મુંબઈમાં ઘર કેટલી હદે મોંઘું છે એ જાણો છો?

તાજેતરમાં એવા ન્યુઝ હતા કે માણસે પોતાની જગ્યા ખરીદવા માટે ત્રણ સદી સુધી કામ કરવું પડશે ત્યારે ખરેખર પરિસ્થિતિ શું છે જોઈએ

 

 

આપણને ખબર તો હતી જ કે મુંબઈમાં ઘર લેવું અઘરું છે ને હવે વધુ ખબર પડી રહી છે કે એ કેટલી હદે મોંઘું છે. ઇન્ટરનૅશનલ પ્રૉપર્ટી કન્સલ્ટન્સી નાઇટ ફ્રૅન્ક એલએલપીના અહેવાલ મુજબ સરેરાશ નાગરિકને લક્ઝરી અથવા તો સેમી લક્ઝરી સો સ્ક્વેર મીટર અપાર્ટમેન્ટ ખરીદવા માટે ૩૦૮.૧ વર્ષ લાગે છે. આ આંકડો રિયલ એસ્ટેટ સાથે વર્તમાન વેતનના આધારે વિશ્લેષણ થયો છે. જોકે આ બહુ આર્યજનક વાત નથી, પણ ચમકી જવાય એવો વિચાર ચોક્કસ છે કે માણસે પોતાનું ઘર ખરીદવા માટે ત્રણ સદી સુધી કામ કરવું પડશે. મુંબઈમાં ઘર કેટલી હદે પરવડી શકે છે એ જાણવાની કોશિશ કરીએ.

 

ન પરવડી શકે એવું

 

આ અહેવાલ ફક્ત ઉચ્ચ વર્ગીય અને લક્ઝરી ઘરોની જ વાત કરે છે, પણ સામાન્ય લોકો માટે આ ઉંદરની દોડમાં એક નાનુંઅમથું વન બીએચકેનું ઘર અને એ પણ મુંબઈ જેવા મેટ્રોપૉલિટન શહેરમાં ખૂબ આયોજનની સાથે મહિનાઓનું બજેટ માગતું હોય છે. હોમલોન એવા માણસો માટે જ શક્ય છે જે મહિને પચાસ હજાર રૂપિયા કમાતો હોય અને તો તેને આશરે વીસ લાખ રૂપિયાની લોન મળી શકે અને એ તેણે ૧૮૦ મહિનાના સમય દરમ્યાન ફરી પાછી ચૂકવી દેવાની રહે છે. ઘણાંખરાં ઘરો એક કરોડની ઉપરના ભાવમાં મળે છે. એનો અર્થ એ થયો કે જે વ્યક્તિની મહિનાની આવક બે લાખ રૂપિયા હોય એવી વ્યક્તિ આવી લોન મેળવવા માટેની યોગ્યતા ધરાવી શકે છે. વાઇટ કૉલર કર્મચારીઓમાંથી પણ નહીંવત્ લોકોને જ આ વસ્તુ પરવડી શકે એમ છે.

 

રોકાણ માટે ઉત્તમ

 

છેલ્લાં દસ વર્ષમાં મુંબઈનું રિયલ એસ્ટેટ માર્કેટ ચાર ગણું વધી ગયું છે. ડિમાન્ડ અને પુરવઠાના સમીકરણ સિવાયનાં પણ ઘણાં કારણો આમાં મહત્વનો ભાગ ભજવે છે. નાઇટ ફ્રૅન્ક સર્વિસિસના નૅશનલ હેડ, રિસર્ચના સામંતક દાસના કહે છે, ‘મુંબઈ શહેર ફ્કત મુંબઈગરાઓને જ નહીં, વિશ્વભરના લોકોને રોકાણ કરવાની એક તક આપે છે. આ સ્થિતિને કારણે રોકાણકારોનું જૂથ પણ ભાવ વધારવામાં નિમિત્ત બને છે. મુંબઈમાં ઘર માત્ર ઉચ્ચ આવક ધરાવતા લોકો જ નહીં, જેમણે મિલ્ાકત એકઠી કરેલી છે એવા લોકો પણ ખરીદે છે. અનેક સમુદાયના લોકો જે સારું રળી શકે છે તેઓ મુંબઈની પ્રૉપર્ટીમાં સારોએવો પૈસો રોકે છે. મુંબઈ એક આર્થિક રાજધાની હોવાને કારણે પણ શ્રેષ્ઠ રોકાણની તક પૂરી પાડે છે. મુંબઈમાં વિકાસની તક ભરપૂર છે.’

 

વિકસતું જતું શહેર

 

મુંબઈ મેટ્રોપૉલિટન રીજન એ એક વિકસતું જતું શહેર છે. સામંતક દાસ કહે છે, ‘જો આજે હું ૧.૫૦ કરોડનો ફ્લૅટ ખરીદી શકતો હોઉં તો બીજા વીસ લાખનું રોકાણ ડોમ્બિવલી અથવા તો કલ્યાણ જેવા વિસ્તારમાં કરવાનું વિચારું, કારણ કે પછીનાં ત્રણથી ચાર વર્ષમાં એમાં કરેલા રોકાણમાં મને વળતર મળવાની ચોક્કસ ખાતરી છે.’

 

અર્થશાસ્ત્રીઓ જણાવે છે કે ભાવમાં સુધારો થવાની શક્યતા નહીંવત્ છે અને બીજાં બધાં માઇક્રો-બજારના ભાવ છેલ્લા છ મહિનાથી સ્થિર થઈ ગયા છે ત્યાં આ રિયલ એસ્ટેટ ઊધ્ર્વ ગતિ કરી રહી છે અને મુંબઈમાં રોકાણ કરવાનું વળતર સૌથી વધુ મળે છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK