રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ્સના ઝડપી ક્લિયરન્સ માટે સરકારની તૈયારી

ટૂંકમાં રિપોર્ટ સુપરત થશે : ગ્રાહકો પ્રોજેક્ટ અપ્રૂવલની વિગતો ઑનલાઇન જોઈ શકશે

જયેશ ચિતલિયા

જ્યારે પણ માણસ ઘર, દુકાન કે ઑફિસ જેવી પ્રૉપર્ટી ખરીદવાનું નક્કી કરે ત્યારે પહેલું કામ એ પ્રૉપર્ટી બાંધનાર કે ડેવલપ કરનારે એની તમામ કાનૂની મંજૂરીઓ મેળવી લીધી છે કે નહીં, એની જમીનનું ટાઇટલ ક્લિયર છે કે નહીં ત્યાંથી લઈ વિવિધ સરકારી ક્લિયરન્સ મેળવાયાની ખાતરી કરી લેવી પડે છે. અન્યથા એ પ્રોજેક્ટ કાનૂની ગૂંચમાં ફસાઈને એનું બાંધકામ વચ્ચેથી અટકી જતું હોય છે અથવા તોડી પડાતું કે રદ કરાતું હોય છે જે ગ્રાહકો માટે ભારે જોખમી બની રહે છે. અહીં એ નોંધવું મહત્વનું છે કે બિલ્ડરો-ડેવલપરોએ તેમના પ્રોજેક્ટ માટે અનેક પ્રકારની મંજૂરીઓ મેળવવાની હોય છે. જોકે આ સૌથી મહત્વની બાબત વિશે મોટા ભાગે ગ્રાહકો અજાણ રહેતા હોય છે, પરંતુ ગ્રાહકોએ બિલ્ડર-ડેવલપરની વાતો પર વિશ્વાસ રાખીને ચાલવું પડે છે. અમુક દસ્તાવેજો જોવા મળે છે, એમ છતાં કેટલીક બાબતો અધ્ધર કે અધૂરી હોવાની સંભાવના ઊભી હોય છે. પ્રૉપર્ટીના મામલામાં આવી અનેક શંકા કે ભય ગ્રાહકોના મગજમાં કાયમ રહેતા હોય છે જેને લીધે હજી પણ લોકો બાંધકામ હેઠળની પ્રૉપર્ટીમાં જગ્યા લખાવતાં ડર અનુભવે છે અને એનાથી મહદંશે દૂર રહે છે. આ સમસ્યાનો હવે એકઝાટકે અંત આવે એવી તૈયારી થઈ રહી છે. કેન્દ્ર સરકાર બિલ્ડરો માટે ફાસ્ટ ટ્રૅક અપ્રૂવલ સિસ્ટમ શરૂ કરવાનું આયોજન કરી રહી છે એટલું જ નહીં, સરકાર આ તમામ અપ્રૂવલની માહિતી ઑનલાઇન ધોરણે ગ્રાહકો જોઈ શકે એવી સવલત પણ ઊભી કરી રહી છે. આમ એક તરફ સરકાર બિલ્ડર-ડેવલપરના હિતમાં વિવિધ મંજૂરીઓ ઝડપી બનાવવાની અને બીજી તરફ આ મંજૂરીઓની માહિતી ગ્રાહકો પણ મેળવી શકે એવી વ્યવસ્થા ગોઠવીને રિયલ એસ્ટેટ ક્ષેત્રે મહત્વનાં પગલાં ભરી રહી હોવાની માહિતી મળી છે.

રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ્સ માટેની અપ્રૂવલ વિધિઓને સરળ અને ઝડપી બનાવવાના હેતુ સાથે રચાયેલી કમિટી ટૂંક સમયમાં એનો આ વિષયનો રિપોર્ટ હાઉસિંગ મિનિસ્ટ્રીને સુપરત કરશે એવી માહિતી આપતાં જાણકાર સાધનોએ કહ્યું છે કે આ પછી જે માર્ગરેખા બનશે એનો અમલ દરેક રાજ્યે કરવો પડશે. કેન્દ્રીય હાઉસિંગ મિનિસ્ટ્રી પાસેથી ભંડોળ મેળવવા ઇચ્છુક રાજ્ય માટે આ માર્ગરેખાનું પાલન કરવું એ શરતના ભાગરૂપ બની જશે. કમિટી માને છે કે રિયલ્ટી પ્રોજેક્ટ માટેનાં તમામ રાજ્ય સ્તરનાં અને કેન્દ્રીય સ્તરનાં ક્લિયરન્સ માટે બે અલગ ઇલેક્ટ્રૉનિક પ્લૅટફૉર્મ રચવાં જોઈશે જેથી આ તમામ ક્લિયરન્સ ઝડપી બની શકે. અત્યારે બિલ્ડરે દરેક ઑથોરિટી પાસે અલગ-અલગ જવું પડે છે જેમાં ખાસ્સો સમય જાય છે. મુંબઈ જેવા શહેરમાં મોટાં મકાનોની મંજૂરી મેળવવામાં બે-ત્રણ વરસ જેવો સમય ચાલ્યો જાય છે. બિલ્ડરવર્ગનાં સાધનો કહે છે કે જો આ વિવિધ મંજૂરીઓ ઝડપથી મળે તો બાંધકામ-ખર્ચમાં પણ બહુ જ ફરક પડે. દાખલા તરીકે અત્યારે વિલંબને લીધે બાંધકામ-ખર્ચ આશરે ૩૦-૪૦ ટકા વધી જાય છે. આ મામલે સુધારો ગ્રાહકવર્ગ માટે પણ ભાવને મામલે રાહતદાયી સાબિત થઈ શકે છે.

હાઉસિંગ પ્રોજેક્ટ માટે ૫૦ મંજૂરી મેળવવી પડે છે

મુંબઈ જેવાં મહાનગરોમાં તો હાઉસિંગ પ્રોજેક્ટ અર્થે પચાસથી વધુ જુદી-જુદી મંજૂરી મેળવવાની હોય છે. એમાં સેન્ટ્રલ, સ્ટેટ, મ્યુનિસિપલ, લોકલ, વૉટર, પૉલ્યુશન, પર્યાવરણ, ટાઉન પ્લાનિંગ, રેવન્યુ, જંગલ ખાતા સહિત અનેકવિધ અપ્રૂવલનો સમાવેશ થાય છે. સરકાર આ મામલે પણ મંજૂરીઓની સંખ્યા ઘટે અથવા ઑથોરિટીઝની સંખ્યા ઘટે એ વિશે પણ રાજ્યો સાથે ચર્ચા-મસલત કરી રહી છે. ઇન શૉર્ટ, કમિટીના રિપોર્ટમાં આવી વિવિધ બાબતોનો સમાવેશ થઈ જશે. લાંબા ગાળે રિયલ એસ્ટેટ ક્ષેત્ર માટે આ પગલાં અતિ મહત્વનાં સાબિત થવાની આશા છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK