જાણો પોતાનું ઘર હોવાના આર્થિક ને માનસિક લાભ

ખુદનું ઘર ખરીદતી વખતે ઘણી સારી અને નરસી બાબતો ભાગ ભજવી જતી હોય છે. મોટા ભાગના અને એમાં પણ ખાસ કરીને મુંબઈના લોકોને રિયલ એસ્ટેટના ઊંચા ભાવ પોતાનું ઘર ખરીદતાં અટકાવે છે અને દર મહિનાની આવકમાંથી હોમલોનનો હપ્તો કપાવાનો વધારાનો બોજ પણ મારી નાખે છે ત્યારે પોતાનું ઘર હોવાના કેટલાક ફાયદા પર એક નજર

flatખુદનું એક ઘર હોવું એ મોટા ભાગના લોકોની યાદીમાં સૌથી પહેલું અને જીવનનું મુખ્ય ધ્યેય હોય છે. એક વાર આ લક્ષ પાર પડે એટલે તેઓ જીવનની લગ્ન, બાળકો વગેરે જેવી બીજી મહત્વની યોજનાઓમાં આગળ વધી શકે છે.

આગવા અસ્તિત્વનો અહેસાસ

ખુદનું ઘર હોવાને લીધે તમે એક આગવું અસ્તિત્વ ઊભું કર્યું હોય એવું લાગે છે અને એ શહેર કે સ્થાનની માલિકીનો અહેસાસ કરી શકો છો. આ રીતે તમે તમારાં મૂળિયાં એક જગ્યા પર ફેલાવી શકો છો. એટલે તમારા જીવનનો મોટા ભાગનો સમય તમે એ જગ્યાએ વિતાવવાનો નિર્ણય કરો છો. જોકે આવી રીતે ઘરમાં પોતાની ઇચ્છા મુજબનું રોકાણ કરવાને લીધે તમે તમારા ઘરને તેમ જ આજુબાજુના વાતાવરણને બને એટલું સારું બનાવવાની કોશિશ કરો છો. મોટા ભાગના ઘરમાલિકો સમાજમાં ભળે છે અથવા પોતાની કોમ કે જ્ઞાતિમાં કામ કરવાની રુચિ બતાવે છે. આ પ્રકારનું તેમણે કરેલું યોગદાન તેમનાં સંતાનો પર પણ સારી અસર છોડે છે. ભાડાના ઘરમાં રહીને દર થોડા સમયે ઘર બદલતા રહેવાને બદલે એક સ્થાયી ઘરમાં રહેવાને લીધે સંતાનોને પણ અભ્યાસમાં સારી રીતે વિસ્તરવાનો મોકો મળી શકે છે.

સપનું સાકાર

પોતાનું ઘર થતાં જ એક લક્ષ્ય સાધવાની કે સપનું સાકાર કરવાની અનુભૂતિ થાય છે. ખાસ કરીને એવા શહેરમાં જ્યાં રિયલ એસ્ટેટ એકદમ પ્રીમિયમ સ્થાને છે અને આ એક એવી ચીજ છે જે તમે તમારા વારસદારને પણ આપી જઈ શકો છો.

ખુદની હકૂમત

ઘર ખરીદતાંની સાથે જ તમે તમારાં માતા-પિતા કે મકાનમાલિકના નિયમોમાં બંધાઈને નથી રહેતા. ઘરને પોતાની રીતે સજાવવાની કે પછી એમાં પોતાની રીતે રહેવાની તમને પૂરી સ્વતંત્રતા મળે છે. આ ઉપરાંત આપબળે ખરીદેલા આ ઘરમાં તમે પ્રાઇવસીનો પણ અનુભવ કરી શકો છો. આપણા ઘરમાં આપણી હકૂમત ચાલે એ કહેવત પ્રમાણે તમને મારા ઘરનો હું રાજા જેવી લાગણીની અનુભૂતિ થાય છે.

આર્થિક રીતે સધ્ધર અને માનસિક રીતે સજ્જ

ખુદનું ઘર હોવાને લીધે તમે માનસિક રીતે પણ સજ્જ રહો છો અને આ ઘર મારું છે એવી એક રાહતની લાગણી અનુભવાય છે. આમ પણ પ્રૉપર્ટીના ભાવ કૂદકે ને ભૂસકે વધતા રહે છે. આ ઉપરાંત કોઈ વાર જરૂર પડે તો તમે તમારા ઘર સામે લોન પણ લઈ શકો છો. વળી નિવૃત્ત થયા બાદ પણ તમને ભાડાના ઘરમાં રહીને દર મહિને ભાડું ચૂકવવાની કોઈ ચિંતા નથી રહેતી.

હા, જ્યારે તમે તમારું ખુદનું ઘર ખરીદો ત્યારે તમારી જવાબદારી વધી જાય છે અને તમારી હોમલોન ચૂકવવા માટે થોડો વધારાનો સંઘર્ષ પણ કરવો પડશે. આમ છતાં છેવટે તો એ તમારા હિતમાં જ રહેશે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK