હોમલોન લીધા પછી વર્કિંગ કપલે કેવી રણનીતિ રાખવી?

અત્યારના મુશ્કેલીના સમયમાં હોમલોન લેતા લોકોના વ્યાજના દર અને લોન ભરપાઈ કરવાની મુદતમાં વધારો થયો છે. આમાં રસપ્રદ બાબત એ છે કે મુંબઈ અને એની આસપાસના વિસ્તારોમાં જેમણે હોમલોન લીધી છે એવા અરજદારોના વિવિધ સેગમેન્ટમાં લોન લઈ ઘર ખરીદનારાઓમાં બાળબચ્ચાં ન હોય એવાં યુવાન વર્કિંગ દંપતીઓ વિશાળ સંખ્યામાં છે.
આવાં દંપતીઓ માટે ડિન્ક કપલ જેવો શબ્દપ્રયોગ કરવામાં આવે છે. ડિન્ક્ (DINK) એટલે ‘ડબલ ઇન્કમ, નો કિડ્સ’. સ્ક્વેર ફીટ નામની રિયલ એસ્ટેટ કંપનીના ચીફ એક્ઝિક્યુટિવ વિનોદ ઠક્કર કહે છે, ‘આ સેગમેન્ટના લોકો હોમલોનથી ઘર ખરીદવાનું નક્કી કરે છે ત્યારે વધુ લોન લઈ શકાય એ માટે પતિ-પત્ની બન્નેની ઇન્કમની ભેગી ગણતરી કરે છે. એના પરિણામે આવાં દંપતીઓ પ્રીમિયમ લોકેશનમાં ઘર પસંદ કરી શકે છે. ઍવરેજ ઘર કરતાં આવા લોકેશનમાં હોમલોન મોંઘી પડે છે. બીજું, ફૅમિલીમાં માત્ર બે જ જણ હોય અને આખો દિવસ ઑફિસમાં જ રહેતા હોય છતાં તેઓ થ્રી બીએચકેનો ફ્લૅટ પસંદ કરે છે.’

જિંદગી એની ગતિએ આગળ વધે છે. એ દંપતીના ફૅમિલીમાં એક સંતાનનો ઉમેરો થાય છે અને ત્યાર પછી હોમલોનના રીપેમેન્ટની સમસ્યા શરૂ થાય છે. દીવાન હાઉસિંગ ફાઇનૅન્સ લિમિટેડના વાઇસ ચૅરમૅન અને મૅનેજિંગ ડિરેક્ટર કપિલ વાધવાન કહે છે, ‘જીવનનો આ એવો તબક્કો છે જ્યારે ખર્ચ વધે છે અને ડબલ ઇન્કમમાંથી એકમાં ભારે ઘટાડો થાય છે અથવા તો સમૂળગી બંધ થઈ જાય છે. એટલે જ યુવાન દંપતીઓ જ્યારે હોમલોન લે ત્યારે તેમણે ભવિષ્યનો વિચાર કરીને લોન લેવી જોઈએ.’

પરિવારમાં એક નવા સભ્યનો ઉમેરો થાય ત્યારે અગવડ ન પડે એની કાળજી લેવાના ત્રણ ઉપાય છે. પ્રથમ ઉપાય એ છે કે જેટલી જરૂર હોય એટલી જ હોમલોન લેવી જોઈએ જેથી રીપેમેન્ટ પર નિયંત્રણ રાખી શકાય. કપિલ વાધવાન કહે છે ‘પર્સનલ લોનના વ્યાજના દર હોમલોન કરતાં ઊંચા હોય છે એટલે એવી લોન લેવાનું બને ત્યાં સુધી ટાળવું જોઈએ. બીજું, આવાં દંપતીઓએ એ ગણતરી કરી લેવી જોઈએ કે કેટલાં વર્ષ તેઓ સંતાન નથી ઇચ્છતાં. સંતાન થાય એ પહેલાં પાંચ વર્ષમાં જો તેઓ હોમલોન ભરપાઈ કરી શકે તો ઉત્તમ.’

બીજો ઉપાય બતાવતાં કપિલ વાધવાન કહે છે, ‘આવા દંપતીઓ નિયમિત રીતે ચોક્કસ બચત કરતાં રહે તો જ્યારે તેઓ માતાપિતા બને અને તેમની ડબલ ઇન્કમ સિંગલ થઈ જાય તેમ જ એ ફરી ડબલ થાય એની વચ્ચેના ગાળામાં એ બચતમાંથી તેમની લોનના માસિક હપ્તા ભરવાની સગવડ રહે.’

હોમલોન આપતી મોટા ભાગનાં ઇન્સ્ટિટ્યુશનો જરૂરિયાત મુજબ હોમલોન રીપેમેન્ટના માસિક હપ્તા કરી આપે છે એ સમજાવતાં વિનોદ ઠક્કર કહે છે, ‘એક ડિન્ક કપલ શરૂઆતમાં એટલે કે ત્રણ કે પાંચ વર્ષ દરમ્યાન મોટા હપ્તા અને પછી જ્યારે તેમને ઘરખર્ચમાં વધુ પૈસાની જરૂર પડવાની હોય ત્યારે નાના હપ્તામાં હોમલોન રીપેમેન્ટ કરવાનું પસંદ કરી શકે છે. સંજોગવશાત્ મધ્યમ વયના અને શક્ય એટલી ઝડપથી લોન રીપે કરવા ઇચ્છતા લોકો માટે પણ આ આદર્શ વિકલ્પ ગણવામાં આવે છે. મોટા ભાગની હોમ ફાઇનૅન્સ કંપનીઓ અને બૅન્કો એવી પણ સગવડ ઑફર કરે છે જેમાં લોન લેનાર દંપતી પોતાના સેવિંગ્સ અકાઉન્ટમાં લઘુતમ રકમ ડિપોઝિટ રાખે જેના આધારે હોમલોનના આઉટસ્ટૅન્ડિંગમાં ઘટાડો થતો રહે.’

અંતિમ વિકલ્પ સમજાવતાં વિનોદ ઠક્કર કહે છે, ‘ડિન્ક દંપતીઓએ તેમનાં શરૂઆતનાં વષોર્માં શક્ય એટલા પૈસાની બચત કરવી જોઈએ. એ ઉપરાંત લોન રીપેમેન્ટની મુદત ઓછી રાખવી જોઈએ તેમ જ જેટલી બને એટલી લોનની ઍડ્વાન્સ ચુકવણી કરી દેવી જોઈએ. જો તેઓ આટલું કરે તો ફૅમિલીમાં નવા સભ્યનું આગમન થાય ત્યારે તેમના માથે હોમલોનના હપ્તા ભરવાની મોટી જવાબદારી નહીં રહે.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK