ખારઘરના સિડકોના હાઉસિંગ પ્રોજેક્ટના ફ્લૅટના રેટ ગણેશોત્સવ સુધીમાં જાહેર થશે

નવી મુંબઈના વિકાસમાં જેનું સૌથી મોટું યોગદાન છે એવા સિડકોએ ખારઘરમાં સેક્ટર-૩૬માં વિશાળ હાઉસિંગ પ્રોજેક્ટ શરૂ કર્યો છે અને એના ફ્લૅટ્સની કિંમતો કેટલી હશે એ જૂન મહિનામાં જાહેર થવાનું હતું, પણ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આ જાહેરાત હવે સપ્ટેમ્બરમાં ગણેશોત્સવ વખતે કરવામાં આવશે.


શ્રાવણ મહિનામાં કોઈ ઘરની ખરીદી કરતું નથી અને ગણેશોત્સવમાં લોકો પ્રૉપર્ટીની ખરીદી કરતા હોય છે એથી ત્યારે ભાવ જાહેર કરવામાં આવશે.

આ પ્રોજેક્ટમાં હાયર ઇન્કમ ગ્રુપ (ણ્ત્ઞ્)માં ૩ગ્ણ્ધ્ના ફ્લૅટ્સ, મિડલ ઇન્કમ ગ્રુપ (પ્ત્ઞ્) માટે ૨ગ્ણ્ધ્ના ફ્લૅટ્સ બનાવવામાં આવી રહ્યા છે. પહેલાં કુલ ૧૧૧૮ ફ્લૅટ્સ બાંધવામાં આવનાર હતા પણ પછી એની સંખ્યા વધારીને ૧૨૨૪ કરવામાં આવી જે પૈકી ૪૨૨ ણ્ત્ઞ્ અને ૮૦૨ પ્ત્ઞ્ના ફ્લૅટ્સ હશે. આ ફેરફારને કારણે પણ પ્રોજેક્ટને થોડું મોડું થયું છે.

આ સિવાય ૧૦૮ ઑફિસો અને ૪૨ દુકાનો પણ બાંધવામાં આવશે. ૨૦૧૧ના નવેમ્બર મહિનામાં કન્સ્ટ્રક્શન શરૂ કરવામાં આવ્યું હતું જે ૨૦૧૪ના મે મહિનામાં પૂરું થવાની ધારણા છે. આ પ્રોજેક્ટમાં આર્થિક રીતે પછાતવર્ગના લોકો માટે ૯૬૮ ફ્લૅટ્સ અને લોઅર ઇન્કમ ગ્રુપ માટે ૨૬૨૨ ફ્લૅટ્સ બાંધવામાં આવશે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK