નવું ઘર ખરીદતાં પહેલાં એક વાર ભરબપોરે એ જોઈ આવો

બપોરે સૂરજ તપતો હોય ત્યારે ઘરમાં કેટલો ઉજાસ રહે છે એ જાણી લેવું જરૂરી છે



ઘર ખરીદવા માગો છો? તો સૌથી પહેલાં એમાં કુદરતી રીતે પ્રકાશ આવે છે કે નહીં એ જાણી લો. સૂર્યપ્રકાશ આરોગ્યની દૃષ્ટિએ સારો છે એટલું જ નહીં, એનાથી ઊર્જા પણ બચે છે અને તમારું લાઇટબિલ ઓછું આવે છે.

આ વિશે થયેલા એક સંશોધનમાં એવું જાણવા મળ્યું છે કે તમારા ઘરમાં જે ઊર્જા બળે છે એમાંની ૪૭ ટકા ઘરમાં પ્રકાશના ફેલાવા તથા એના હવામાનના નિયમન માટે વપરાય છે. પર્યાવરણને વધુ મહત્વ આપતા બિલ્ડરો ઘરમાં કેટલી અને ક્યાં બારીઓ હોવી જોઈએ એના પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે.

આટલું જાણી લો

ઘર ખરીદતાં પહેલાં એક વાર બપોરે એ ઘરની મુલાકાત લઈ આવો. બપોરે સૂરજ તપતો હોય ત્યારે ઘરમાં કેટલો ઉજાસ રહે છે એ જાણી લો. આ સમયે ઘરની મુલાકાત લેવાનો બીજો ફાયદો એ છે કે ઘરનો દરેક ખૂણો અને દરેક ચીજ તમને સ્પષ્ટ રીતે દેખાશે. આથી તમારે ક્યાં, કેટલું રિપેરિંગકામ કરાવવાનું છે અને કેટલું વધારાનું વાયરિંગ કરાવવાનું છે એનો અંદાજ પણ આવી જશે.

દિવસ દરમ્યાન તમે ઘરની દરેક રૂમમાંથી બહારનો વ્યૂહ પણ સારી રીતે જોઈ શકશો. આસપાસમાં કોઈ અણગમતાં દશ્યો ન દેખાતાં હોય એની ખાતરી કરી લો, કારણ કે પછી તો દરરોજ તમારે એ જ વ્યુ જોતા રહેવાનો છે.

મુંબઈમાં ગરમી બહુ રહેતી હોય છે એટલે સૂર્યપ્રકાશ સીધો બારી પર ન પડતો હોય તો સારું પડે અને ઘરમાં ગરમી ઓછી થશે. આમ છતાં તમને ગમતા ફ્લૅટમાં જો આવી સમસ્યા હોય તો તમે ગરમી દૂર કરવા માટે ઉપર છજું બાંધી શકો છો.

કુદરતી હવાઉજાસ

મુંબઈમાં ભેજ બહુ જ રહેતો હોવાથી ઘરમાં હવાની અવરજવર યોગ્ય રીતે થાય એ બહુ જ મહત્વનું છે. ફ્લૅટ ખરીદતી વખતે ક્રૉસ વેન્ટિલેશન થઈ શકે એ માટે જેમાં સામસામી બારીઓ હોય એવો ફ્લૅટ પસંદ કરજો. આવી બારીઓ પૂર્વ અને પશ્ચિમ બન્ને દિશાઓમાંથી ઘરમાં પ્રકાશ ફેલાવશે. આમ ફ્લૅટ આખો દિવસ ઉજાસવાળો રહેશે.

ફ્લૅટની બારીઓ ક્રૉસ વેન્ટિલેશન થઈ શકે એટલી મોટી હોવી જોઈએ, પણ એટલી મોટી ન હોવી જોઈએ કે ફ્લૅટમાં ગરમી ફેલાઈ જાય. ફ્લૅટની છત વધુ ઊંચી હોય એ વાતનું ખાસ ધ્યાન રાખો. આજકાલ જોકે ફ્લૅટની છત વધુ ઊંચી નથી હોતી, પરંતુ છત ઊંચી હોય તો હવાની અવરજવર વધુ સારી રીતે થાય છે અને રૂમમાં ગરમી પણ ઓછી રહે છે.

ઑક્સિજન વધારો

આજકાલ વરંડા કે બહારની અન્ય જગ્યાઓ મોટી લક્ઝરી ગણાય છે. એનાથી ગરમી દૂર રહે છે અને એ જગ્યાનો ઉપયોગ પણ થઈ શકે છે. જો તમને લાગે કે અંદરના વરંડાને કારણે ઘરમાં સૂર્યપ્રકાશ નથી આવતો તો તમે એ વરંડો તોડી શકો છો. અલબત્ત, આર્કિટેક્ટ સાથે સલાહમસલત કર્યા પછી. જો તમારા ઘરમાં ઑક્સિજન ઓછો રહેતો હોય અને કુદરતી પ્રકાશની પણ અછત હોય તો તમને ઘરમાં રહેવાનું ગમશે નહીં. ઘરમાં ઑક્સિજનનું પ્રમાણ વધે એ માટે તમે ઘરમાં અમુક છોડવાઓ પણ રાખી શકો છો.

 

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK