ બાબતે ‘મિડ-ડે’એ મ્હાડાના કોંકણ બોર્ડના ચીફ ઑફિસર ભાઉસાહેબ દાંગડેનો સંપર્ક કર્યો ત્યારે તેમણે જાહેરખબરની ત્રુટિઓનો અસ્વીકાર કરતાં કહ્યું હતું કે અમારા ફ્લૅટની બાબતે જાહેરખબરમાં લખાયેલી વિગતોમાં કોઈ ફેરફાર નહીં થાય.

મ્હાડાએ જાહેરખબરમાં કરેલી સ્પક્ટતાનું કારણ ભૂતકાળમાં લૉટરીવિજેતાઓ સાથે થયેલા ઝઘડા હોઈ શકે. ગયા વર્ષે મ્હાડાએ આગોતરી જાણ વગર ભાવ વધારી દીધા બાદ કેટલાક લોકોએ ઘર પાછાં આપ્યાં હતાં. ઘરનો એરિયા વધી જવાને લીધે મ્હાડાએ ભાવ વધાર્યા હતા એવું જાણવા મળ્યું છે.

ગૃહનિર્માણ બોર્ડ

મ્હાડાનું કોંકણ બોર્ડ અને મુંબઈ બોર્ડ ઘરની લૉટરી કાઢે છે. મુંબઈ બોર્ડ સાંતાક્રુઝ, દહિસર, પ્રતીક્ષા નગરમાં ઘર ઑફર કરે છે. આ વર્ષે કોંકણ બોર્ડનાં ઘર વિરારમાં ઉપલબ્ધ છે.

મ્હાડા લૉટરી

આ વર્ષે ઘર માટેની લૉટરીનો ડ્રૉ ૩૧ મેએ કાઢવામાં આવશે. એના માટેની અરજીઓ ૨૪ એપ્રિલથી ૧૬ મે સુધી સ્વીકારાશે. ત્યાર બાદ મ્હાડા અરજીઓની સમીક્ષા કરશે. અરજદારોની સઘન ચકાસણી બાદ તથા ફૉર્મ બરોબર ભરાયેલું હશે તો લૉટરી માટે એનો સ્વીકાર કરવામાં આવશે.


Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK