બૅન્ક દ્વારા હરાજી થતી પ્રૉપર્ટીઓ તમારા ઘણા પૈસા બચાવી શકે

રિયલ્ટી સેક્ટરના એક્સપટ્ર્સનું કહેવું છે કે ફોરક્લોઝર પ્રૉપર્ટીઓ એની બજારકિંમતથી લગભગ ૩૫થી ૪૦ ટકા જેટલી સસ્તી પડે છે અને છેલ્લા એક વર્ષમાં આવી ૮૦૦૦થી વધુ પ્રૉપર્ટીઓ બજારમાં વેચાણ માટે આવી છે




શહેરમાં રેસિડેન્શિયલ, કમર્શિયલ કે ફક્ત પ્લૉટ હોય; સ્થાવર મિલકત એટલે કે પ્રૉપર્ટી લેવી આપણા ખિસ્સાને સખત ભારે પડે એવી બાબત છે. એમ છતાં રિયલ એસ્ટેટ સેક્ટરના હાલના સ્રોત એવો દાવો કરે છે કે છેલ્લા એક વર્ષમાં ફ્લૅટ, પ્લૉટ અને ઑફિસ માટેની અમુક નૉન-પર્ફોર્મિંગ ઍસેટ્સ (એનપીએ)ની ખાલી જગ્યાઓ બૅન્ક-ઑક્શન દ્વારા તાજેતરમાં બજારમાં ઉપલબ્ધ છે. આ એક્સપટ્ર્સનું કહેવું છે કે આવી પ્રૉપર્ટી બજારભાવની સરખામણીએ ૩૫થી ૪૦ ટકા જેટલી સસ્તી છે.

વિશેષજ્ઞોનો મત


રિયલ એસ્ટેટના વિશેષજ્ઞો એવો દાવો કરે છે કે છેલ્લા એક વર્ષમાં આવી ૮૦૦૦થી વધુ નૉન-પર્ફોર્મિંગ ઍસેટ્સ પ્રૉપર્ટી બજારમાં વેચાણ માટે આવી છે અને એની સંખ્યા વધતી જશે. બીજો એક મહત્વનો સ્રોત પોતાનો મત જણાવતાં કહે છે કે છેલ્લા થોડા દિવસોમાં જ આવી ૧૦૦ જેટલી એનપીએ બજારમાં ઉપલબ્ધ થઈ છે અને એની હરાજી આગામી અઠવાડિયાના અંત સુધીમાં થવાની છે.

આવી જ એક એનપીએ પ્રૉપર્ટીનો ઑપેરા હાઉસના ફ્રેન્ચ બ્રિજ નજીક આવેલો ફ્લૅટ છે. એની કિંમત સ્ક્વેરફૂટદીઠ ૨૩,૦૦૦ રૂપિયા છે, જે અત્યારના ત્યાંના સ્ક્વેરફૂટદીઠ ૩૫,૦૦૦ રૂપિયાના બજારભાવ કરતાં સાવ ઓછી કિંમતે છે. એ જ રીતે નરીમાન પૉઇન્ટમાં ૮૫૫ સ્ક્વેરફૂટ ઑફિસની એક જગ્યા હતી, જેનો ભાવ ૨.૧૫ કરોડ રૂપિયા હતો. એનો ભાવ ગણવામાં આવ્યો તો એ સ્ક્વેરફૂટદીઠ ૨૫,૦૦૦ રૂપિયા આવતો હતો, જે એની બજારભાવની કિંમત ૮૫૫ સ્ક્વેરફૂટ ૪૫,૦૦૦ રૂપિયા કરતાં ઘણો જ ઓછો હતો. આ બધા ભાવ રિઝવર્‍ કિંમત છે. બાંદરાના ફ્રાન્સિસ રોડ પર આવેલા એક ફ્લૅટ વિશે ઑક્શન કંપનીને મળેલી પબ્લિક નોટિસને આધારે એ ફ્લૅટની રિઝવર્‍ કિંમત સ્ક્વેરફૂટદીઠ ૨૩,૦૦૦થી ૨૫,૦૦૦ રૂપિયા હતી, જે એની બજારકિંમત સ્ક્વેરફૂટદીઠ ૪૫,૦૦૦ રૂપિયાથી ઘણી જ નીચે અને ઓછી હતી.

સચેત રહો


ફોરક્લોઝર પ્રૉપર્ટીઓ ઓછી કિંમતે આવી રહી છે એ સારું જ છે, છતાં એને પણ એના આગવા ગેરલાભો છે. એક કરતાં વધુ વિકલ્પો હોય અને એમાંથી પસંદગી કરવાની હોય તો એ વિકલ્પોમાંથી શ્રેષ્ઠ પસંદગી કરી ખરીદદારી કરવામાં સમજદારી છે, પણ કાયદાકીય સલાહકારને પૂછ્યા વગર તો નહીં જ.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK