થાણેમાં ૧૭ જાન્યુઆરીથી પ્રૉપર્ટી એક્ઝિબિશન

મહારાષ્ટ્ર ચેમ્બર ઑફ હાઉસિંગ ઇન્ડસ્ટ્રી (MCHI)ના થાણે યુનિટ અને કૉન્ફેડરેશન ઑફ રિયલ એસ્ટેટ ડેવલપર્સ અસોસિએશન ઑફ ઇન્ડિયા (CREDAI) દ્વારા ૧૩મું રિયલ એસ્ટેટ ઍન્ડ હાઉસિંગ ફાઇનૅન્સ પ્રદર્શન ૧૭ જાન્યુઆરીથી ૨૦ જાન્યુઆરી સુધી તમામ લોકો માટે ખુલ્લું મૂકવામાં આવશે. અગાઉના પ્રદર્શન કરતાં પણ એને ભવ્ય બનાવવાનો પ્રયાસ ડેવલપરો દ્વારા કરવામાં આવ્યો છે.



આ ભવ્ય પ્રૉપર્ટી પ્રદર્શન તમામને સરળતા રહે એવા સ્થળે એટલે કે હાઇલૅન્ડ ગાર્ડન, ઢોકાળી રોડ, કોલશેટ નજીક, કાપૂર બાવડી જંક્શન, થાણે (વેસ્ટ)માં રાખવામાં આવ્યું છે. એન્ટ્રી-ફી ૩૦ રૂપિયા છે જેમાં એક કોલ્ડ ડ્રિન્ક ફ્રી આપવામાં આવશે.

ચાર દિવસના આ ભવ્ય પ્રદર્શનમાં ૪૦ ડેવલપરો પોતાના ૩૦૦ કરતાં વધુ પ્રોજેક્ટ રજૂ કરી રહ્યા છે. એમની સાથે ૨૦ કરતાં વધુ હાઉસિંગ ફાઇનૅન્સ કંપનીઓ તથા બૅન્કો પણ ભાગ લઈ રહી છે. ઘર ખરીદવા માગતા લોકો માટે હોમ લોનની સ્પેશ્યલ ઑફર તથા તત્કાળ મંજૂરી આ પ્રદર્શનની વિશિષ્ટતા છે.

આ વર્ષે ભિવંડીની પ્રૉપર્ટી માટે સ્પેશ્યલ પૅવિલિયન છે. ભિવંડી હવે થાણેના સબર્બ સમાન બન્યું છે. એથી બજેટનો વિચાર કરનારા  લોકોને આ પ્રદર્શનમાંથી પોતાની પસંદગીનું ઘર ખરીદવામાં સરળતા રહેશે.

આ પ્રદર્શનના સ્થળે જવા તથા પરત ફરવા માટે આનંદ સિનેમા, સિડકો બસ-સ્ટૅન્ડ તથા મૉડેલા મિલ્સ, મુલુંડ ચેકનાકા નજીકથી ફ્રીમાં વાહનની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

જો કોઈ આ પ્રદર્શન કોઈક કારણસર જોઈ શક્યું ન હોય તો તે આ પ્રદર્શનને ૧૫ દિવસ બાદ www.mchithane.org વેબસાઇટ પર જોઈ શકે છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK