રિયલ્ટી માર્કેટમાં ઘર ખરીદવા બાબતે મંદીનો ચમકારો

સતત ઇન્ફ્લેશન અને હાઈ રેટ ઇન્ટરેસ્ટને લીધે લોકોની નજીકના ભવિષ્યમાં ઘર ખરીદવાની ઇચ્છા સ્વપ્નવત્ જ રહેશે



એપ્રિલ મહિનામાં ગ્રાહકોએ સતત ઇન્ફ્લેશન અને હાઈ રેટ ઇન્ટરેસ્ટનો સામનો કરવો પડ્યો હતો એ જોતાં લાગે છે કે લોકોની નજીકના ભવિષ્યમાં ઘર ખરીદવાની ઇચ્છા સ્વપ્નવત્ જ રહેશે. સ્વાભાવિક છે કે ગ્રાહકનો આત્મવિશ્વાસ વધશે નહીં ત્યાં સુધી માર્કેટમાં આવેલી આ પ્રકારની મંદી યથાવત્ રહે એવી શક્યતા છે. કોઈ પણ પ્રકારનો પૉઝિટિવ ચેન્જ ઇન્ડિયન ઇકૉનૉમી પર વધુ સારી અસર કરી શકે એમ છે. પૉઝિટિવ અને ઇચ્છનીય પરિણામ સામે સૌથી મોટો અંતરાય જો નડતો હોય તો એ કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ફ્લેશનનો છે જે ૮ ટકાથી વધુ છે અને એ વ્યાજના દરને પણ ઊંચો રાખે છે એને પરિણામે ઘર ખરીદવા જેવી બાબતમાં મંદીનો ચમકારો જણાઈ આવે છે.

દરમ્યાન ધ ડિપાર્ટમેન્ટ ઑફ ઇન્ડસ્ટ્રિયલ પૉલિસી ઍન્ડ પ્રમોશને (DIPP) હાઉસિંગ અને કન્સ્ટ્રક્શન માટેનો FDI રિલૅક્સ કરવાનો આશય દાખવ્યો જેને કારણે વિદેશી રોકાણકારો ભારતમાં ફાર્મ લૅન્ડ ખરીદી શકે એવી શક્યતા વધે. પ્રપોઝલ પ્રમાણે ભારતીય નાગરિક દ્વારા અંકુશિત અને માલિકીની કંપની, વિદેશી રોકાણ દ્વારા ભારતીય ખેડૂતો પાસેથી ડાયરેક્ટલી ઍગ્રિકલ્ચરલ લૅન્ડ લઈ શકે છે. જ્યારે નૉન-રેસિડન્ટ એ જ લૅન્ડને નૉન-ઍગ્રિકલ્ચરલ વપરાશ માટે કન્વર્ટ કરીને ખરીદી શકે છે.

ઑફિસ સ્પેસ અપડેટ

એપ્રિલમાં કમર્શિયલ લીઝે થોડું પિક-અપ લીધું છે. ભાડાની જગ્યાઓમાં માર્ચ મહિના કરતાં ૩૦ ટકાનો વધારો થયો છે અને આવતા મહિને હજી વધુ મોટા સોદા થાય એવી શક્યતાઓ પણ દેખાઈ રહી છે.

એપ્રિલમાં ભારતનાં મુખ્ય શહેરોમાંથી બૅન્ગલોરમાં અને ત્યાર બાદ મુંબઈ તેમ જ ચેન્નઈમાં ઑફિસ સ્પેસ માટેની સૌથી વધુ ડિમાન્ડ રહી હતી. બૅન્ગલોરના ORR અને વાઇટફીલ્ડ, હૈદરાબાદના IT કૉરિડોર અને મુંબઈના પવઇ, વિક્રોલી, થાણે તેમ જ નવી મુંબઈની માઇક્રો માર્કેટમાં ધારકોનો રસ એટલો જ જળવાઈ રહ્યો હતો. ૬૦ ટકાથી વધુ ડિમાન્ડ બૅક ઑફિસ સ્પેસ અને IT/IteS, BFSI, મૅન્યુફૅક્ચરિંગ, ટેલિકમ્યુનિકેશન અને ફાર્માસ્યુટિકલ્સમાં જોવા મળી હતી. બૅન્ગલોર અને ચેન્નઈની SEZ ડેવલપમેન્ટે પણ એપ્રિલમાં તંદુરસ્ત વધારો જોયો હતો. જ્યારે ભારતનાં મુખ્ય શહેરોમાંની મોટા ભાગની માઇક્રો માર્કેટમાં રેન્ટલ વૅલ્યુ મોટા પ્રમાણમાં સ્ટેબલ જોવા મળી હતી.

હાઉસિંગ માર્કેટ પર એક નજર

એપ્રિલમાં જ્યારે લોકસભાની ચૂંટણીનો જ્વર અંતિમ ચરણમાં હતો ત્યારે સરકાર દ્વારા ઇન્વેસ્ટર્સ અને હોમ બાયર્સ ભારતના હાઉસિંગ સેક્ટરની પૉલિસીને બુસ્ટ મળે એવી આશા સેવતા હતા. આને આધારે જ ચેન્નઈ, નૅશનલ કૅપિટલ રીજન, બૅન્ગલોર અને પુણેમાં મિડ હાઉસિંગ સેગમેન્ટના ઘણા પ્રોજેક્ટ્સ લૉન્ચ થયા છે. બૅન્ગલોરના વાઇટફીલ્ડ, યેલહંકા, જાકકુર અને સરજાપુર રોડ, NCRમાં ગુરગાંવ અને ગ્રેટર નોઇડા, પુણેમાં વાઘોલી, પિંપલ સોદાગર અને વાકડ તેમ જ ચેન્નઈમાં પેરુન્ગુડી, શોલિંગનલ્લુર, પેરુમ્બકમબાંવિશાળ પ્રમાણમાં રેસિડેન્શિયલ પ્રોજેક્ટ્સ લૉન્ચ થયા છે. એપ્રિલમાં રેસિડેન્શિયલ માર્કેટના ભાવ લગભગ સ્થિર જ રહ્યા છે.

રીટેલમાં થોડોઘણો સુધારો

એપ્રિલમાં રીટેલ સ્પેસની ડિમાન્ડ નીકળવાને લીધે માર્કેટ થોડા સુધારાનું સાક્ષી બની છે. આ સુધારો મુખ્યત્વે ફૅશન અપૅરલ્સ, ફૅશન ઍક્સેસરીઝ અને ઇલેક્ટ્રૉનિક સેગમેન્ટ્સમાં જોવા મળ્યો છે, જેઓએ ભારતનાં મુખ્ય શહેરોમાં સતત સુધારો દર્શાવ્યો છે. ઇન્દિરા ગાંધી ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ પરના T3 પર આવેલા ભારતના સૌથી વિશાળ દિલ્હી ડ્યુટી ફ્રી સર્વિસિસે (DDFS) ૩ હાઈ-એન્ડ સ્ટોર ખોલવાની ઘોષણા કરી છે. રેન્ટલ વૅલ્યુમાં કોઈ ફેરફાર દેખાયો નથી. જ્યારે બૅન્ગલોરમાં ગીચતા અને પાર્કિંગ પ્રૉબ્લેમ્સને કારણે રેન્ટલ વૅલ્યુમાં અંદાજે ૯થી ૧૦ ટકાનો ઘટાડો જોવા મળ્યો છે.

અંશુમન મૅગેઝિન

CBRE સાઉથ એશિયા પ્રાઇવેટ લિમિટેડના ચૅરમૅન ઍન્ડ મૅનેજિંગ ડિરેક્ટર

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK