બિલ્ડિંગની પસંદગી માટેના બેસિક નિયમો

આદર્શ ઘરની શોધ કરતી વખતે અમુક બાબતો ચૂકી જવાનું પરવડે જ નહીં એટલે ઘર શોધનારાઓ, આ યાદી પર એક નજર નાખો



આલીશાન ઘર લેવાની ઇચ્છા હોય કે પરવડી શકે એવું ઘર; પણ સ્વિમિંગ પૂલ, જૉગિંગ-ટ્રૅક કે બાળકોને રમવાના વિસ્તાર જેટલી બેસિક ઍમિનિટીઝ તો કોઈ પણ વ્યક્તિ ઘર ખરીદતી વખતે ઇચ્છતી જ હોય છે અને બજેટ કદાચ ઓછું હોય છતાં અમુક બેસિક બાબતો સામે આંખ આડા કાન કરવા યોગ્ય નથી.

આ રહી એની યાદી

ગ્રીન સ્પેસ

બાળકોને રમવા માટેની જગ્યા અથવા પાર્ક, ચાલવા માટેનો ટ્રૅક, ટેનિસ કોર્ટ અથવા તો વ્યવસ્થિત જળવાયેલી હોય એવી લોન જેમાં થોડી બેન્ચિઝ ગોઠવાયેલી હોય અને ત્યાં બિલ્ડિંગના લોકો આવીને બેસી શકે. ગ્રીનરી ન હોય એવાં બિલ્ડિંગ કૉમ્પ્લેક્સમાં રહેવાનો કોઈ અર્થ જ નથી.

વ્યવસ્થિત સોસાયટી

તમે જે કૉમ્પ્લેક્સમાં ઘર લેવા ઇચ્છતા હો એમાં સોસાયટી બનેલી હોવી જોઈએ. બિલ્ડિંગ બાબતે ઊભા થતા તમામ મુદ્દાઓ ઉકેલવાનો શ્રેષ્ઠ વિકલ્પ સોસાયટી જ છે એટલે ઘર ખરીદવાનો નિર્ણય લેતાં પહેલાં આ બાબતો ખાસ ધ્યાન રાખવા જેવી છે.

વીજળી અને પાણીની વ્યવસ્થા

નિયમિત પાણી અને ઇલેક્ટ્રિસિટી એ બન્ને મુખ્ય જરૂરિયાતો છે. એને માટે રોજ તાણ અનુભવવાનો કોઈ અર્થ નથી એટલે આવા કોઈ આકસ્મિક ખર્ચ માટે તમારા કૉમ્પ્લેક્સ પાસે પૂરતી જોગવાઈ છે કે નહીં એ ઉપરાંત કૉમ્પ્લેક્સના કૉમન વિસ્તાર માટે પણ જનરેટરનો વિકલ્પ છે કે નહીં એની તપાસ કરવી જરૂરી છે.

સોલર પૅનલ, રેઇન વૉટર હાર્વેસ્ટિંગ જેવો અગત્યનો મુદ્દો

સોલર પૅનલ અને રેઇન વૉટર હાર્વેસ્ટિંગ જેવી ટકાઉ વ્યવસ્થાઓ આ જમાનામાં જરૂરી છે. ઊર્જા બચાવવાની ટેãક્નકો કાર્બન ઓછો કરવાની સાથે ખર્ચની પણ બચત કરે છે અને અમુક સોસાયટીઓમાં તો કમ્પોસ્ટ પિટ્સની પણ વ્યવસ્થા હોય છે.

સુરક્ષા

ચોરી-લૂંટફાટના બનાવો ટાળવા માટે તમારા બિલ્ડિંગમાં રખાયેલી સિક્યૉરિટી ખાતરીની છે કે નહીં? તેમના આગળના રેકૉર્ડની તપાસ ઉપરાંત તેઓ વિશ્વાસુ કંપનીઓ દ્વારા આવ્યા છે કે નહીં એની ચોકસાઈ કરવી જરૂરી છે.

 સ્વચ્છતા અભિયાન

સ્વચ્છતા તેમ જ કચરાના નિકાલની વ્યવસ્થા અત્યંત મહત્વની બાબત છે. એની સામે આંખ આડા કાન ન કરી શકાય. પર્યાવરણ બાબતે જાગરૂક સમુદાયો હવે કચરાનો નિકાલ થાય એવી પ્રક્રિયાઓ અપનાવી રહ્યા છે એટલે કોઈ પણ કૉમ્પ્લેક્સ પર પસંદગીની મહોર મારતાં પહેલાં આ મહત્વનો મુદ્દો મનમાંથી સરકી ન જાય એનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે.

વ્યવસ્થિત લૅન્ડસ્કેપ

તમારા કૉમ્પ્લેક્સનું બાંધકામ વ્યવસ્થિત છે કે નહીં તેમ જ એની આસપાસનો વિસ્તાર પણ યોગ્ય છે કે નહીં એની પૂરતી તપાસ કરવી જરૂરી છે.

કૉસ્મોપૉલિટન અપ્રોચ

ફ્લૅટની લે-વેચ વખતે કોણ ફ્લૅટ ખરીદી રહ્યું છે એની ખબર નથી હોતી એટલે તમે ભલે બિનસાંપ્રદાયિક હોઈ શકો, પણ પછીથી કોઈની પણ કોમી લાગણીઓ દુભાય અને તમને ઘર લેવા માટેનો પસ્તાવો ન થાય એટલે ઘર લેતી વખતે આટલી સાવચેતી ચોક્કસ રાખજો.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK