બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સની બદલાશે તસવીર ને તાસીર

આગામી પાંચ વર્ષમાં ઘણાં નવાં ડેવલપમેન્ટ્સ આકાર લેશે: અનેક જાણીતી સંસ્થાઓ, કૉર્પોરેટ્સ, હોટેલ્સ પાઇપલાઇનમાં

bkcજયેશ ચિતલિયા

આગામી પાંચેક વર્ષમાં બીકેસી (બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સ)ની તાસીર અને તસવીર તદ્દન બદલાઈ જવાની છે. આ વિસ્તાર મુંબઈના ટોચના બિઝનેસ-સેન્ટર ગણાતા નરીમાન પૉઇન્ટને પણ ભુલાવી દેશે એવું તો ક્યારનું કહેવાઈ રહ્યું છે, પરંતુ હવે એ હકીકત બનવાથી બહુ દૂર નથી એવા સ્પષ્ટ સંકેતો મળી રહ્યા છે. આવતાં પાંચ વર્ષમાં અહીં દેશનાં ટોચનાં કૉર્પોરેટ હાઉસિસની ઑફિસો સહિત સંખ્યાબંધ ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ ડેવલપમેન્ટ્સ આકાર પામી રહ્યાં છે જે બીકેસીને અનોખા અને આધુનિક બિઝનેસ-સેન્ટર તરીકે લોકો સમક્ષ મૂકી દેશે.

પ્રૉપર્ટી માર્કેટનાં જાણકાર સાધનો અહીંના સંભવિત ડેવલપમેન્ટ વિશે માહિતી આપતાં કહે છે, ‘હવે પછીનાં બેથી ચાર વર્ષમાં બીકેસીમાં બેલાજિયો અને એમજીએમ ગ્રૅન્ડ નામની લક્ઝરી હોટેલો તૈયાર થઈ જશે. આ હોટેલો ભાવિ વિકાસને ધ્યાનમાં રાખીને જ આવી રહી છે. અહીં ટૂંક સમયમાં ગોદરેજનો ઑફિસ-પ્રોજેક્ટ, કોટક ગ્રુપનું હેડક્વૉર્ટર, રિલાયન્સ (મુકેશ અંબાણી ગ્રુપ)નું હેડક્વૉર્ટર તેમ જ કન્વેન્શન સેન્ટરો ઊભાં થઈ રહ્યાં છે.’

આ ઉપરાંત વાધવા ગ્રુપ પણ અહીં ડેવલપમેન્ટ કરી રહ્યું છે, જ્યારે મેકર ગ્રુપ તરફથી અહીં લક્ઝરી મૉલ બનાવવાની યોજના પણ છે. મૂડીબજારની અગ્રણી કંપની એનેમ સિક્યૉરિટીઝનું નવું મકાન અહીં આગામી વરસે જ ઊભું થઈ જશે. અત્યારે પણ અહીં યુટીઆઇ બૅન્ક, સેબી, એનએસઈ, આઇડીબીઆઇ બૅન્ક, નાબાર્ડ, પીએનબી, સિડબી, આઇએનજી, દેના બૅન્ક, સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયા, બૅન્ક ઑફ ઇન્ડિયા, બૅન્ક ઑફ બરોડા, કૅનેરા બૅન્ક, આઇસીઆઇસીઆઇ બૅન્ક, ઓરિયેન્ટલ બૅન્ક ઑફ કૉમર્સ, આઇએલએફએસ, સિટી બૅન્ક જેવી અનેક બૅન્કો, સંસ્થાઓ તેમ જ કૉર્પોરેટ્સ આવી ગયાં છે. ટ્રાઇડન્ટ અને સોફિટેલ હોટેલ પણ છે જ, પરંતુ સૌથી મોટી અને મહkવાકાંક્ષી ઘટનામાં ડાયમન્ડ બુર્સનું ડેવલપમેન્ટ મનાય છે. આ બુર્સ હજી ધારણા મુજબ ધમધમતું થયું નથી. ૨૦,૦૦,૦૦૦ સ્ક્વેરફૂટમાં પથરાયેલું આ બુર્સ કાર્યરત થશે ત્યારે બીકેસીમાં લોકોની અવરજવર એટલી વધી જશે કે સત્તાવાળાઓ એને કઈ રીતે જાળવશે અને કઈ રીતે જરૂરી સુવિધાઓ પૂરી પાડશે એ અત્યારથી ચિંતાનો વિષય છે, કારણ કે હજી અહીં પૂરતું પબ્લિક ટ્રાન્સર્પોટેશન ઉપલબ્ધ નથી. મેટ્રોરેલ પ્રોજેક્ટ ધીમી ગતિએ ચાલી રહ્યો છે. એનાથી ફરક જરૂર પડશે, પણ એને હજી સમય લાગશે. પરિણામે ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વિકસાવ્યા વિના છૂટકો નથી. એના ભાગરૂપે સાંતાક્રુઝ-ચેમ્બુર લિન્ક રોડ આકાર પામી રહ્યો છે જે વિવિધ રોડને જોડવાનું કામ કરશે.

ઑફિસ-સ્પેસની સપ્લાય વધશે

બીકેસીમાં કામ કરતા અનેક ઉચ્ચ અધિકારીઓ પોતાના માટે બાંદરામાં જ ઘર શોધી રહ્યા છે. અહીં ઑફિસનાં ભાડાં ઘટતાં અટકી ગયાં છે અને ધીમે-ધીમે ડિમાન્ડ નીકળી રહી છે જે પૉઝિટિવ નિર્દેશ આપે છે. બીકેસીમાં આકૃતિ, ડીબી રિયલ્ટી, આરએનએ વગેરે જેવા બિલ્ડરો જમીન ધરાવે છે. તેમના તરફથી અહીં ડેવલપમેન્ટ થશે ત્યારે પણ બીકેસીમાં સપ્લાય વધશે. વધુમાં અહીં મ્હાડા (મહારાષ્ટ્ર હાઉસિંગ ઍન્ડ એરિયા ડેવલપમેન્ટ ઑથોરિટી)નું રીડેવલપમેન્ટ મોટા પાયે થવાની યોજના છે તેમ જ રિલાયન્સના સેન્ટર બાદ ઑફિસ-સ્પેસની સપ્લાય નોંધપાત્ર વધશે એ પણ નિશ્ચિત છે. આગામી પાંચ વરસમાં બીકેસીની બોલબાલા જોવા મળે તો નવાઈ નહીં.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK