ઇન્ટરનૅશનલ લાઇફસ્ટાઇલનો અનુભવ કરાવશે સ્થાપત્યની ભવ્ય શૈલીથી થયેલાં બાંધકામ

આજથી ત્રણ-ચાર દાયકા પહેલાં ગુજરાતમાં વડોદરા શહેર ઔદ્યાગિક ક્ષેત્રે અવ્વલ નંબરે અને એને દેશની ઇકૉનૉમીમાં અગ્રસ્થાન આપવામાં આવ્યું. રિફાઇનરી, GACL, ફર્ટિલાઇઝર, ABB, પેટ્રોફિલ્સ, હેવી વૉટર તથા આજુબાજુ વિશાળ ઇન્ડસ્ટ્રિયલ ઝોનનો વિકાસ થતાં સમગ્ર દેશની નજર વડોદરા શહેર પર રહેતી.

દિલ્હી-મુંબઈને જોડતી રેલવે, ઍરપોર્ટ, એક્સપ્રેસ-વેની સુવિધાઓને કારણે વડોદરાનું મહત્વ કેન્દ્રસ્થાને રહ્યું.

અનેક રાજ્યોમાંથી રોજગારી-ધંધા માટે આવતા લોકોમાં ખાસ કરીને વડોદરા પસંદગી પામતું. સલામત, સુરક્ષિત અને શાંત વડોદરા શહેર છેલ્લાં બે વર્ષથી રિયલ એસ્ટેટ ક્ષેત્રે હરણફાળ ભરી રહ્યું છે. એની ચારે ક્ષિતિજોએ દરવાજા ખોલી નાખ્યા. મુંબઈ, અમદાવાદ, સુરત, સૌરાષ્ટ્રના જાણીતા પ્રતિષ્ઠિત ડેવલપર્સ બજેટ અનુસાર નવી-નવી સ્કીમ્સ લૉન્ચ કરી રહ્યા છે.

વડોદરાવાસીઓનો વૈભવ અને શાલીન જીવનશૈલીની સભાનતાને લક્ષમાં લઈ શહેરના વિઝનરી અનુભવી આયોજકો દ્વારા અહીં અક્ષર ગ્રુપના ડભોઈ રોડ પર ‘અક્ષર સિટી’ અને તરસાલી બાયપાસ હાઇવે પર ‘અક્ષર વિહાર’ સ્કીમ પ્રસ્તુત થઈ છે જેને પ્રારંભથી જ ઉમળકાભયોર્ આવકાર્ય સાંપડ્યો છે.

એક પરિવારના પ્રત્યેક સભ્યની આંતરિક ઝંખના અને કમ્ફર્ટ વિશેના બહુલક્ષી આયામો સ્થાપિત કરતી આ સ્કીમ રજૂ થતાં જ અસંખ્ય પરિવારની માનીતી પ્રથમ પસંદગી બની જાય એ સ્વાભાવિક છે જેના મુખ્યત્વે ઘણાં કારણો છે. નવા ડેવલપ થઈ રહેલા લોકેશનમાં અક્ષર ગ્રુપની દરેક સ્કીમ વાસ્તુશાસ્ત્રની પરંપરા અને વિજ્ઞાનને અનુરૂપ ડિઝાઇન થઈ છે. બીજું, અહીંના ટેનામેન્ટ્સ-ડુપ્લેક્સ સાચા અર્થમાં ઇન્ડિપેન્ડન્ટ-સ્વતંત્ર છે. અત્યાધુનિક સ્પેસિફિકેશન અને સ્થાપત્યની અત્યંત ભવ્ય શૈલીથી થયેલાં બાંધકામ કોઈ પણ પરિવારને ઇન્ટરનૅશનલ લાઇફ-સ્ટાઇલનો અનુભવ કરાવે એવાં છે.

અક્ષર ગ્રુપની સ્કીમો એટલે સુવિધાઓનો પુષ્પગુચ્છ. એ-ટુ-ઝેડ. એક પરિવારની બધી જ આકાંક્ષાઓ સાકાર થતી જોવા અહીંના અનુભવી આયોજકોએ એક-એક સુવિધાને ઝવેરીની જેમ પારખી-તરાશીને તૈયાર કરી છે, કારણ કે આજના સમયમાં આરામદાયકતા અને આનંદનાં ધોરણો બદલાયાં છે. અન્ય સ્થળે મહત્વની ગણાતી સુવિધાઓ અહીં અત્યંત સહજ છે અને વધારાની વૈભવી સુવિધાઓ તો ખરી જ.

અક્ષર ગ્રુપના પ્રણેતા શ્રી વિપુલભાઈને મળ્યા ત્યારે તેમણે જણાવ્યું કે આ ક્ષેત્રનો અનુભવ અને ગ્રાહકલક્ષી અભિગમે જ તેમને કામિયાબીના પથ પર મૂકી દીધા છે. આ પૂર્વેની દરેક સ્કીમને તત્કાળ અને અપ્રતિમ પ્રતિસાદને પગલે તેમણે પ્રતિષ્ઠા મેળવી છે અને આજે પણ આ પૂર્વેની સ્કીમના દરેક રહીશ પરિવારો સાથે તેમના સંબંધ લાગણીભર્યા છે. એ જ સૂચવે છે કે તેમનો પરિવારોના ડ્રીમ હોમ માટેનો અભિગમ કેવો છે!

લોકેશન, ક્વૉલિટી, પ્લાનિંગ, ફૅસિલિટીઝ અને પ્રાઇસ દરેક બાબતમાં સો ટચનું સોનું અક્ષર ગ્રુપ સાચા અર્થમાં વડોદરાના સંસ્કારી અને પ્રતિષ્ઠિત પરિવારોને મળેલી અભિનવ ભેટ છે. પ્રવેશદ્વારમાં પ્રવેશતાં જ આપ અનુભવી શકો કે અહીં દરેક સ્તરે કેટલી કાળજી લેવાય છે અને હરિયાળી-શુદ્ધતા જેવા પ્રાકૃતિક દૃષ્ટિકોણનો કેટલો ખયાલ રાખવામાં આવ્યો છે. તાજેતરમાં આવેલા બિનનિવાસી ભારતીય પરિવારોએ તો પસંદગીની મહોર મારી પોતપોતાના ભવ્ય બંગલાઓ આરક્ષિત કરાવી જ લીધા છે.

વડોદરાના ડભોઈ રોડ પર ‘અક્ષર સિટી’માં જમીન સાથેના ટેનામેન્ટ માત્ર ૧૨.૯૧ લાખ રૂપિયાથી ડુપ્લેક્સ ૧૯.૫૧ લાખ રૂપિયા કમ્પ્લીટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે ઉપલબ્ધ છે જ્યારે તરસાલીમાં ‘અક્ષર વિહાર’માં ટેનામેન્ટ માત્ર ૧૫.૫૦ લાખથી ડુપ્લેક્સ ૨૧ લાખ રૂપિયામાં ઉપલબ્ધ છે જ્યાં તમારા ઇન્વેસ્ટમેન્ટનું બમણું વળતર ભવિષ્યમાં પ્રાપ્ત થશે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK