ફ્લૅટની સોદાબાજીમાં કેવી સ્માર્ટનેસ દેખાડશો?

ડેવલપરોની મરજી પ્રમાણે જ બધું ચાલે છે અને વાટાઘાટો માટે ખાસ અવકાશ નથી હોતો છતાં લાખો રૂપિયાનો સોદો હોય ત્યારે ભાવતાલ તો થઈ જ શકે. સ્માર્ટ ખરીદદારોએ આવી સોદાબાજીમાં કઈ રીતે લાભ ઉઠાવવો એ શીખવું જોઈએ


કોઈ પ્રૉપર્ટી તમને ગમી હોય તો એ બાબતે બહુ ઉત્સાહ ન દાખવો અને તમારી ગરજ છતી ન થાય એનું ધ્યાન રાખો. જેમ કે તમારી પુત્રીની સ્કૂલ શરૂ થાય એ પહેલાં તમે ઘર લઈ લેવા માગો છો અથવા આવતા મહિને તમારી લીઝ ખતમ થઈ જાય છે એ પહેલાં કે તમારાં લગ્ન થાય એ પહેલાં તમે ઘર ખરીદી લેવા માગો છો એ વાત તમારા પૂરતી જ સીમિત રાખો.

ઉત્સાહ છતો ન કરો

બહુ ઉત્સાહ ન દાખવો. પ્રૉપર્ટી ખરીદવાની બાબતે તમારો ઉત્સાહ છતો ન કરો. કોઈ ફ્લૅટનાં બહુ ખુલ્લાં વખાણ ન કરો. જો વેચનારને એની ખબર પડી જશે કે તમને આ પ્રૉપર્ટી ગમી ગઈ છે તો તે વાટાઘાટ વખતે એનો ઉપયોગ તમારી સામે કરશે. સજાગ રહીને જે કહેવામાં આવે એને ધ્યાનપૂર્વક સાંભળો. તમારો અભિપ્રાય તમારી પાસે રાખો. તમારી પાસે બહુ માહિતી આવશે તો તમે વધુ સારી રીતે ભાવતાલ કરી શકશો.

સતત ટીકાત્મક બોલતા રહો

પ્રૉપર્ટી ઇન્સ્પેક્ટ કરવા માટે કોઈકને સાથે લઈ જાઓ. આ મિત્ર કે સાથીદારને એવી સૂચના આપી દો કે તેઓ એના વિશે સતત ટીકાત્મક જ બોલતા રહે. આનાથી સેલ્સપર્સન કે દલાલે પ્રૉપર્ટીના બચાવમાં બોલતા રહેવું પડશે. એને લીધે કિંમત નક્કી કરતી વખતે તમારો હાથ ઉપર રહેશે.

ભાવ બાબતે તરત ઍગ્રી ન થાઓ

કોઈ પણ કિંમત બાબતે તરત જ સહમત ન થઈ જાઓ. સેલ્સપર્સન કે દલાલ જે કિંમત કહે એ તમને ચાલે એવી હોય તો પણ તેને કહો કે આ વિશે વિચારવા માટે મને સમય જોઈશે. એટલા માટે નહીં કે તે ભાવ ઓછા કરે, પરંતુ તે તમારી સહમતીને હળવાશથી ન લે.

ત્રણ-ચાર દિવસ પછી જવાબ આપો.

સેલ પ્રાઇસ ઉપરાંતના છૂપા ખર્ચનો અંદાજ પણ તમે માગી શકો. એને લીધે પ્રૉપર્ટીની ખરી કિંમતનો તમને અંદાજ આવશે.

વાતચીતમાં ધ્યાન કેન્દ્રિત કરો

વાટાઘાટ ચાલતી હોય ત્યારે એમાં પૂરું ધ્યાન કેન્દ્રિત કરો. સેલ્સપર્સન સાથે વાત ચાલતી હોય ત્યારે એસએમએસ ન વાંચો કે કોઈના ફોનકૉલ્સ ન લો. આવું કરવાથી એવી છાપ પડે છે કે તમને વાટાઘાટમાં કોઈ ખાસ રસ નથી.

પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરો

વાટાઘાટો કરતી વખતે ઘણા લોકો પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરતાં ડરતા હોય છે. એનાથી એવી છાપ પડે છે કે કિંમતમાં ઘટાડો થાય તો તમને કોઈ ફરક નહીં પડે. તમને જ્યારે ઑફર કરવામાં આવે એ વાજબી હોય તો પણ આઘાત લાગ્યો હોય એવી પ્રતિક્રિયા વ્યક્ત કરવાથી વાટાઘાટમાં લાભ થશે.

ઉપરની સત્તા લાવવાની ટૅક્ટિક વાપરો

તમારાથી ઊંચી સત્તા ધરાવતી વ્યક્તિને વચ્ચે લાવો. ઘણી વાર સેલ્સપર્સન આવી ટેક્નિકનો ઉપયોગ કરતા હોય છે. દાખલા તરીકે ફ્લૅટની કિંમત ૧૩ લાખ રૂપિયા જણાવવામાં આવે અને તમે એના ૧૧ લાખ રૂપિયા કહો તો સેલ્સપર્સન કહેશે કે હું મારા મૅનેજરને પૂછી આવું, જો તે હા પાડશે તો હું તમને એ ૧૨ લાખ રૂપિયામાં આપીશ. થોડી વાર પછી મૅનેજર આવશે અને કહેશે કે ઓકે, તમે ૧૨ લાખ રૂપિયામાં ખરીદવા માગો છો. આવા સમયે મોટા ભાગના લોકો એવું વિચારે કે મૅનેજરે એક લાખ રૂપિયા ઘટાડ્યા. છતાં લોકો એવું નથી વિચારતા કે તેમણે કહેલી રકમ કરતાં આ રકમ હજી પણ એક લાખ રૂપિયા વધુ છે. તમારે મૅનેજરને એમ કહેવું જોઈએ કે ૧૨ લાખ રૂપિયા તો સેલ્સપર્સન કહે છે, મારી પ્રાઇસ તો ૧૧ લાખ રૂપિયા છે. તમારાથી ઉપરની સત્તા લાવવાની ટૅક્ટિક તમે ખરીદી કરતી વખતે પણ વાપરી શકો છો. સેલ્સપર્સન તમને ઑફર કરે ત્યારે તમે કહી શકો કે હું મારી પત્ની કે મારા પેરન્ટ્સને એ બતાવવા માગું છું. બતાવ્યા પછી તમે સેલ્સપર્સનને કહી શકો કે જગ્યા મને પસંદ છે, પરંતુ કિંમત ઓછી ન થાય તો મારી પત્ની (કે મારા પેરન્ટ્સ) સહમતી નહીં આપે. ત્યાર પછી તમારા કોઈ આર્કિટેક્ટ મિત્ર એ મંજૂર કરે કે બૅન્કલોન મંજૂર કરે એવી શરત પર ડીલને છોડી દો.

વાટાઘાટમાં ચુપકીદી સેવો

તમે આ પ્રાઇસ શા માટે ન ચૂકવી શકો એની બહુ વાતો ન કરો. વાટાઘાટમાં ચુપકીદી બહુ મોટું શસ્ત્ર બની શકે છે. તમારી કિંમત કહીને ચૂપ થઈ જાઓ. ઘણા લોકો પોતાની પ્રાઇસ બોલીને પછી એ બાબતે બચાવ કરવા માંડે છે, જેને લીધે તેમની વાટાઘાટની તાકાત ઓછી થઈ જાય છે. સેલ્સપર્સનને જ પોતાની પ્રાઇસને વાજબી ઠેરવવાની કોશિશ કરવા દો. આવી સ્થિતિમાં ઘણી વાર તેઓ પોતાની પ્રાઇસને વાજબી ઠેરવવા મથતા રહે છે અને અંતે તમારી પ્રાઇસમાં સહમત થઈ જાય છે.

ઍગ્રીમેન્ટની કૉપી માગો

કોઈ કિંમત પર તમે સહમત થાઓ એ પહેલાં ઍગ્રીમેન્ટની કૉપી માગો, જેથી તમે તમારા વકીલને એ બતાવી શકો. આનાથી એવી છાપ પડશે કે તમે તમારું કામ બરાબર જાણો છો અને તમારા પૈસાની બાબતે તમે બહુ જ સાવધ છો.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK