એક્સ્ટર્નલ કમર્શિયલ બૉરોઇંગની જાહેરાત અફૉર્ડેબલ હાઉસિંગ માટે લાભદાયી પગલું

આ વર્ષે બજેટમાં અફૉર્ડેબલ હાઉસિંગ સેક્ટર માટે પ્રોત્સાહનો જાહેર કરવામાં આવ્યાં છે. નાણાપ્રધાન પ્રણવ મુખરજીએ આ સેક્ટરમાં મકાનોની અછત દૂર કરવા માટે પગલાં લીધાં છે.

 

external-constructionબજેટમાં લો કૉસ્ટ હાઉસિંગ માટે ઈસીબી (એક્સ્ટર્નલ કમર્શિયલ બૉરોઇંગ) દ્વારા પૈસા ઊભા કરવાની છૂટ આપવામાં આવી છે. હાઉસિંગ લોન માટે પૂરતું સંસ્થાકીય ભંડોળ ઉપલબ્ધ થાય એ માટે ક્રેડિટ ગૅરન્ટી ટ્રસ્ટ ફન્ડની સ્થાપના કરવાની જાહેરાત કરવામાં આવી છે. પ્રણવ મુખરજીએ રૂરલ હાઉસિંગ ફન્ડ માટેની રકમ ૩૦૦૦ કરોડ રૂપિયાથી વધારીને ૪૦૦૦ કરોડ રૂપિયા કરી છે. અફૉર્ડેબલ હાઉસિંગ માટે મૂડીખર્ચમાંથી ઇન્વેસ્ટમેન્ટ લિન્ક્ડ ડિડક્શનની લિમિટ ૧૦૦ ટકાથી વધારીને ૧૫૦ ટકાની કરવામાં આવી છે. આ પગલાંને રિયલ એસ્ટેટ સેક્ટર તરફથી મિશ્ર પ્રતિસાદ મળ્યો છે.

 

 

આવકારદાયી પગલું

 

મુંબઈ અફૉર્ડેબલ હાઉસિંગની સખત અછત ધરાવતું શહેર છે. એક જાણીતી રિયલ્ટી કંપનીના અસોસિએટ ડિરેક્ટર કહે છે, ‘અમને લાગે છે કે એક્સ્ટર્નલ કમર્શિયલ બૉરોઇંગને મંજૂરી એ નાણાપ્રધાન તરફથી લો કૉસ્ટ હાઉસિંગ માટે લેવાયેલું એક ખૂબ જ લાભદાયી પગલું છે. આમાં સ્પષ્ટ રીતે જ દેશના અફૉર્ડેબલ હાઉસિંગને પ્રોત્સાહન આપવાનો ઇરાદો લાગે છે. આખરે હાઉસિંગ એકમાત્ર જ એવું ક્ષેત્ર છે જે વાસ્તવિક રીતે મંદીથી બચાવે છે. મેટ્રો શહેરમાં પણ જો એક્સ્ટર્નલ કમર્શિયલ બૉરોઇંગ કૅપ વધારવામાં તો આપણને અમુક પરિવર્તન ચોક્કસ જોવા મળશે. અત્યારે તો દૂરનાં ઉપનગરોના વિસ્તારોમાં જ આનો લાભ જોવા મળે છે. વૈશ્વિક અર્થતંત્રની વધઘટ જોતાં ક્રેડિટ ગૅરન્ટી ટ્રસ્ટ ફન્ડનું નિર્માણ બહુ જ અગત્યનું પગલું છે. અમારું માનવું છે કે અફૉર્ડેબલ હાઉસિંગનું આ પગલું નાનાં-મોટાં શહેરોમાં ખૂબ જ લાભદાયી રહેશે. આ પગલું વિકાસ કરનાર સમુદાયને લાંબા ગાળાના વેપારની તક માટે પ્રોત્સાહિત કરવા પૂરતું છે.’

 

બીજા એક અગ્રણી ગ્રુપના ચૅરમૅન અને મૅનેજિંગ ડિરેક્ટરે નાણાપ્રધાનને આ પગલા બાબતે શાબાશી આપી હતી. તેઓ કહે છે, ‘આજની તારીખ સુધી આ અફૉર્ડેબલ હાઉસિંગને પ્રોત્સાહન આપવા બાબતે રાજકીય ઇચ્છાની ઊણપ લાગતી હતી. મ્હાડા (મહારાષ્ટ્ર હાઉસિંગ એરિયા ડેવલપમેન્ટ ઑથોરિટી), એમએમઆરડીએ (મુંબઈ મેટ્રોપૉલિટન રીજનલ ડેવલપમેન્ટ ઑથોરિટી), સુધરાઈ અને એસઆરએ (સ્લમ રીડેવલપમેન્ટ ઑથોરિટી) માટે નિયમાવલિ છે; પણ બજેટ ઘર માટે કશું નથી. પણ આ જાહેરાત થતાંની સાથે લાગે છે કે આશાનું એક કિરણ આ મુદ્દે દેખાઈ રહ્યું છે.’

 

ધૂંધળું ચિત્ર

 

દેશમાં બજેટ ઘરોની અછતને ધ્યાનમાં રાખતાં ઘણા ડેવલપરોએ હતાશા વ્યક્ત કરી કે આ લીધેલું પગલું ઘણું ઓછું છે. ક્રેડાઇ (કૉન્ફેડરેશન ઑફ રિયલ એસ્ટેટ ડેવલપર્સ અસોસિએશન ઑફ ઇન્ડિયા)નો એક અધિકારી કહે છે, ‘લોકોના આવાસની અછત સામે આ બજેટ સાવ જ નજીવું છે. આશાનું એકમાત્ર કિરણ એ છે કે એ લોકોએ એક્સ્ટર્નલ કમર્શિયલ બૉરોઇંગની મંજૂરી આપી છે. જોકે આની વિગતોની જાણકારી  હજી સુધી ખાસ નથી મળી એટલે અમે એની રાહ જોઈએ છીએ અને એ વસ્તુ જોવાની છે કે એક્સ્ટર્નલ કમર્શિયલ બૉરોઇંગમાં જમીનની ખરીદારીને પણ ફાયદો મળશે કે નહીં. એ જ એક મુખ્ય વિસ્તાર છે જેને સૌથી વધુ પૈસાની જરૂર છે.’

 

 આ બાજુ બીજો એક જાણીતો ડેવલપર કહે છે, ‘અફૉર્ડેબલ હાઉસિંગના અર્થને નાણાપ્રધાને સ્પષ્ટ નથી કયોર્. ધારો કે આપણે માનીએ કે એક નાનું ઘર પચીસ સ્ક્વેરમીટર અથવા ચાલીસ સ્ક્વેરમીટરનું હોય તો આવાં અફૉર્ડેબલ ઘર માટે કોણ લાયકાત ધરાવે છે? વળી હમણાં પૂરતું જો એક વ્યક્તિ વર્ષના એક લાખ રૂપિયા કમાતી હોય તો એનો અર્થ એમ થયો કે તેની કમાણી મહિને આઠ હજાર રૂપિયાની છે. એટલે આ વ્યક્તિ માટે પરવડે એવું ઘર ત્રણ લાખ રૂપિયા સુધી જઈ શકે છે. હવે આજના બાંધકામનો ખર્ચ અને જમીનની કિંમત આંકવા જઈએ તો આજના સમયે આ બિલકુલ અશક્ય છે. આવું તો ગ્રામીણ વિસ્તારોમાં જ શક્ય બની શકે.’

 

જમીન જ અડચણરૂપ છે

 

 એક અગ્રણી ગ્રુપના વાઇસ પ્રેસિડન્ટ કહે છે, ‘હાઉસિંગ પરવડે એવા કરવા માટે જમીનની કિંમત પણ પરવડે એવી હોવી જોઈએ, પણ જમીનની ઉપલબ્ધતા અને ફ્લોર સ્પેસ ઇન્ડેક્સને મુદ્દે સરકાર હજી સ્પષ્ટ નથી. સરકાર જ્યાં સુધી જમીન ખરીદવા માટેની પ્રક્રિયા ઓછા ભાવમાં મેળવી શકાય એવી સહેલી નહીં કરે ત્યાં સુધી અફૉર્ડેબલ હાઉસિંગનું નર્મિાણ કરવાનું તદ્દન અશક્ય થશે. સરકાર અથવા પ્રાઇવેટ ઠેકેદારોને અમુક બજેટ હાઉસિંગ કરવા માટેનું પ્રોત્સાહન આપવાની જરૂર છે અને તો જ એ હકીકતમાં શક્ય બનશે. અમે કલ્યાણમાં પાંચ વર્ષ પહેલાં માસ હાઉસિંગ પ્રોજેક્ટ માટે જમીન ખરીદી હતી. ત્રણ વર્ષ પહેલાં એનું કામ ચાલુ કર્યું, પણ જમીનની કિંમત ખૂબ જ વધી ગઈ એને લીધે અમારે સાથે-સાથે ઘરના ભાવ પણ વધારવા પડ્યા.’

 

અફૉર્ડેબલ હાઉસિંગના નિર્માણની શક્યતા

 

અફૉર્ડેબલ હાઉસિંગ ખરીદનારા મોટા ભાગના લોકો વકિંર્ગ ક્લાસના નથી હોતા. એને લીધે તેમને ઘર ખરીદવા માટેની લોન જ નથી મળતી. આવા ખરીદનારાઓ માટે સરકારે સબસિડી આપવી જોઈએ. બિલ્ડરોનું માનવું છે કે કેન્દ્રીય સરકારે સર્વિસ ટૅક્સ, વૅલ્યુ ઍડેડ ટૅક્સ (વૅટ), સ્ટૅમ્પ-ડ્યુટી જેવાં મૂલ્યો ઓછાં રાખવાં જોઈએ.

 

અફૉર્ડેબલ હાઉસિંગ સેક્ટરના નર્મિાણમાં સિંગલ વિન્ડો ક્લિયરન્સની યોજના પણ અતિ લાભદાયી રહેશે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK