વડોદરામાં ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે અત્યારનો સમય શ્રેષ્ઠ

વડોદરાની પ્રૉપર્ટી માર્કેટ ઘણી ઝડપથી વધી રહી છે અને એને લીધે શહેરભરમાં બાંધકામનો વ્યાપ વધ્યો છે.


વિવિધ સમુદાયના લોકોનું આ શહેર ભવ્ય સાંસ્કૃતિક વારસો ધરાવે છે અને ખરા અર્થમાં ગુજરાતનું કોસ્મોપૉલિટન કૅપિટલ છે. વડોદરા એ ગુજરાતનું ત્રીજું સૌથી મોટું શહેર છે અને એ શિક્ષણ, ઇજનેરી શાખા અને મનોરંજનની બાબતે અગ્રણી છે. અહીંની પચરંગી પ્રજાને લીધે જ બહુરાષ્ટ્રીય કંપનીઓએ પોતાની ઑફિસો માટે વડોદરા પર પસંદગીનો કળશ ઢોળ્યો છે.

વડોદરામાં ઍલેમ્બિક લિમિટેડ અને અંબાલાલ સારાભાઈ એન્ટરપ્રાઇઝિસ જેવી પ્રખ્યાત ફાર્મા કંપનીઓ છે, જે એશિયાની અગ્રણી કંપનીઓ ગણાય છે. શહેરને નૉલેજ સિટી તરીકે વિકસાવવાનું આયોજન છે. L&T એ માધવપુરામાં નૅશનલ હાઇવે નંબર ૮ પર ટેક્નૉપાર્ક અને નૉલેજ સિટી ઊભાં કર્યા છે. બીજી કેટલીક ખાસિયતોમાં GACL નોંધપાત્ર છે. ગુજરાતનો પ્રથમ અને સૌથી મોટો આલ્કલી પ્લાન્ટ - GACL વડોદરામાં સ્થપાયો હતો. આજે એ ગુજરાતના કેમિકલ ઉદ્યોગનું કેન્દ્ર છે. એ ઉપરાંત અહીં ગુજરાત ઇન્ડસ્ટ્રીઝ પાવર કંપની, ONGC અને ભારત સરકારના હેવી વૉટર પ્રોજેક્ટ પણ સ્થપાયા છે.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ, સિમેન્સ, અરેવા, અલ્સટૉમ, ગુજરાત રિફાઇનરી, ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર્સ લિમિટેડ, GACL, ABB, બૉમ્બાર્ડિયર, ગેઇલ જેવી મોટી કંપનીઓની અહીં હાજરી છે. પેનેસિયા બાયોટેક, સન ફાર્મા અને ઝાયડ્સ કૅડિલા જેવી ફાર્મા કંપનીઓએ વડોદરાને પોતાનું કેન્દ્ર બનાવ્યું છે તથા બૉમ્બાર્ડિયરે ગુજરાતમાં પ્રથમ રેલ કોચ પ્લાન્ટ ત્યાં સ્થાપ્યો છે.

આટલીબધી ઔદ્યોગિક પ્રગતિ કરવાની સાથોસાથ વડોદરાએ નાગરિકોને શાંતિપૂર્ણ જીવનશૈલી પણ પૂરી પાડી છે. વડોદરામાં રોકાણ કરવા માટે અત્યારનો સમય શ્રેષ્ઠ છે એમ કહેવામાં જરાય ખોટું નથી.

Comments (1)Add Comment
...
written by Rahul, March 08, 2014
I agree with Chetan Sir. Vadodara is rocking city and good for real estate investment, There are couple of reason to invest in vadodara, I found this link describing them in details
http://vadodarapropertycentre.com/blog/7-reasons-to-invest-in-vadodara-real-estate/
report abuse
vote down
vote up
Votes: +0

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK