નવી મુંબઈ : લોકો માટે સેકન્ડ વિકલ્પ નહીં, એક સ્વતંત્ર શહેર

૧૯૯૦માં જેને મુંબઈના સમાંતર શહેર તરીકે વિકસાવવામાં આવ્યું એ નવી મુંબઈ આજે સ્વતંત્ર અને પોતાની બધી જરૂરિયાતો પૂરી કરી શકે એવું શહેર બની ગયું છે. આજે ઘણા લોકો નવી મુંબઈ જઈ રહ્યા છે અને એના માટે તેમની પાસે તેમનાં કારણો છે, પણ થોડાં વર્ષો પહેલાં તેમના માટે નવી મુંબઈ એ બીજો વિકલ્પ હતો. આજે નવી મુંબઈ પોતાની એક બ્રૅન્ડ બની ચૂક્યું છે.



ઝડપી વિકાસ

નવી મુંબઈમાં જો કોઈ સૌથી મોટો પ્રોજેક્ટ હોય તો એ નવી મુંબઈ ઍરપોર્ટનો પ્રોજેક્ટ છે અને એનું કામ ધીમે-ધીમે આગળ વધી રહ્યું છે. બાકીના ઇન્ફ્રાસ્ટ્રક્ચરના પ્રોજેક્ટ્સ પૂરા થઈ રહ્યા છે અથવા થવાની તૈયારીમાં છે. સિડકોની ઇચ્છા આ શહેરને ઇન્ટરનૅશનલ લેવલનું બનાવવાની હતી. આજે અનેક બહુરાષ્ટ્રીય કંપનીઓ અહીં આવી ચૂકી છે અને બીપીઓ તથા આઇટી ઇન્ડસ્ટ્રીમાં ઘણું ઇન્વેસ્ટમેન્ટ થયું છે.

નવી મુંબઈમાં ઍરપોર્ટ સિવાય રોડનો વિકાસ સારો થયો છે. સાઉથ મુંબઈને નવી મુંબઈ સાથે જોડવા માટેની ટ્રાન્સ-હાર્બર લિન્કની યોજના ઘડી કાઢવામાં આવી છે. રિલાયન્સ ગ્રુપ ૪૦૦૦ હેક્ટર જમીન પર સ્પેશ્યલ ઇકૉનૉમિક ઝોન બાંધશે. સરકારી અને પ્રાઇવેટ ઑફિસો પણ મુંબઈથી નવી મુંબઈ ખસેડવામાં આવી છે. કેમિકલ, એન્જિનિયરિંગ, ટેક્સટાઇલ પ્રોસેસિંગ, પેટ્રોકેમિકલ, ફાર્માસ્યુટિકલ, ઇલેક્ટ્રૉનિક્સ, ઑઇલ પ્રોસેસિંગ, પેપર, પ્લાસ્ટિક, સ્ટીલ અને ફૂડ પ્રોસેસિંગ જેવી ઇન્ડસ્ટ્રીઝ તળોજામાં આવી ચૂકી છે. ધીરુભાઈ અંબાણી નૉલેજ સિટી, થાણે-બેલાપુર ઇન્ડસ્ટ્રિયલ બેલ્ટમાં પણ ઘણા ઉદ્યોગો આવી ગયા છે એટલે નોકરીની અનેક તકો ઉપલબ્ધ થઈ છે. આથી સર્વિસ ક્લાસ અને મિડ-ઇન્કમ ગ્રુપના લોકો નવી મુંબઈ આવતા થયા છે.

શ્રેષ્ઠ તક


બિલ્ડર્સ અસોસિએશન ઑફ નવી મુંબઈના ઉપક્રમે યોજાયેલું પ્રૉપર્ટી એક્ઝિબિશન હાલમાં ઑફ પામ બીચ રોડ પર સીવુડમાં ચાલી રહ્યું છે જે સોમવાર સુધી લોકો માટે ખુલ્લું છે. ૧૦૦થી વધુ ડેવલપરો એમાં ભાગ લઈ રહ્યા છે અને એમાં અનેક પ્રોજેક્ટ્સ રજૂ થયા હોવાથી ફ્લૅટ ખરીદનારને ઘણી વિશાળ ચૉઇસ મળશે. અસોસિએશનના પ્રેસિડન્ટ ભૂપેન્દ્ર શાહે કહ્યું હતું કે ‘૪૦૦ સ્ક્વેરફૂટથી લઈને ૭૦૦૦ સ્ક્વેરફૂટના ફ્લૅટ આ પ્રદર્શનમાં જોઈ શકાય છે, જે ૧૨થી ૧૫ લાખ રૂપિયાથી લઈને આઠ કરોડ રૂપિયાની કિંમત સુધીના છે. અહીં દરેક માટે ઘર ઉપલબ્ધ છે.’

અહીં નવું ઍરપોર્ટ આવી રહ્યું હોવાથી લોકો મુંબઈના પૉશ વિસ્તારો છોડીને આવી રહ્યા છે. ખારઘર, કામોઠે, ઉરણ, ઉલવે અને પનવેલનો વિકાસ થઈ રહ્યો છે. હીરાનંદાણી કન્સ્ટ્રક્શનના મૅનેજિંગ ડિરેક્ટર નિરંજન હીરાનંદાણીએ કહ્યું હતું કે ‘પનવેલની બહારનો વિસ્તાર ઍરપોર્ટ માટે નક્કી થયો એ પછી પનવેલની કાયાપલટ થઈ ગઈ છે. મુંબઈમાં જગ્યાનો અભાવ હોવાથી ખુલ્લાં મેદાનો નથી ત્યારે આ વિસ્તારમાં ખુલ્લી જગ્યાને કારણે આવી સગવડો ઘણી મળવાની છે. પનવેલનું લોકેશન સારું છે અને એની સાથેની કનેક્ટિવિટી પણ વધી છે.’

શાહ ગ્રુપના નીરવ શાહે કહ્યું હતું કે ‘ઍરપોર્ટને કારણે હૉસ્પિટાલિટી અને ટૂરિઝમ સેક્ટરનો વિકાસ થશે અને બે લાખ લોકોને નોકરી મળશે. આને કારણે નવી મુંબઈનો એક મેટ્રોપૉલિટન સેન્ટર તરીકે વિકાસ થશે.’

નીરવ શાહના વાશીના સેક્ટર નંબર ૧૭ના રેસિડેન્શિયલ પ્રોજેક્ટમાં પ્રીમિયમ પ્રૉપર્ટી ઑફર કરવામાં આવી છે અને એમાં ભાવ પ્રતિ સ્ક્વેરફૂટ ૨૦,૦૦૦ રૂપિયા ક્વોટ કરવામાં આવ્યો છે.

પ્રોગ્રેસિવ ગ્રુપના દેવાંગ ત્રિવેદીએ કહ્યું હતું કે ‘આ પ્રદર્શનમાં લોકલ પ્રોજેક્ટોને વધુ પ્રમાણમાં રજૂ કરવામાં આવ્યા છે એટલે ફ્લૅટ પણ રેડી અવસ્થામાં છે. કાનૂની વિધિ પણ થોડી મિનિટોમાં પતી જાય છે એટલે ચેકબુક લઈને આવતાં બાકીના પેપર્સ મળી જાય છે.’

બીપીઓ = બિઝનેસ પ્રોસેસ આઇટસોર્સિંગ

આઇટી = ઇન્ફર્મેશન ટેક્નૉલૉજી

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK