હોમ ઇન્શ્યૉરન્સની અનિવાર્યતા લોકોએ સમજવી જોઈએ

આપણે તમામ તમામ મૂલ્યવાન ચીજવસ્તુઓનો વીમો ઉતારીએ છીએ એ રીતે આપણા ઘરનો વીમો ઉતારવો પણ એટલો જ મહત્વનો છે.

home


આગ લાગે કે પૂર આવે કે ધરતીકંપ આવે એવી દુર્ઘટનાઓમાં પ્રૉપર્ટીને નુકસાન થાય એ વખતે એનો વીમો ઉતાર્યો હોય તો એ ઘણો ઉપયોગી થાય છે. વીમો ઉતારવાની વિધિ ફ્લૅટ માટે અને સ્વતંત્ર બંગલા કે ફાર્મહાઉસનો વીમો ઉતારવા કરતાં જુદી હોય છે. અહીં કેટલીક માર્ગદર્શક સૂચનાઓ આપી છે.

સર્વસામાન્ય પ્રશ્ન

ઘરનો વીમો ઉતારવાની વાત હોય તો આખી રકમ ઘર ફરી બાંધવાના ખર્ચ જેટલી જ હોય છે. અપાર્ટમેન્ટની બાબતમાં જુદા નિયમો હોય છે. સર્વસામાન્ય પ્રશ્નો એવા પુછાય છે કે ફ્લૅટ માટે વ્યક્તિગત રીતે વીમો મેળવી શકાય? સોસાયટીરૂપે હોમ ઇન્શ્યૉરન્સ મેળવી શકાય? એમાં વળતર કેટલું મળે? વ્યક્તિએ વળતરની રકમના કોઈની સાથે ભાગ વહેંચવા પડે? આવી શંકાઓ લોકોના મનમાં ઊભી થાય છે.

સોસાયટી કે વ્યક્તિ?

સામાન્ય ચિત્ર જોતાં બિલ્ડિંગનો વીમો હાઉસિંગ સોસાયટી ઉતારે છે. જો એવું ન બને તો તમારે ઘરની અંદરની કીમતી ચીજવસ્તુઓના વીમા ઉપરાંત વધારાનું ઇન્શ્યૉરન્સ કવર મેળવવું જરૂરી બને છે. કઈ બાબતોનો સમાવેશ કરવો અને કઈ બાબતો વેગળી રાખવી એ બાબતની શરતો અને નિયમો સ્વતંત્ર ઘર અને ફ્લૅટની બાબતમાં સરખી જ હોય છે. બન્નેમાં કંઈ જુદી-જુદી વિશેષતાઓ નથી હોતી. વીમો જગ્યાના બિલ્ટ-અપ એરિયા અને રીકન્સ્ટ્રક્શનના અપેક્ષિત ખર્ચને આધારે ઉતારવામાં આવે છે. જો વ્યક્તિને એમ લાગે કે સોસાયટીએ પૂરતી રકમનો વીમો ઉતાર્યો નથી તો ફ્લૅટનો માલિક વધારાનો વીમો ઊતરાવી શકે છે.

નિયમો અને શરતો

વીમાના કાયદા પ્રમાણે ઘરનો માલિક રેસિડેન્શિયલ બિલ્ડિંગમાં કમર્શિયલ ઍક્ટિવિટી કરી ન શકે. જો ઘરમાલિકની ગેરહાજરીમાં પાડોશી આ શરતનો ભંગ કરે તો એને ઇન્શ્યૉરન્સ કંપની આચારસંહિતાનો ભંગ નથી ગણતી.

શું-શું યાદ રાખશો?


ફ્લૅટની બાબતમાં વીમો ઉતારનાર દાદરા, કમ્પાઉન્ડ અને દીવાલોનો વીમો મેળવી ન શકે. એ બધી જગ્યાઓનો વીમો સોસાયટી જ ઉતારી શકે. ઘરમાલિકે ઉતારેલો વીમો પ્રૉપર્ટીની કિંમત જેટલો જ હોઈ શકે. સંબંધિત વિસ્તારમાં બાંધકામનો ખર્ચ ધ્યાનમાં રાખીને જ રકમ નક્કી કરી શકાય. દર વર્ષે વીમાની રકમમાં ૨૦થી ૨૫ ટકા વધારો કરતો એસ્કેલેશન ક્લૉઝ પણ વીમાના દસ્તાવેજમાં હોય છે.

શૉર્ટ ટર્મ અને લૉન્ગ ટર્મ મુદતોનાં જુદાં-જુદાં પાસાં પર ધ્યાન રાખવું પડે. ઘણી વખત લૉન્ગ ટર્મ પ્લાનમાં વધુ ડિસ્કાઉન્ટ મળતું હોય છે.

ક્વિક સર્વિસ આપતી કંપનીને પસંદ કરો, કારણ કે એનાથી વણમાગી તકલીફો ઘટી જાય છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy