તમે ઘર ખરીદવા ખરેખર સજ્જ છો કે નહીં એ જાણો

તમને ઘર ખરીદવાની ઇચ્છા છે. માર્કેટની અત્યારની પરિસ્થિતિ જોતાં એ એકદમ સમજદારીભર્યું કામ છે. રિયલ એસ્ટેટના ભાવ વાજબી થઈ રહ્યા છે અને હોમલોન પરના વ્યાજદર પણ કદાચ ઘટશે. તમારે તો માત્ર પ્રૉપર્ટી પસંદ કરી લેવાની છે અને ફ્લૅટની ચાવી તમારા હાથમાં, રાઇટ? નો, રૉન્ગ.



ઘણા લોકો ફ્લૅટ ખરીદવા ઇચ્છે છે પણ એમાંના બહુ ઓછા લોકો એના માટે સજ્જ હોય છે. હકીકતમાં આપણે ઘર ખરીદતાં પહેલાં એ માટેનું હોમવર્ક ગંભીરતાપૂર્વક કરી લેવું જોઈએ. જો ખરેખર તમે તમારા સપનાનું ઘર ખરીદવા ઇચ્છતા હો તો તમારે શું કરવું જોઈએ એની આ રહી ટિપ્સ. આ ટિપ્સ વાંચીને તમને ખબર પડી જશે કે તમારું હોમવર્ક બરાબર છે કે નહીં.

રિસર્ચ કરો

તમારા રિસર્ચની બાબતમાં એકદમ અપ-ટુ-ડેટ હો એની કાળજી લો. જુદા-જુદા વિસ્તારમાં ફ્લૅટોના ભાવ શું ચાલે છે એની તપાસ કરી લો. પ્રૉપર્ટીને લાગતું સાહિત્ય વાંચો, હોમ-બાઇંગ માર્કેટની ગતિવિધિઓથી માહિતગાર રહો. અખબારોમાં આવતી પ્રૉપર્ટીને લગતી બધી જ જાહેરખબરો જુઓ. ક્યાં સોદો કરી શકાય એમ છે અથવા ક્યાં ડિસ્કાઉન્ટ મળી શકે એમ છે એની તપાસ કરો. તમારા મિત્રોને વાત કરો અને સંપૂર્ણ લોન મળે કે નહીં અને ઘર કેવી રીતે ખરીદવું એ વિશેની પ્રાથમિક જાણકારી મેળવો. આ પ્રકારના રિસર્ચથી તમે અજાણી બાબતોથી માહિતગાર બની શકશો.

ફાઇનૅન્સની વ્યવસ્થા

ઘર ખરીદવા તમને કેટલી લોન મળી શકે એમ છે એ વિશેની પ્રાથમિક માહિતી મેળવ્યા પછી ડેવલપરને તમે તમારા પૈસા કેવી રીતે ચૂકવી શકશો એનું હોમવર્ક કરી લો. તમારી પાસે પૂરતી નાણાકીય પ્રવાહિતા છે કે નહીં એની તપાસ કરી લો. મ્યુચ્યુઅલ ફન્ડ્સ, ઇન્શ્યૉરન્સ કે ફિક્સ્ડ ડિપોઝિટમાં ભલે પુષ્કળ પૈસા હોય; પરંતુ ડાઉન પેમેન્ટ માટે એ ઝડપથી છૂટા થઈ શકે એમ ન હોય તો કશા કામના ન ગણાય. જો આ પ્રકારનાં રોકાણોમાંથી તમે પૈસા પાછા ખેંચવાના હો તો પહેલાં એ પૈસા પાછા કેવી રીતે ખેંચી શકાશે એ જાણી લેજો અને એ માટેની પ્રક્રિયા શરૂ કરી દો, જેથી તમને જરૂર હોય ત્યારે પૈસા તમારા હાથમાં હોય.

વિસ્તાર અને મોકાનાં સ્થળો

તમારા સપનાનું ઘર ક્યાં ખરીદવું એ તમે નક્કી કરી લીધું. મુંબઈમાં તો તમે ઘર ક્યાં ખરીદવા ઇચ્છો છો એના પર ઘણી બાબતોનો આધાર રહે છે. પ્રત્યેક વિસ્તાર પ્રમાણે ભાવ અને પસંદગી બદલાતાં રહે છે. દાખલા તરીકે સાઉથ મુંબઈમાં તમને ભાવ પરવડતો હોય તો પણ રિયલ્ટીના ઓછા પુરવઠાને કારણે ઉપલબ્ધ ફ્લૅટોમાંથી જ ગમે તે ફ્લૅટ પસંદ કરી લેવો પડશે. બીજી તરફ એટલા જ ભાવમાં અંધેરીની આગળનાં પરાંઓમાં તમને હજારો ફ્લૅટોમાંથી પસંદગી કરવાની તક મળશે. એટલે તમે પહેલાં એ નક્કી કરી લો કે કયા એરિયામાં રહેવાનું તમે પસંદ કરો છો. એ પછી એ વિસ્તારનાં મોકાનાં સ્થળોમાં જ પસંદગીનો ફ્લૅટ શોધવા પર ધ્યાન કેન્દ્રિત કરો. ઉદાહરણરૂપે તમે માત્ર મલાડ (વેસ્ટ)માં ફ્લૅટ શોધવાને બદલે લિન્ક રોડ અથવા ઑર્લેમ પર ધ્યાન કેન્દ્રિત કરશો તો નાનકડા વિસ્તારને કારણે તમને પસંદગી કરવાની સારી તક મળશે.

દસ્તાવેજો તૈયાર રાખો

કોઈ પણ પ્રકારની લોન લેશો તો સૅલરી-પ્રૂફ, બૅન્ક-સ્ટેટમેન્ટ્સ, ટૅક્સ રિટન્ર્સ જેવા દસ્તાવેજો સુપરત કરવા ફરજિયાત છે. એટલે બૅન્કને એ સુપરત કરવા આ બધા દસ્તાવેજો તૈયાર રાખો. એ જ રીતે જો તમે પ્રૉપર્ટી પસંદ કરી લીધી હશે તો પ્રૉપર્ટી પેપર્સ પણ બૅન્કને સુપરત કરવાનાં રહે છે. ઘરનો સોદો કરતાં પહેલાં એ પ્રૉપર્ટી પેપર્સ બૅન્કના ઑફિસરને બતાવી દેજો. જો તમારાં બધાં પેપર્સ રેડી હશે તો થોડા દિવસમાં જ તમારી લોન મંજૂર થઈ જશે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK