કરોડો રૂપિયાનાં લક્ઝુરિયસ ઘર

ઘણા લોકો ૩BHKના મોટા લક્ઝુરિયસ ફ્લૅટ્સ કે પૅન્ટહાઉસ લેવાનું સપનું જોતા હોય છે, પણ એ જાણો કે તમે જે ખર્ચ કરી રહ્યા છો એ યોગ્ય છે કે નહીં

(ઊર્મિમાલા બૅનરજી)

મુંબઈમાં ઘર ખરીદવા માટે ઘણી મોટી રકમ ચૂકવવી પડે છે, કારણ કે મુંબઈમાં રોટલો મળે છે, ઓટલો મળવો મુશ્કેલ હોય છે. ઘણી વખત રૂમ ખરીદવા માટે પ્રીમિયમ ચૂકવવું પડે છે. આ પ્રીમિયમ એટલે જે-તે પૉશ વિસ્તારમાં ઘર હોય એવું સપનું સાકાર કરવા માટે આપવી પડતી વધારાની રકમ. સાયન કે ચેમ્બુરમાં ૧BHKના ફ્લૅટ ખરીદવા માટે પણ એક કરોડ રૂપિયાથી વધુ રકમ ચૂકવવી પડે છે. જોકે આ શહેરમાં ઘણા લોકો લક્ઝુરિયસ ઘર લેવા માગતા હોય છે અને તેમનું આ સપનું પૂરું કરવા માટે ડેવલપરો કોઈ કસર છોડતા નથી. તેઓ એવાં ઘર બાંધે છે કે ઘર ખરીદનારો એ ખરીદવા માટે મોટી કિંમત ચૂકવવા પણ તૈયાર થઈ જાય છે. હવે ઘણા ડેવલપરો લોઅર પરેલ, બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સ, વડાલા અને અંધેરીમાં આવાં ઘર બનાવે છે, કારણ કે તેમની પાસે બિઝનેસ-ડિસ્ટિÿક્ટો છે, પણ આવાં લક્ઝુરિયસ ઘર લેતાં પહેલાં કેટલીક બાબતો ધ્યાનમાં રાખવા જેવી છે.

આ ઘર ક્યાં છે?

પહેલાં એ નક્કી કરો કે તમારે એ ઘર રહેવા માટે જોઈએ છે કે માત્ર ઇન્વેસ્ટમેન્ટ માટે? જો તમે એ ફ્લૅટમાં રહેવા માગતા હો તો એ તમારા કામ કરવાના સ્થળથી નજીક હોવું જોઈએ. તમારા લક્ઝુરિયસ ઘરમાં જાકુઝી કે સ્પા હશે એનો આનંદ તમે નહીં માણી શકો, જો તમારા બે કલાક ઑફિસથી ઘરે આવવા-જવામાં વપરાશે. તમારી ઑફિસની પાસેનો ૧BHKનો ફ્લૅટ દૂરના સ્થળે આવેલા પૅન્ટહાઉસ કરતાં વધુ સારો સાબિત થશે. ઘણા ડેવલપરો સ્ટેશનથી દૂરના વિસ્તારમાં આવા લક્ઝરી ધરાવતા ફ્લૅટ્સ બનાવે છે એથી ત્યાં પહોંચવા માટે પણ ઘણી વાર મુશ્કેલી પડતી હોય છે. આથી આ બાબત પર પહેલાં ધ્યાન આપવાની જરૂર છે.

બિલ્ડરનો ટ્રૅક-રેકૉર્ડ તપાસો

ઘણા બિલ્ડરો સ્ટેશન પાસે કે દૂર સારા ફ્લૅટ્સ બનાવે છે, પણ જેમની પાસેથી તમે ફ્લૅટ ખરીદવાના છો એનો ટ્રૅક-રેકૉર્ડ તપાસો. આજકાલ ઉપનગરોમાં પણ ઘણા બિલ્ડરો લક્ઝરી ફ્લૅટ્સ બનાવે છે. જોકે તેમના ફ્લૅટ્સ બીજા ડેવલપરો કરતાં નાના હશે. આવા બિલ્ડરોએ ક્લિયર ટાઇટલની જગ્યા લીધી છે કે નહીં એ ચેક કરો.

ખર્ચનો વિચાર કરો

એવું કહેવાય છે કે ઑફિસની નજીકનો નાનો ફ્લૅટ દૂર આવેલા વૈભવી ફ્લૅટ કરતાં વધુ સારો હોય છે. ઘર ખરીદતાં પહેલાં આ બાબત ધ્યાનમાં લેવાય છે. ઘણા લોકો હવે બિઝનેસ-ડિસ્ટિÿક્ટમાં તૈયાર સર્વિસ અપાર્ટમેન્ટ ખરીદતા થયા છે. આમાં તમે તાત્કાલિક શિફ્ટ થઈ શકો છો. જો તમારી બદલી થાય તો તમે એને ભાડે પણ આપી શકો છો. અન્ડર કન્સ્ટ્રક્શન બિલ્ડિંગમાં લક્ઝરી ફ્લૅટ ખરીદતાં પહેલાં ધ્યાન આપો કે તમે એના માટે મોટો માસિક હપ્તો ભરશો પણ એમાં રહેવા નહીં જઈ શકો, કારણ કે આવાં બિલ્ડિંગોને બનતાં વાર લાગે છે. વળી જ્યારે આ બિલ્ડિંગો તૈયાર થઈ જાય છે ત્યારે એમાં મેઇન્ટેનન્સ પણ વધારે આવે છે.

લોનની વાત

જો તમે લોનથી ઘર લેતા હો તો એ વાતનું ધ્યાન રાખો કે તમે મોટો હપ્તો દર મહિને બૅન્કને ચૂકવવાના છો. એ નક્કી કરો કે તમે કેટલી રકમ લોનપેટે ચૂકવી શકો છો. જો તમારી પાસે કોઈ જગ્યાએ વધારાની જમીન કે ફ્લૅટ હોય તો એ વેચીને એ રકમનો આ ફ્લૅટમાં ઉપયોગ કરો. આનાથી તમારા પર લોનનું ભારણ ઓછું થઈ જશે. તમે લોન લો તો એનો માસિક હપ્તો તમને પરવડે એવો રાખજો.

ગણતરી કરો

ઘણા પ્રીમિયમ ફ્લૅટ્સ સુપર બિલ્ટ-અપ ભાવે વેચવામાં આવે છે એથી કેટલો કાર્પેટ એરિયા મળશે એ ચેક કરો. તમને જે સગવડ આપવાનું કહેવામાં આવ્યું હતું એ તમામ એમાં છે કે નહીં એની પણ ખાતરી કરો. મેઇન્ટેનન્સ કૉસ્ટ, પાર્કિંગ-ચાર્જ અને બીજા ખર્ચ બાબતે તપાસ કરો. જે બિલ્ડર સમયસર ફ્લૅટનો તાબો આપતો હોય તેની પાસેથી જ ઘર ખરીદવાનો આગ્રહ રાખો, કારણ કે પ્રોજેક્ટ રખડે તો એમાં તમને નુકસાન થાય છે.

ઘરની કિંમત વધશે?

તમે જ્યાં ઘર ખરીદવાના હો ત્યાં ભાવમાં કેટલો વધારો થાય છે એ પણ ધ્યાનમાં લો. છેલ્લાં ૧૦ વર્ષમાં ભાવ કેટલા વધ્યા એ ધ્યાનમાં લો. જ્યાં ભાવ સતત વધતા હોય ત્યાં ફ્લૅટ લેવામાં સમજદારી છે.

સરખામણી કરો

જાણીતા બિલ્ડરો જેવા કે રાહેજા, હિરાનંદાણી, લોઢા, અજમેરા, રુસ્તમજી, ગોદરેજ પ્રૉપર્ટીઝ, તાતા હાઉસિંગ, ઑબૅરોય કન્સ્ટ્રક્શન વગેરે સારામાં સારા પ્રોજેક્ટ લાવતા હોય છે. જો કોઈ એક જ જગ્યાએ એક કરતાં વધુ બિલ્ડરોના સારા પ્રોજેક્ટ હોય તો એમાં તપાસ કરો અને સરખામણી કરો. કોનો રેટ ઓછો છે? કોણ વધારે સુવિધા આપે છે? જો આ પ્રોજેક્ટમાં પહેલો તબક્કો પૂરો થયો હોય તો અગાઉ રહેવા આવી ગયેલા લોકોને બિલ્ડર વિશે પૂછો. આવા પ્રોજેક્ટમાં ઘર લેતાં પહેલાં એ જાણવું જરૂરી છે કે ડેવલપર સારી સર્વિસ આપે છે કે નહીં?

મેઇન્ટેનન્સ-કૉસ્ટ

તમે જે ફ્લૅટ ખરીદો છો એની મેઇન્ટેનન્સ-કૉસ્ટ કેટલી છે એ વિચારો, કારણ કે આ ખર્ચ દર મહિને આવવાનો છે. ઘણા બિલ્ડરો મેઇન્ટેનન્સ-કૉસ્ટ ઘણી વધારે લેતા હોય છે. રિટાયરમેન્ટ પછી તમે એ ફ્લૅટનું મેઇન્ટેનન્સ ચૂકવી શકો એવા હોવા જોઈએ.

BHK = બેડરૂમ હૉલ કિચન

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK