રિયલ એસ્ટેટમાં વધુ વળતર મળી શકે એવું રોકાણ કરો

રિયલ એસ્ટેટમાં રોકાણ કરવાની ઇચ્છા હોય તો રોકાણનો હેતુ સમજ્યા વગર રોકાણ કરવાનું બિલકુલ સલાહભર્યું નથી. પ્રૉપર્ટીના રોકાણની વાત આવે એટલે એની સાથે અનેક રિસ્ક-ફૅક્ટર જોડાયેલાં હોય છે. જોકે સરખી માહિતી અને માર્ગદર્શન મળે તો તમે યોગ્ય પ્રૉપર્ટીમાં રોકાણ કરવામાં ચોક્કસ સફળ રહી શકો.



આ રહ્યો એનો નકશો.

રોકાણ કરવું હોય તો પહેલી શરત એ કે શક્ય હોય એટલી માહિતી એકઠી કરવી, કારણ કે અનુભવ વગર કરાયેલું ઇન્વેસ્ટમેન્ટ કદાચ સારું પુરવાર થઈ શકે પણ એવું ન બન્યું તો પૈસા ડૂબવાની પૂરેપૂરી શક્યતા રહેલી હોય છે.

પ્રૉપર્ટી-માર્કેટ વિશેની જાણકારી ન હોય તો મોટા ભાગે રોકાણ કર્યા બાદ પછીથી પસ્તાવાનો વારો આવે છે.

એટલે રોકાણ કરતી વખતે ખાતરી રાખો કે તમારી પાસે  સરખો ઇન્શ્યૉરન્સ છે કે નહીં. ઘણા ખરા રોકાણકારોએ નૉમિનલ લિમિટેડ લાયેબિલિટી કંપની દ્વારા પોતાના રોકાણને સુરક્ષિત બનાવ્યું છે. આ રીતે તેઓ સફળ પ્રૉપર્ટી-રોકાણ કરે છે અને આ એક સારો વિકલ્પ છે.

એન્ડ યુઝર ઇન્વેસ્ટર્સ

પ્રૉપર્ટીમાં રોકાણ કરનારાઓને બે વિભાગમાં વહેંચી શકાય: પ્રૉપર્ટીનો વપરાશ કરનારા અને ફક્ત રોકાણના હેતુ અર્થે રોકાણ કરનારાઓ. ખુદના વપરાશ માટે પ્રૉપર્ટી ખરીદનાર પણ અમુક કિસ્સામાં રોકાણકાર જ કહેવાય છે. સામાન્ય રીતે આ રોકાણકારો પ્રૉપર્ટીનો વપરાશ વગરનો અમુક હિસ્સો ભાડે આપી દે છે અથવા તો પછી એને વેચી નાખે છે અને આવા ખરીદદારો પોતાના માટે જગ્યામાં રોકાણ કરે છે અને પછી એમાંથી અમુક ટકા લાભ મેળવવાની કોશિશ કરે છે. જોકે આખી પ્રૉપર્ટી વેચી નાખવાનો વિકલ્પ વધુ બહેતર વળતર આપનારો છે.

પ્યૉર ઇન્વેસ્ટર્સ

ફક્ત રોકાણના હેતુથી પ્રૉપર્ટી ખરીદનારા રોકાણકારો ખાસ નફો રળવાના હેતુથી જ પ્રૉપર્ટી ખરીદતા હોય છે. તેઓ એને પોતાની ઉપયોગિતા માટે નથી વાપરતા. આવા રોકાણકારો માટે નફો રળવાનો વધુ સારો મોકો રહે છે. સ્વાભાવિક છે કે તેઓનો રોકાણનો હેતુ વધુ સ્પષ્ટ અને વિશાળ છે. વળી તેમને પ્રૉપર્ટી વેચવાની કોઈ પણ પ્રકારની ઉતાવળ નથી હોતી. મૂળ બાબત ફક્ત નફાને લગતી જ હોય છે. આવા પ્રકારના રોકાણકારોએ અમુક ગાઇડલાઇન ધ્યાનમાં રાખવા જેવી છે:

પ્રૉપર્ટી ખરીદતી વખતે એ કયા વિસ્તારમાં આવી છે એ મુદ્દો ઘણો મહત્વનો છે. મનપસંદ વિસ્તારમાં ભાવ થોડો ઊંચો હોવા છતાં એ જ વિસ્તારની તમને ગમતી પ્રૉપર્ટી ખરીદો. છેવટે તો આ પ્રકારનું વિfલેષણ તમને સારું ડિવિડન્ડ રળી આપશે.

બાંધકામ ચાલતું હોય અથવા તો પ્લાનિંગ સ્ટેજમાં હોય એવી પ્રૉપર્ટીમાં રોકાણ કરશો તો સરવાળે નફો થશે. બાંધકામ પૂરું થતાં અથવા તો આખી પ્રૉપર્ટી તૈયાર થઈ જતાં ભાવ છેવટે વધવાનો જ છે.

રેસિડેન્શિયલ રિયલ એસ્ટેટમાં રોકાણ કરવાની ઇચ્છા હોય ત્યારે ફ્લૅટની પસંદગી કરતી વખતે એનો વ્યુ અને હવા-ઉજાસ વગેરેને ધ્યાનમાં રાખીને પસંદગી કરો. સ્વિમિંગ-પૂલ, ક્લબ-હાઉસ અને અત્યારની તમામ આધુનિક સગવડો ધરાવતી જગ્યામાં ઇન્વેસ્ટમેન્ટ કરશો તો વધુ ઉત્તમ. વધારાની પાર્કિંગ-સગવડ હોવી પણ ખાસ જરૂરી છે. કારણ કે ઘણા ખરીદદારો પાર્કિંગ બાબતે કોઈ પણ જાતનું સમાધાન નથી ચલાવી લેતા.

સારી શાખ ધરાવતા ડેવલપરની પ્રૉપર્ટીમાં જ રોકાણ કરવું બહેતર છે. જાણીતો અને સારો બિલ્ડર હોવાને લીધે ફ્લૅટ વેચતી વખતે વળતરમાં ચોક્કસ સારોએવો ફરક પડે છે.

રેડી પઝેશનવાળી પ્રૉપર્ટીની વાત કરીએ તો પ્રૉપર્ટી-માર્કેટ અમુક હદ સુધી ચોક્કસ પ્રકારે ગતિશીલ રહે છે એટલે નફો થવાની શક્યતા રહે છે. જોકે રોકાણના હેતુએ કરેલી ‘રેડીમેડ પ્રૉપર્ટી’માં જો નફો રળવો હોય તો એની વૅલ્યુ વધે એ માટે પૂરતો સમય આપવો પણ જરૂરી છે. એ ઉપરાંત ઘણી વાર ગ્રાહકની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને અમુક ખાસ પ્રકારનો ફેરફાર કરવો જરૂરી થઈ પડે છે. જોકે એ ખર્ચને પણ તમારી ટોટલ કૉસ્ટમાં ગણી લો જેથી છેલ્લે ફાઇનલ ડીલ કરતી વખતે નફાની ગણતરી થઈ શકે.

છેલ્લે જો તમે પ્રૉપર્ટીના રોકાણ માટે નવા નિશાળિયા હો અને તમે હાઉસિંગ લોન અથવા તો ઇન્વેસ્ટમેન્ટ લોનનો ઉપયોગ કરતા હો તો એટલું ચોક્કસ ધ્યાન રાખજો કે આ લોનની રકમનો રેશિયો આગળ જતાં ભવિષ્યમાં તમને સારોએવો ફાયદો કરાવી આપતો હોય. તમામ લીગલ ડૉક્યુમેન્ટ્સને બે વાર તપાસી લેજો. પ્રૉપર્ટીમાં રોકાણ કરવું એ કાંઈ આંખ બંધ કરીને કૂદી પડવા જેવું નથી. રિસ્ક-ફૅક્ટરને ઓછું કરવા અનેક બાબતોને ધ્યાનમાં લેવી પડે છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK