થાણેના પ્રૉપર્ટી એક્ઝિબિશનને અભૂતપૂર્વ પ્રતિસાદ

મહારાષ્ટ્ર ચેમ્બર ઑફ હાઉસિંગ ઇન્ડસ્ટ્રી (MCHI) કૉન્ફેડરેશન ઑફ રિયલ એસ્ટેટ ડેવલપર્સ અસોસિએશન ઑફ ઇન્ડિયા (CREDAI) દ્વારા આયોજિત ૧૩મા વાર્ષિક એસ્ટેટ ઍન્ડ હાઉસિંગ ફાઇનૅન્સ પ્રદર્શનમાં ૪૦ કરતાં વધુ ડેવલપરે ભાગ લીધો હતો જેનું ઉદ્ઘાટન થાણેના મેયર હરીશચંદ્ર પાટીલ તથા થાણે સુધરાઈના કમિશનર અસીમ ગુપ્તાએ કર્યું હતું.



ઉદ્ઘાટન સમારંભ દરમ્યાન થાણે MCHIના પ્રેસિડન્ટ સચિન પુરાણિકે કહ્યું હતું કે ‘૨૦૦૯ની યાદ અપાવે એવા મુશ્કેલીભર્યા દિવસો અત્યારે ચાલી રહ્યા છે, પરંતુ મને એવી આશા છે કે માર્કેટ ફરી પાછું બેઠું થશે. રિયલ્ટી માર્કેટને ઘણી સમસ્યાઓ નડી રહી છે. ડેવલપરની મુશ્કેલીમાં વધારો થઈ રહ્યો છે. RTI ઍક્ટ હેઠળ અરજી કરીને અમને હેરાન કરવામાં આવે છે. અગાઉ બિલ્ડરો હેરાન કરતા હતા એ વાતને હું સ્વીકારુ છું, પરંતુ હવે પરિસ્થિતિ બદલાઈ છે. દરેક વ્યવસાયમાં ખરાબ માણસો હોય છે. નવાઈની વાત તો એ છે કે માગમાં વધારો થઈ રહ્યો છે, પરંતુ પ્રોજેક્ટ મંજૂર કરવાના દરમાં ઘટાડો નોંધાયો છે. અમે સરકારને વિનંતી કરીએ છીએ કે કન્ઝ્યુમર-ફ્રેન્ડ્લી હોય એવા નિયમો બનાવે તથા બૅન્કો પણ વ્યાજના દરોમાં ઘટાડો કરે.’

જે મુદ્દો ઊભો કરવામાં આવ્યો હતો એના સંભવિત ઉકેલ આપતાં થાણે સુધરાઈના કમિશનર અસીમ ગુપ્તાએ કહ્યું હતું કે ‘પુરવઠો વધે એવો પ્રયાસ કરવો જોઈએ, કારણ કે માગને ઘટાડી શકાય નહીં. ડેવલપમેન્ટ કન્ટ્રોલ રેગ્યુલેશન્સના નિયમોને સરળ બનાવીને એ દિશામાં પગલાં લઈ શકાય. વળી તમામ માટે નિયમો એકસરખી રીતે લાગુ પાડવામાં આવશે.’

આવાં પ્રદર્શનો યોજવા માટે બે એકર જમીન અનામત રાખવાની ખાતરી મેયર હરીશચંદ્ર પાટીલે આપી હતી, કારણ કે એનાથી થાણેના રહેવાસીઓને લાભ થાય છે. તેમણે MCHIને પણ તમામ પ્રકારના સહકારની તેમણે ખાતરી આપી હતી.

ભવ્ય પ્રતિસાદ


ત્રણ દિવસના આ પ્રદર્શનને સારો પ્રતિસાદ સાંપડ્યો હતો. વીક-એન્ડ દરમ્યાન લોકોની ભારે હાજરી જોવા મળી હતી. સચિન પુરાણિકે કહ્યું હતું કે ‘આ વખતે અભૂતપૂર્વ સફળતા થાણે પ્રૉપર્ટી પ્રદર્શનને મળી હતી. ડેવલપરના પ્રોજેક્ટ પણ ઘણા સારા હતા. ઘર ખરીદવા માગનારાઓનો ધસારો તમામ સ્ટૉલમાં જોવા મળ્યો હતો. ૯૦ ટકા લોકોએ પોતાના સપનાનું ઘર થાણેમાં ખરીદવાનું નક્કી કર્યું હતું.’

આ પ્રદર્શનની અસર આગામી ત્રણ મહિના સુધી નજરે પડશે. પ્રદર્શન દરમ્યાન ભિવંડી પૅવિલિયનમાં પણ ઘણા આકર્ષક વિકલ્પો ઘર ખરીદનારાઓ માટે હતા. પરિણામે સારો બિઝનેસ થયો હતો. થાણે શહેરના વર્ચુઅલ એક્સ્ટેન્શન કહેવાતા ભિવંડીમાં પણ બજેટ-કૉન્શિયસ લોકો માટે ઘણા સારા પ્રોજેક્ટ હતા. પ્રદર્શનના અંતે સ્ટૉલને અવૉર્ડ પણ આપવામાં આવ્યા હતા. મોસ્ટ કન્ઝ્યુમર સેન્ટ્રિક એક્ઝિબિટર ઑફ ધ યરનો અવૉર્ડ શ્રી તિરુપતિ ગ્રુપને મળ્યો તો બેસ્ટ હાઉસિંગ ફાઇનૅન્સ કૉર્પોરેશન સ્ટૉલનો અવૉર્ડ ત્ઘ્ત્ઘ્ત્ બૅન્કને મળ્યો હતો.

બેસ્ટ ડિઝાઇન સ્ટૉલનો અવૉર્ડ રુણવાલ કન્સ્ટ્રક્શન તથા સોહમ ગ્રુપને સંયુક્ત રીતે આપવામાં આવ્યો તો બેસ્ટ ડેબ્યુ સ્ટૉલનો અવૉર્ડ નિર્વાણ તથા પ્રખ્યાત રેસિડન્સીને એનાયત કરવામાં આવ્યો. એકંદરે લોકોની ભીડને જોતાં રિયલ એસ્ટેટ માર્કેટમાં સારા દિવસો આવી રહ્યા હોવાનો સંકેત મળ્યો હતો.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK