મહિલાઓ, ખરીદી કરવી છે? તો ઘર લેવાનો વિચાર કેવો લાગે છે?

 

એકલી રહેતી, છૂટાછેડા લીધેલી કે પછી યુવા મહિલા જેણે હજી નવું-નવું જ કમાવાનું શરૂ કર્યું હોય તેઓ આજે આર્થિક સુરક્ષા માટે પ્રૉપર્ટીમાં રોકાણ કરવા લાગી છે. અમુક મહિલાઓએ ફ્લૅટ ખરીદવાનું સાહસ પણ કર્યું છે

 

real-estate-house-womenતાજેતરમાં જ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ગયો. આજે વધુ ને વધુ મહિલાઓ વિવિધ પ્રકારનાં કારણોથી પ્રૉપર્ટીમાં રોકાણ કરી રહી છે. આ એક પ્રોત્સાહન આપનારો સંકેત છે. કામ કરતી મહિલાઓ આજે તેમની પાંચ આંકડાની આવક (અમુક કેસમાં છ આંકડા)થી વધુ ને વધુ આત્મનર્ભિર થતી જાય છે અને ટૅક્સ બચાવવા માટે રોકાણ કરવું પણ તેમના માટે જરૂરી થઈ જાય છે.

 

વિસ્તાર પ્રમાણે

 

શિવાની જોશી મુંબઈના એક પ્રખ્યાત બિઝનેસ પેપરમાં વરિષ્ઠ પત્રકાર છે. તેણે તાજેતરમાં જ પ્રૉપર્ટીમાં રોકાણ કર્યું છે. તે કહે છે, ‘ફ્લૅટ ખરીદતાં પહેલાં મહિલાઓએ ખાસ ત્યાંનો વિસ્તાર કેવો છે એ તપાસી લેવું જોઈએ. કામ કરતી મહિલાએ તેના નજીકના વિસ્તારમાં જ પ્રોવિઝન સ્ટોર અને કરિયાણાની દુકાનો છે કે નહીં એ ખાસે જોવું જોઈએ જેથી ઑફિસથી ઘરે આવતી વખતે તેઓ ઘરવખરીનો સામાન લેતી આવી શકે. પરિવહન એટલે કે ટ્રાન્સપોર્ટ અને તબીબી સારવાર જેવી સગવડો તાત્કાલિક મળી શકે એવા વિસ્તારમાં રોકાણ કરવું એકદમ ઉત્તમ છે. મેં આ ફ્લૅટ રોકાણના દૃષ્ટિકોણથી ખરીદ્યો છે અને હા, ટૅક્સ બચાવવા તો ખરો જ. ફ્લૅટ ખરીદવાની કાર્યવાહીઓ સરળ હતી એટલે મેં અન્ડર-કન્સ્ટ્રક્શન પ્રૉપર્ટીમાં રોકાણ કરવાનું નક્કી કર્યું.’

 

આવો જ એક કિસ્સો રાધા ઓલેનો છે. તે એલ ઍન્ડ ટી ગ્રુપ સાથે કામ કરે છે. તેણે ૨૦૧૧ના મેમાં ફ્લૅટ ખરીદ્યો અને ડિસેમ્બર ૨૦૧૧માં ત્યાં રહેવા ગઈ. તે કહે છે, ‘મહિલાઓ જ્યારે પણ ફ્લૅટ ખરીદે ત્યારે હૉસ્પિટલ, પોલીસ- સ્ટેશન ઉપરાંત મૉલ જેવી સગવડો બને એટલી નજદીક હોવી જોઈએ. પાડોશ કેવો છે એ પણ એક અગત્યનું પાસું છે જેને લીધે તમને સતત એક જાતની સુરક્ષા અનુભવાય છે.’

 

મહોલ્લા ટૉક

 

એડલવાઇસનાં એડિટર સુમન મિશ્રા આત્મવિશ્વાસથી કહે છે, ‘મેં જ્યારે ફ્લૅટ ખરીદ્યો ત્યારે મને એ ખરીદવામાં કોઈ પણ પ્રકારની સમસ્યા નહોતી નડી. મારો હેતુ રોકાણ કરવાનો હતો અને મેં અંધેરી (ઈસ્ટ)માં ફ્લૅટ ખરીદ્યો. હું પ્રૉપર્ટીની શોધમાં હતી. ઈસ્ટર્ન સબબ્ર્સ કરતાં વેસ્ટન સબબ્ર્સ વધુ વિકસિત છે અને એ સારીએવી ડિમાન્ડ ધરાવે છે એટલે મેં ત્યાં ફ્લૅટ ખરીદવાનું વિચાર્યું.’

 

સુમન મિશ્રા સલાહ આપતાં કહે છે, ‘જ્યારે તમે ઘર માટે લોન લેવાનું વિચારતા હો તો કોઈ નૅશનલાઇઝ્ડ બૅન્ક પાસે જવું એકદમ ઉત્તમ છે. જો તમે એ ઘર તમારા રહેવા માટે ખરીદવાના હો તો એ વિસ્તારનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર કેવું છે એ તપાસવું જરૂરી છે. કોઈ પણ પ્રૉપર્ટીમાં રોકાણ કરતાં પહેલાં એનાં મહત્વનાં કાગળિયાં (ટાઇટલ, ઑક્યુપેશન સર્ટિફિકેટ વગેરે) તપાસી જવાં ખૂબ જ જરૂરી છે.’

 

સુપ્રિયા કુલકર્ણીએ તે જે વિસ્તારમાં ભાડાના ઘરમાં રહેતી હતી એ વિસ્તારમાં જ ફ્લૅટ ખરીદવાનું નક્કી કર્યું, કારણ કે તેને એ વિસ્તાર ગમતો હતો અને એનાથી તે પરિચિત પણ હતી. વળી તેની ઑફિસ પણ આ વિસ્તારમાં જ છે. સુપ્રિયાએ રીસેલમાં ફ્લૅટ લીધો અને તે ફ્લૅટની સેકન્ડ ઓનર છે. ફ્લૅટ ખરીદવાનું કારણ એ હતું કે ભાડા પાછળ પૈસા નહોતા નાખવા અને ટૅક્સ બચાવવો હતો. તે કહે છે, શ્નમને લાગે છે કે ભાડું ભરવા કરતાં ઉત્તમ ઈએમઆઇ (ઇક્વેટેડ મન્થ્લી ઇન્સ્ટૉલમેન્ટ) ભરવું સારું. આજે મારી પાસે મારી પોતાની મિલકત ઊભી થઈ ગઈ છે. હું મારી જાતને નસીબદાર માનું છું, કારણ કે ફ્લૅટ ખરીદતી વખતે મારે કોઈ પણ પ્રકારની સમસ્યાઓનો સામનો નહોતો કરવો પડ્યો.’

 

સાવચેતીનાં પગલાં

 

આઇએસબીએનાં પ્રોફેસર વૈદેહી સૂર્યવંશી ફ્લૅટ ખરીદવાનો વિચાર કરી રહ્યાં છે અને તેમની ઇચ્છા ઑફિસની નજીક ઘર ખરીદવાની છે. તેઓ કહે છે, શ્નફ્લૅટ ખરીદતાં પહેલાં હું કિંમત, એ વિસ્તારના વિકાસ તેમ જ પબ્લિક ટ્રાન્સપોર્ટ બાબતે પૂરતી તપાસ કરીશ.’

 

ડીએસકે ગ્રુપનાં હેમંતી કુલકર્ણી કહે છે, ‘મહિલાઓમાં એક પ્રકારની સ્વભાવગત સાવચેતી હોય છે અને તેઓ વધુપડતું જોખમ લેવા નથી માગતી. તેઓ કોઈ પણ સોદો એની સારી અને નરસી દરેક બાબત બરાબર તપાસીને જ નક્કી કરે છે. એની સામે પુરુષાો વધુ આત્મવિશ્વાસ બતાવતા હોય છે. મારી કંપનીમાં મેં શરૂઆતમાં એચઆરની જવાબદારી સંભાળી હતી. પહેલાં ભૂતકાળમાં હું પણ નોકરી કરતી હતી એટલે મને ખબર છે કે નોકરિયાત માણસોને કઈ સામાન્ય સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય છે. અરે, આજે પણ નોકરિયાત માણસો માટે કોઈ પણ નિર્ણય લેવાનો હોય ત્યારે હું તેમનાં શૂઝમાં પગ મૂકીને જોવાની કોશિશ કરું છું. એટલે જ ડીએસકે ગ્રુપમાં કામ કરતા લોકો મને વહિની (ભાભી) કહીને બોલાવે છે અને મને લાગે છે કે આ લોકો મારો વિસ્તરેલો પરિવાર છે. મને લાગે છે કે વધુમાં વધુ મહિલાઓએ વ્યવસાયમાં પોતાનો હાથ અજમાવવો જોઈએ; કારણ કે તેઓ જનમથી જ એવી કુનેહ લઈને જન્મે છે કે ઘર, સ્વજનો અને કામ બધું વ્યવસ્થિત સંભાળે છે.’

 

જાતિનો કોઈ ભેદભાવ નહીં

 

કુમાર બિલ્ડરનાં ડિરેક્ટર કૃતિ જૈન માને છે કે પોતે સ્ત્રી છે એવું માની મહિલાઓએ કોઈ પણ જાતનો માનસિક બ્લૉક ન રાખવો જોઈએ. તે કહે છે, ‘લેબરરથી માંડીને ક્લાયન્ટ દરેક જણ મારા દૃષ્ટિકોણને સમજે છે. કદાચ કોઈ મતભેદ થાય તો એ ખૂબ જ શાંતિથી ઉકેલાય છે. મને હંમેશાં આદર મળ્યો છે. મારા ક્લાયન્ટ્સ અને હું એકબીજા સાથે કોઈ પણ જાતના સંકોચ વગર સરસ રીતે વાત કરીએ છીએ. હું તમામ યુવાન અને ભાવિ પેઢીની છોકરીઓને કહેવા માગું છું કે અમુક ક્ષેત્ર મહિલાઓ માટે યોગ્ય નથી એમ કહી માથું ન ઝુકાવી દો. મહેનત અને આગળ વધવાનું વલણ તમને સફળતાના શિખરે પહોંચાડી દેશે. ઉપરાંત ઘર ખરીદવું એ તમારા ભવિષ્યની સુરક્ષા માટેનો ઉત્તમ માર્ગ છે.’

 

તો પછી મહિલાઓ, તમે શેની રાહ જુઓ છો? અત્યારે તાણમુક્ત જીવન જીવવાનો વખત આવી ગયો છે. તો ચાલો ઘરની ખરીદી કરીએ. 

Comments (1)Add Comment
...
written by Dr joe keita, November 05, 2013
નોંધ:

વિશ્વમાં પ્રમાણિત હોમ લોન આપનાર. અમે વ્યક્તિગત લોન, ગીરો, અને સમગ્ર વિશ્વમાં લોકોને તમામ પ્રકારની તક આપે છે. તે રસ મને સંપર્ક કરી શકો છો: info.rif.servicess @ gmail.com

હેલો

ડૉ જૉ Keita
પેઢી
report abuse
vote down
vote up
Votes: +0

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK