નવી મુંબઈમાં રીડેવલપમેન્ટ માટે ત્રણની FSI આપવાની તૈયારીમાં રાજ્ય સરકાર

વધુ FSI આપવાની વાતોથી બિલ્ડરોના કાન ચમક્યા, પરંતુ સરકારમાં ભાગીદાર પાર્ટીઓ વચ્ચે તકરારની શક્યતા




નવી મુંબઈમાં રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ્સને બળ આપવા રાજ્ય સરકારે સિડકોને રાજ્યભરમાં અત્યાર સુધીમાં સૌથી વધુ ત્રણની ફ્લોર સ્પેસ ઇન્ડેક્સ (FSI) આપવાની તૈયારી પૂરી કરી લીધી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે સરકારે આવી પ્રપોઝલ સૈદ્ધાંતિક રીતે સ્વીકારી લીધી છે અને હવે ટૂંક સમયમાં એ મંજૂરી માટે અર્બન ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટને મોકલી આપવામાં આવશે. નવી મુંબઈમાં રીડેવલપમેન્ટ માટે ૫૦૦ જેટલાં બિલ્ડિંગ તૈયાર છે અને આ

પ્રપોઝલ પાસ થશે એટલે વધુ ને વધુ બિલ્ડિંગો આ યાદીમાં ઉમેરાતાં જશે. બિલ્ડરો અને ડેવલપરનાં સંગઠનો તરફથી આ મામલે મિશ્ર પ્રતિક્રિયાઓ મળી રહી છે. 

બિલ્ડરોની પ્રાઇવેટ બૉડી મહારાષ્ટ્ર ચેમ્બર ઑફ હાઉસિંગ ઇન્ડસ્ટ્રીઝના સેક્રેટરી મનોહર શ્રોફે કહ્યું હતું કે ‘આનાથી સિડકો સહિત તમામને ફાયદો છે. વધુ ને વધુ બિલ્ડિંગો બંધાવાથી ડેવલપમેન્ટ પણ ડબલ થશે, પરંતુ ઘરોની કિંમતો ઘટી જશે. જેમ કે વાશીમાં હાલમાં ફ્લૅટના ભાવ ફૂટદીઠ ૨૦-૨૫ હજાર રૂપિયા ચાલે છે એ ઘટીને ૧૦-૧૫ હજાર રૂપિયા જેટલા થઈ જવાની ધારણા છે.’

જોકે આ પ્રપોઝલ પાસ થશે તો પણ બિલ્ડરોને તો અઢીની જ FSIનો લાભ મળશે. વધારાની અડધાની FSIનાં ઘરો સિડકોને મળશે અને એ લૉટરી-સિસ્ટમથી વાજબી દરે સામાન્ય લોકોને પૂરાં પાડવામાં આવશે. મુંબઈમાં સોસાયટી મેમ્બરો પોતાના ઘરોના રીડેવલપમેન્ટ માટે બિલ્ડરની પસંદગી કરી શકે છે જ્યારે નવી મુંબઈમાં એનાથી વિપરીત સિડકો ટેન્ડર બહાર પાડીને આવા પ્રોજેક્ટ બિલ્ડરોને સુપરત કરે છે.

જોકે સરકારના આ નિર્ણય પાછળ કોઈ રાજકીય ઇરાદા હોવાનું કહેવાઈ રહ્યું છે અને એના કારણે રાજ્ય સરકારની બે ભાગીદાર પાર્ટી કૉન્ગ્રેસ અને NCP વચ્ચે જ મતભેદોની શક્યતા છે, કેમ કે નવી મુંબઈમાં NCPના નેતા અને મિનિસ્ટર ગણેશ નાઈકનો દબદબો છે. તેઓ સિડકો અને નવી મુંબઈ સુધરાઈ પર પકડ ધરાવે છે. જો આ પ્રપોઝલ પાસ થશે તો રીડેવલપમેન્ટમાં સુધરાઈનું વર્ચસ્વ ઓછું થશે અને સિડકોનું વધશે, જે ખરેખર તો રાજ્ય સરકાર હસ્તકની એજન્સી છે.

સિડકો - CIDCO = સિટી ઍન્ડ ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ કૉર્પોરેશન, NCP = નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK